રાંચીમાં જે નહોતુ થવાનુ એ થઈ ગયુ હતુ. રાંચીમાં ભારતીય ટીમ ને હાર મળતી નહોતી એ 27 જાન્યુઆરીએ લખાઈ ગઈ. એટલે કે ભારતે અહીં હાર મેળવી લીધી હતી. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ન્યુઝીલેન્ડની ટીમને બેટિંગ કરવા માટે નિંમત્રણ આપ્યુ હતુ. ભારત સામે 177 રનનુ લક્ષ્ય કિવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુક્શાન પર રાખ્યુ હતુ. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ પર 155 રન નોંધાવીને નિર્ધારિત ઓવરના અંતે અટકી ગઈ હતી. જોકે આ પિચ પર એવો અનુભવ થયો કે ભારત અને ન્યુઝીલેન્ડ બંને કેપ્ટનોને અચરજ થયુ હતુ. બંનેને આશ્ચર્યનો પાર રહ્યો નથી.
ભારતે 21 રનથી મેચ ગુમાવી દીધી હતી. જોકે મેચ દરમિયાન પિચથી એવો અહેસાસ જોવા મળ્યો કે જે ધાર્યા કરતા ઉલ્ટો જ રહ્યો હતો. આ સ્થિતીમાં હાર્દિક પંડ્યા અને મિશેલ સેન્ટનર બંને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. બંનેએ આ અંગે મેચ બાદ પોતાનુ આશ્ચર્ય પણ બતાવ્યુ. અહીં સ્પિનરોને ખૂબ મદદ મળી હતી. સેન્ટર ખુદ પોતે સ્પિન બોલીંગ કરે છે અને તેણે કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.
રાંચીમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં સ્પિનરોને મદદ મળી હતી. વિકેટથી સ્પિનરોને ટર્ન પણ મળી રહ્યો હતો અને બાઉન્સ પણ મળી રહ્યો હતો. જેની આશા કોઈને પણ નહોતી. મેચ બાદ જ્યારે હાર્દિક પંડ્યાએ પ્રસારણ કર્તા સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરી ત્યારે તેણે બતાવ્યુ કે, પિચનો વ્યવહાર કેવો રહ્યો હતો. હાર્દિકે “મને નથી લાગતું કે કોઈએ વિચાર્યું હશે કે આ પિચ આ રીતે ખેલશે. બંને ટીમો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પરંતુ મને લાગે છે કે તેઓ આ પીચ પર વધુ સારું ક્રિકેટ રમ્યા અને આ જ કારણ છે કે પરિણામ આ પ્રમાણે આવ્યું”.
પંડ્યાએ કહ્યું, “ખરેખર, નવા બોલને જૂના બોલ કરતાં વધુ ટર્ન મળી રહ્યો હતો. બોલ જે રીતે ફરતો હતો, તે ઉછળી રહ્યો હતો. મને લાગે છે કે તે દરેકને આશ્ચર્યચકિત કરે છે. મને લાગે છે કે અમે હજુ પણ મેચમાં હતા, સૂર્યકુમાર યાદવ અને હું રમી રહ્યા હતા ત્યાં સુધી અમે મેચમાં હતા”.
પિચને લઈ ન્યુઝીલેન્ડના વર્તમાન સિરીઝમાં સુકાન સંભાળી રહેલા સ્પિનર સેન્ટનર પણ હેરાન હતો. તેણે કહ્યુ, “મને લાગે છે કે જેણે જોયું તે દરેકને આશ્ચર્ય થયું, બીજી ઇનિંગ્સમાં બોલ જે રીતે વળ્યો તે આશ્ચર્યજનક હતો. પરંતુ તે એક શાનદાર મેચ હતી. અંતે, ખૂબ જ કપરી સ્પર્ધા હતી. તમે ODI શ્રેણીમાં ઘણા રન જોયા હતા તેથી T20 માં બોલને ટર્ન થતો જોવાનું સારું લાગ્યું.”