IND W vs NZ W: ભારતીય ટીમ પર લટકી રહી છે ક્લીન સ્વીપની તલવાર, જીત સાથે સિરીઝનો અંત કરવાનો ઇરાદો

TV9 GUJARATI

|

Updated on: Feb 23, 2022 | 11:35 PM

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને તે અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી.

IND W vs NZ W: ભારતીય ટીમ પર લટકી રહી છે ક્લીન સ્વીપની તલવાર, જીત સાથે સિરીઝનો અંત કરવાનો ઇરાદો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક

ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) સામેની ODI શ્રેણીમાં ભારતીય મહિલા ટીમ (Indian Womens Cricket Team) પર ક્લીન સ્વીપની તલવાર લટકી રહી છે. પાંચ મેચની વનડે શ્રેણીમાં 0-4 થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા જીત સાથે શ્રેણીનો અંત કરવા ઈચ્છે છે. આ સીરીઝ પહેલા રમાયેલી એકમાત્ર T20 મેચમાં પણ તે જીતી શક્યા ન હતા. આ સીરીઝ પછી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ (ICC World Cup 2022) રમવાનો છે, તેથી આ જીત મિતાલી રાજ અને કંપનીના આત્મવિશ્વાસ માટે પણ મહત્વપૂર્ણ છે. ટીમની બોલિંગ અને બેટિંગ બંને અસરકારક રહી નથી. ગત વખતે રન-અપ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. જો કે ટીમના કેપ્ટનને હજુ પણ વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ છે.

એમેલિયા કેર ના ઓલરાઉન્ડ પ્રદર્શને ક્લીન સ્વીપનો માર્ગ મોકળો કર્યો છે, કારણ કે ન્યૂઝીલેન્ડે મંગળવારે વરસાદથી પ્રભાવિત ચોથી વનડેમાં ભારતને 63 રનથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં 4-0 ની લીડ મેળવી લીધી હતી. વરસાદના કારણે મેચ પાંચ કલાક મોડી શરૂ થઈ હતી, જેને ઘટાડીને 20 ઓવર કરી દેવામાં આવી હતી. પાંચ વિકેટે 191 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ભારતનો સ્કોર ચાર વિકેટે 19 રન હતો અને અંતે તેની આખી ટીમ 17.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા, અમેલિયાએ પણ શાનદાર બોલિંગ બતાવી અને 30 રનમાં ત્રણ વિકેટ ઝડપી.

રિચા સિવાય કોઈ બેટ્સમેન રમ્યુ ન હતુ

રિચા સિવાય, અન્ય કોઈ પણ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, જેના કારણે ભારતને આ પ્રવાસમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. વનડે શ્રેણી પહેલા ભારત એકમાત્ર T20 મેચ પણ હારી ગયું હતું. ટીમની બોલિંગ પણ ફ્લોપ રહી હતી. હવે છેલ્લી મેચમાં ટીમ વધુ સારી રમત બતાવવા માંગશે.

મિતાલીએ કહ્યું, ‘ન્યૂઝીલેન્ડમાંની શ્રેણીએ અમને પરિસ્થિતિઓ સાથે એડજસ્ટ થવાની તક આપી છે, ખાસ કરીને ફાસ્ટ બોલિંગ માટે અનુકૂળ પરિસ્થિતિઓ જે અમને ઘરઆંગણે મળતી નથી.’ અન્ય બેમાં અમે તેને સખત લડત આપી હતી. તે પછી અમે સતત 26 વનડેમાં ઓસ્ટ્રેલિયાના વિજય અભિયાનને રોકી દીધું.

આ પણ વાંચોઃ IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચોઃ IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati