IND vs NZ: ભારત સામે ન્યુઝીલેન્ડે 177 રનનુ લક્ષ્ય રાખ્યુ, કોન્વે અને મિશેલની તોફાની અડધી સદી, સુંદરની 2 વિકેટ

TV9 GUJARATI

|

Updated on: Jan 27, 2023 | 8:46 PM

India vs New Zealand, 1st T20 Match 1st Inning Report Today: ટોસ જીતીને ભારતે પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી, વોશિંગ્ટન સુંદરે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

IND vs NZ: ભારત સામે ન્યુઝીલેન્ડે 177 રનનુ લક્ષ્ય રાખ્યુ, કોન્વે અને મિશેલની તોફાની અડધી સદી, સુંદરની 2 વિકેટ
India vs New Zealand, 1st T20 Match 1st Inning Report Today

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે રનચેઝ કરવાની યોજના અપનાવી હતી. ન્યુઝીલેન્ડના ઓપનરોએ વનડે સિરીઝમાં કારમી હાર બાદ હવે ટી20માં પૂરી તાકાત લગાવવાનો પ્રયાસ શરુઆતથી કર્યો હતો. આક્રમક અંદાજમાં ઓપનરોએ શરુઆત કરી હતી. ઓપનર ડેવેન કોન્વેએ અડધી સદી નોંધાવી હતી. વોશિંગ્ટન સુંદરે કમાલની બોલિંગ કરી હતી. નિર્ધારીત 20 ઓવરમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કોન્વે અને મિશેલની અડધી સદીની મદદથી નોંધાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડની આક્રમક અંદાજ સામે બોલિંગ એટેક પૂરી તાકાતથી કર્યો હતો. વોશિંગ્ટન સુંદરે તોફાની શરુઆત કરનાર ઓપનર ફિન એલનની વિકેટ ઝડપવા સાથે એક જ ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપી ભારતને શરુઆતમાં જ રાહત અપાવી હતી. ત્યાર બાદ અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે ફિલીપ અને કોન્વેના શિકાર ઝડપ્યા હતા.

કોન્વેની અડધી સદી

ટોસ હારીને બેટિંગ કરતા કિવી ટીમના ઓપનરો ડેવોન કોન્વે અને ફિન એલેને આક્રમક શરુઆત કરી હતી. બંનેએ 43 રનનો પાર્ટનરશિપ પ્રથમ વિકેટ માટે કરી હતી. ભારતને પ્રથમ સફળતા ફિન એલેનના રુપમાં મળી હતી. એલન 23 બોલમાં 35 રન નોંધાવીને વોશિંગ્ટન સુંદરનો શિકાર થયો હતો. સુંદરની ઓવર પર પહેલા એલેને છગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં વધુ એક શોટ લગાવવા જતા સૂર્યાના હાથમાં ઝડપાયો હતો. એલન બાદ માર્ક ચેપમેન ક્રિઝ પર આવ્યો હતો. તેણે 4 બોલનો સામનો કર્યો હતો. ચેપમેનને શૂન્ય રને જ પરત મોકલ્યો હતો. માર્કે 4 બોલનો સામનો કર્યો હતો અને પાંચમી ઓવરના અંતિમ બોલ ને પુશ કરવા જતા સુંદરે ડાઈવ લગાવીને બોલને પોતાના હાથમાં ઝડપી લીધો હતો. સુંદરે પાંચમી ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપી હતી. આમ કિવી ટીમનુ સ્કોરબોર્ડ થોડુક ધીમુ પડ્યુ હતુ.

જોકે બાદમાં ડેરેન મિશેલે તોફાની રમત રમીને 26 બોલમાં 50 રન 5 છગ્ગા સાથે પુરા કર્યા હતા. તેણે ડેથ ઓવરમાં ભારતીય બોલરો પર બેટ વડે તોફાની રમત બતાવી હતી. અંતિમ ઓવરમાં તેણે સળંગ 3 છગ્ગા અને ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરની શરુઆત અર્શદીપે નો બોલથી શરુઆત કરી હતી. જેની પર પહેલાજ છગ્ગો લગાવ્યો હતો અને ફ્રિ હિટમાં વધુ એક છગ્ગો સહવો પડ્યો હતો.

સુંદરની કમાલની બોલીંગ

કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે કરકસર ભરી ઓવર કરી હતી. બંનેએ 6 થી નિચેની સરેરાશથી રન ગુમાવ્યા હતા. સુંદરે 4 ઓવરના સ્પેલમાં 22 રન ગુમાવી 2 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકે 1 ઓવર કરીને 16 રન ગુમાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 33 રન ગુમાવ્યા હતા. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 51 રન ગુમાવી 1 વિકેટ ઝડપી હતી. દીપક હુડાએ 2 ઓવરમાં 14 રન ગુમાવ્યા હતા. શિવમ માવીએ 2 ઓવરમાં 19 રન ગુમાવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati