AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : વર્લ્ડ કપનો હીરો વિદેશમાં ઝીરો! શું સંજુ સેમસનનું ખરાબ ફોર્મ વૈભવ સૂર્યવંશી માટે ખોલશે ડેબ્યૂના દ્વાર ? જાણો

સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ IPL 2026માં પણ તેનું પ્રદર્શન સારૂં રહ્યું હતું. પરંતુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી તેનું બેટ શાંત રહ્યું છે.

IND vs ENG :  વર્લ્ડ કપનો હીરો વિદેશમાં ઝીરો! શું સંજુ સેમસનનું ખરાબ ફોર્મ વૈભવ સૂર્યવંશી માટે ખોલશે ડેબ્યૂના દ્વાર ? જાણો
Sanju Samson Poor Performance Open Doors For Vaibhav Sooryavanshi DebutImage Credit source: AI Generated
| Updated on: Jul 02, 2026 | 8:20 AM
Share

વૈભવ સૂર્યવંશીના ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂની રાહ જોતા લાખો ચાહકોને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસના પ્રથમ ત્રણ મેચમાં નિરાશા જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 15 વર્ષનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને એકપણ મેચમાં રમવાની તક આપી નથી. ટીમ મેનેજમેન્ટ તેને ઉતારવામાં ઉતાવળ કરવા માંગતું નથી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે વૈભવને તક આપવાનો સમય આવી ગયો છે. કારણ કે સંજુ સેમસને સતત ત્રીજી મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.

સંજુ સેમસનનો સતત ફ્લોપ શો

આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન સંજુ સેમસન બંને મેચમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પહેલી મેચમાં તે ફક્ત 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી મેચમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. પહેલી મેચમાં તે બીજી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. જ્યારે બીજી મેચમાં તે ઇનિંગ્સના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ઇંગ્લેન્ડમાં પણ તેનું ખરાબ ફોર્મ ચાલુ જોવા મળ્યું છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ T20ની બીજી ઓવરમાં ફક્ત 1 રન બનાવીને સંજુ સેમસન આઉટ થયો હતો. થોડા મહિના પહેલા જ સંજુ સેમસનએ 300થી વધુ રન બનાવીને T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી સંજુ સેમસને આઈપીએલમાં પણ ઝડપી રન બનાવ્યા હતા. પરંતુ હવે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સતત ફ્લોપ શો ચાલું છે.

સંજુ સેમસનનું ભારતની બહાર સતત ખરાબ પ્રદર્શન

સંજુ સેમસન વર્લ્ડ કપ અને આઈપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ આ બધી મેચ ભારતમાં રમાઈ હતી. ભારતની બહાર સતત 10 ઇનિંગ્સમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ભારતની બહાર રમાયેલી છેલ્લી 10 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં સંજુ સેમસને 2 સદી ફટકારી છે. પરંતુ તે પાંચ વખત ઝીરો પર આઉટ થયો છે. જ્યારે ત્રણ ઇનિંગ્સમાં તેણે 2, 5 અને 1 રન બનાવ્યા છે.

શું સૂર્યવંશીને હવે આપવામાં આવશે તક ?

સંજુ સેમસનના સતત ખરાબ પ્રદર્શન બાદ હવે પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા પર સવાલો ઊભા થયા છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ ગૌતમ ગંભીરે અગાઉ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને સંપૂર્ણ સમર્થન આપશે. પરંતુ સતત ત્રણ નિષ્ફળ ઇનિંગ્સ અને વિદેશમાં ખરાબ રેકોર્ડને જોતા હવે આગામી મેચમાં સંજુ સેમસનની જગ્યા જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ પર દબાણ વધી શકે છે. આગામી T20 મેચમાં વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે. શ્રેણીની આગામી મેચ 4 જુલાઈએ મૅન્ચેસ્ટરમાં રમાશે.

આ પણ વાંચો, IND vs ENG 1st T20 : ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ઇતિહાસ યથાવત રહ્યો , ભારત-ઇંગ્લેન્ડ મેચ સતત ત્રીજી વખત રદ કરાઈ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">