IND vs ENG 2nd Test Day 5 Highlights: ભારતે લોર્ડઝ ટેસ્ટ પર મેળવી જબરદસ્ત જીત, ત્રીજી વાર લોર્ડઝ ને પોતાને નામ કરી ટીમ ઇન્ડીયાએ

| Updated on: Aug 17, 2021 | 12:07 AM

India vs England 2nd Test Day 5 Highlights:ભારતે ઇંગ્લેન્ડ સામે લંચ બાદ 8 વિકેટે 298 રને પોતાનો દાવ ડીકલેર કર્યો હતો. જેને લઇને ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર, 27 રનની લીડને લઇ રાખ્યો હતો. ઇંગ્લેન્ડ ના બંને ઓપનરો શૂન્ય રન કરીને જ આઉટ થયા હતા.

IND vs ENG 2nd Test Day 5  Highlights: ભારતે લોર્ડઝ ટેસ્ટ પર મેળવી જબરદસ્ત જીત, ત્રીજી વાર લોર્ડઝ ને પોતાને નામ કરી ટીમ ઇન્ડીયાએ

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ ના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ (Lords Test) ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમવાની શરુઆત કરી હતી. ભારતે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડની ઝડપ થી વિકેટો ઝડપીને રમતમાં રહેવાના દાવને ઉંધો કરી દીધી હતી. પાંચેય દિવસની રમત દરમ્યાન મેચમાં ઉતાર ચઢાવ જારી રહ્યો હતો. મેચ રોમાંચકતા ભરેલી રહી હતી.

પ્રથમ ઇનીંગમાં ભારતે કેએલ રાહુલના શતક વડે ઇંગ્લેન્ડ સામે 364 રન કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં શાનદાર રમત દર્શાવી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન 180 રનની અણનમ રમત રમીને ભારત પર 27 રનની સરસાઇ અપાવી હતી. આમ ઇંગ્લેન્ડે પણ ભારતની લીડ મેળવવાની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (Virat Kohli) સહિતના બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરી જતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે પુજારા અને રહાણેએ રમતની જવાબદારી સ્વિકારી ચોથા દિવસની રમત સુરક્ષીત રીતે રમીને મુશ્કેલીને ટાળી દીધી હતી.

અંતિમ અને પાંચમાં દિવસે બુમરાહ અને શામીએ બેટીંગની જવાબદારી લઇ ઇંગ્લેન્ડ સામે મજબૂત પડકાર સર્જ્યો હતો. બંને એ એવા સમયે બેટીંગ કરી હતી જ્યારે ફરી એકવાર ભારત પર મુશ્કેલીના વાદળ છવાયા હતા. શામીએ પોતાની ફીફટી 70 બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારી પુરી કરી હતી. શામીએ અણનમ 56 રન બનાવ્યા હતા. 64 બોલનો સામનો કરતા બુમરાહે ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા.

આમ ભારતે ઇંગ્લેન્ડ સામે લંચ બાદ 8 વિકેટે 298 રને પોતાનો દાવ ડીકલેર કર્યો હતો. જેને લઇને ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર, 27 રનની લીડને લઇ રાખ્યો હતો. ઇંગ્લેન્ડ ના બંને ઓપનરો શૂન્ય રન કરીને જ આઉટ થયા હતા. ઇંગ્લેન્ડના બેટ્સમેનોની વિકેટ ભારતીય બોલરોએ એક બાદ એક ઝડપતા રહ્યા હતા.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Aug 2021 11:25 PM (IST)

    ઇંગ્લેન્ડને 120 રનમાં સમેટી 1-0 ની લીડ મેળવી

    ભારતીય ટીમે ઇંગ્લેન્ડને અંતિમ દિવસે 120 રનમાં જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ભારતીય ટીમે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી હતી.

  • 16 Aug 2021 11:07 PM (IST)

    લોર્ડઝ ટેસ્ટ ભારતને નામ

    એન્ડરસનને ક્લીન બોલ્ડ કરીને બુમરાહે ભારતીય ચાહકો જેની રાહ જોઇ રહ્યા હતા તે પળ તેમની સામે રાખી દીધી હતી. લોર્ડઝ ની ટેસ્ટ ને ભારતે પોતાને નામ કરી લીધી  હતી. 151 રને ભારતે મેચને જીતી લીધી હતી.

  • 16 Aug 2021 11:00 PM (IST)

    9 ઓવરની રમત બાકી

    ભારતને જીત માટે 2 વિકેટ ની જરુર છે.  આ માટે 9 ઓવર ની રમત બાકી છે.

  • 16 Aug 2021 10:57 PM (IST)

    બુમરાહે ઝડપી વિકેટ .. રોબિનસન્સ આઉટ

    જસપ્રિત બુમરાહે જે અપેક્ષા હતી એ પુરી કરાવી આપી હતી. ભાગીદારી રમત વધતી જતી હતી, ત્યાં જ બુમરાહે વિકેટ ઝડપી  હતી. વિકેટ રિવ્યૂ પર બુમરાહને હાથ લાગી હતી.

  • 16 Aug 2021 10:24 PM (IST)

    ડ્રીંક્સ સમય

    ઇંગ્લેન્ડ 112-7

  • 16 Aug 2021 10:23 PM (IST)

    લાંબા સમયે બાઉન્ડરી

    જોસ બટલરના બેટ થી બુમરાહના બોલ પર બાઉન્ડરી નિકળી હતી. ઇંગ્લેન્ડની ઇનીંગમાં લાંબા સમય બાદ બાઉન્ડરી નિકળી હતી.

  • 16 Aug 2021 09:51 PM (IST)

    સિરાજની સળંગ બીજી વિકેટ, કરન આઉટ

    સિરાજે બેક ટુ બેક બે વિકેટ લઇને હેટ્રીકની સ્થિતી પર આવી ઉભો રહ્યો હતો. સાથે જ તેણે ભારતની જીતનુ અંતર વધુ નજીક કરી દીધુ  હતુ.  સિરાજે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ ભરી દીધો હતો.

  • 16 Aug 2021 09:49 PM (IST)

    મોઇન અલીના રુપમાં છઠ્ઠી વિકેટ ...

    સિરાજે મોઇન અલી વિકેટ ઝડપી હતી. લાંબો સમય થી મોઇન ક્રિઝ પર સમય પસાર કરતી બેટીંગ કરી ભારતના બોલરોને પરેશાન કરતો હતો.

  • 16 Aug 2021 09:39 PM (IST)

    નો બોલ પર મોઇન અલી ને જીવતદાન

    રવિન્દ્ર જાડેજાએ  મોઇન અલીને બોલ કર્યો હતો. જેમાં મોઇન અલીના બેટની કીનારી ને અડીને બોલ પંત પાસે પહોંચ્યો હતો. પરંતુ તેની અપીલ નકારાઇ હતી. વિરાટ કોહલીએ રીવ્યૂ પણ માંગી લીધો હતો. પરંતુ ત્યાં જ ટીવી અંપાયરે નો બોલ જાહેર કરી દીધો હતો.

    ઇંગ્લેન્ડ 90-5

  • 16 Aug 2021 09:36 PM (IST)

    ડ્રીંક્સ બાદ રવિન્દ્ર જાડેજા બોલીંગ લઇને

  • 16 Aug 2021 09:28 PM (IST)

    ડ્રીંક્સ બ્રેક ઇંગ્લેન્ડ 88-5

  • 16 Aug 2021 09:24 PM (IST)

    બટલરે બાઉન્ડરી લગાવી

    આમ તો હવે ઇંગ્લેન્ડના બેટ્સમેન ક્રિઝ પર સમય પસાર કરતી બેટીંગ કરી રહ્યા છે. હાર ટાળવા માટે ની રમત નો પ્રયાસ અપનાવ્યો હોવો સ્વભાવિક છે. જો કે વચ્ચે વચ્ચે બાઉન્ડરી લગાવી રહ્યા છે.

  • 16 Aug 2021 08:56 PM (IST)

    કોહલી એ બટલરનો કેચ ડ્રોપ કર્યો

    બટલરના બેટથી નિકળેલો કેચ સિધો જ ફર્સ્ટ સ્લીપમાં પહોચ્યો હતો. જ્યાં વિરાટ કોહલી સ્લીપમાં ફિલ્ડર તરીકે હતો. તેણે આસાન કેચને ડ્રોપ કરી દીધો હતો. બુમરાહના બોલ પરની આ ઘટના થી કોહલી પોતાનાથી નિરાશ થઇ ગયો હતો. કારણ કે મેચને ડ્રોમાંજતી બચાવવા માટે વિકેટો ઝડપવી જરુરી છે.

  • 16 Aug 2021 08:41 PM (IST)

    જો રુટ આઉટ, મહત્વની સફળતા હાથ લાગી

    33 રન કરીને જો રુટ આઉટ થયા હતા. બુમરાહે રુટની વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. ભારત ઇંગ્લેન્ડની મેચની હાર જીત વચ્ચે હવે 5 વિકેટનુ અંતર રહ્યુ છે.

    ઇંગ્લેન્ડ 67-5

  • 16 Aug 2021 08:17 PM (IST)

    ટી બ્રેકઃ ઇંગ્લેન્ડ 67-4

    ઇંગ્લેન્ડ હજુ પણ ભારત થી 204 રન પાછળ છે. ભારત સામે હાર થી બચવા માટે ઇંગ્લેન્ડની રમત જારી છે. પરંતુ ટી બ્રેક પહેલા ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી ચુકી છે.

  • 16 Aug 2021 08:15 PM (IST)

    ઇશાંતે અપાવી ચોથી સફળતા

    જોની બેયરીસ્ટોનો શિકાર ઇશાંત શર્માએ કર્યો હતો. તેણે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ફીલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપતા ડીઆરએસ લેવામાં આવ્યુ હતુ. જેમાં તેને આઉટ આપવામાં આવ્યો હતો. આમ બેયરિસ્ટો 2 રન કરીને જ પેવેલિયન પરત ફર્યો હતો. આમ ઇંગ્લેન્ડ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ચુક્યુ હતુ.

  • 16 Aug 2021 08:03 PM (IST)

    બાય ના રુપમાં બાઉન્ડરી

    શામી એ લેગ સાઇડમાં બોલમાં નાંખ્યો હતો. જે ખૂબ દૂર થી પસાર થયો હતો. કીપર પંતે ડાઇવ લગાવવા છતાં તેને ઝડપવા પહોંચી શક્યો નહોતો. જેને લઇને બોલ બાઉન્ડરી સુધી પહોંચી ગયો હતો. જે નો બોલ હતો. આમ ઇંગ્લેન્ડના ખાતામાં 5 રન જમા થયા હતા.

  • 16 Aug 2021 07:49 PM (IST)

    જો રુટની બાઉન્ડરી

    જો રુટે પ્રથમ ઇનીંગની માફક બીજી ઇનીંગમાં પણ ટીમને હાર થી બચાવવા માટેનો પ્રયાસ જારી રાખ્યો છે. તેમણે રમતને વિકેટ બચાવી રમવા સાથે બાઉન્ડરી પણ મેળવી રહ્યા છે.

  • 16 Aug 2021 07:48 PM (IST)

    હસીબ હમીદ આઉટ

    ઇશાંત શર્માએ જો રુટ અને હસીબ હમીદની જોડી સેટ થઇ રહી હતી, એ દરમ્યાન જ તેને તોડવામાં સફળતા મેળવી હતી. તેણે 45 બોલમાં 9 રન કર્યા હતા.

  • 16 Aug 2021 07:03 PM (IST)

    જો રુટની વધુ એક બાઉન્ડરી

  • 16 Aug 2021 06:58 PM (IST)

    જો રુટની બાઉન્ડરી

    જો રુટે જસપ્રિત બુમરાહની ઓવર પર બાઉન્ડરી લગાવી હતી. જે ઇંગ્લેન્ડની ઇનીંગની પ્રથમ બાઉન્ડરી હતી.

    ઇંગ્લેન્ડ 10-2

  • 16 Aug 2021 06:42 PM (IST)

    શામીએ અપાવી બીજી સફળતા

    1 રનના સ્કોર પર જ ઇંગ્લેન્ડે બીજી વિકેટ ગુમાવી દીધી છે. બર્ન્સ બાદ સીબ્લી એ શામીના બોલ પર વિકેટ ગુમાવી હતી. આ પહેલા બુમરાહે પ્રથમ વિકેટ ઝડપી હતી. આમ ભારતની બીજી બેટીંગ ઇનીંગમાં શાનદાર અંત અપાવનાર બુમરાહ અને શામીની જોડીએ ઇંગ્લેન્ડની ઇનીંગ ની શરુઆતે જ જબરદસ્ત શરુઆત કરાવી છે.

    ઇંગ્લેન્ડ 1-2

  • 16 Aug 2021 06:35 PM (IST)

    પ્રથમ ઓવરમાં જ પ્રથમ સફળતા ...

    બુમરાહે રોરી બર્ન્સના રુપમમાં પ્રથમ વિકેટ મેળવી હતી.

  • 16 Aug 2021 06:34 PM (IST)

    ઇંગ્લેન્ડની ઇનીંગ શરુ

    રોરી બર્ન્સ અને ડોમિનીક સીબ્લી રમતમાં. જસપ્રીત બુમરાહ પ્રથમ ઓવર લઇને આવ્યો હતો.

  • 16 Aug 2021 06:22 PM (IST)

    ભારતનો દાવ ડીક્લેર, સ્કોર 298-8

  • 16 Aug 2021 06:21 PM (IST)

    એન્ડરસન પર શામીનો ચોગ્ગો

  • 16 Aug 2021 06:16 PM (IST)

    રોબીન્સનની ઓવરમાં બુમરાહનો ચોગ્ગો

    રોબિન્સનની ઓવરમાં બુમરાહે બાઉન્ડરી ફટકારી હતી. મીડ ઓન પર બુમરાહે ચોગ્ગો લગાવ્યો હતો

  • 16 Aug 2021 06:14 PM (IST)

    લેગ બાયમાં બાઉન્ડરી

    રોબીન્સને બુમરાહ ને બોલ નાંખ્યો હતો. આ દરમ્યાન લેગ બાયમાં બાઉન્ડરી ભારતના ખાતામાં મળી હતી.

  • 16 Aug 2021 06:12 PM (IST)

    લંચ બ્રેક બાદ બીજા સેશનની શરુઆત

  • 16 Aug 2021 05:34 PM (IST)

    લંચ બ્રેક- ભારત 286-8

  • 16 Aug 2021 05:29 PM (IST)

    શામી બુમરાહની 75 રનની ભાગીદારી

    101 બોલમાં શામી અને બુમરાહે 75 રનની ભાગીદારી રમત રમી છે. ભારતને એક મજબૂત સ્કોર પર પહોંચાડવા સમાન રમત રમી હતી. જ્યારે ઇંગ્લીશ ટીમ તેમની જોડી તોડવા માટે તરસી ગઇ હતી.

  • 16 Aug 2021 05:23 PM (IST)

    શામીએ સિક્સર લગાવીને પુરુ કર્યુ અર્ધશતક

    મંહમદ શામીએ પહેલા ચોગ્ગો અને બાદમાં સિક્સર લગાવીને પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. મંહમદ અલીની ઓવર દરમ્યાન શામીએ શાનદાર રમત રમી હતી.

  • 16 Aug 2021 05:23 PM (IST)

    શામીનો વન બાઉન્સ ચોગ્ગો .. કોહલી ખુશ !

  • 16 Aug 2021 05:15 PM (IST)

    શામીનો ચોથો ચોગ્ગો ...

    મહંમદ શામીએ ઇનીંગનો ચોથો વ્યક્તિગત ચોગ્ગો લગાવ્યો હતો. શામીએ મોઇન અલીની ઓવરમાં બાઉન્ડરી લગાવી હતી.

  • 16 Aug 2021 05:05 PM (IST)

    એન્ડરસન પર શામીનો ચોગ્ગો ..

    એન્ડરસનના બોલ પર શામીએ શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. સ્કોર બોર્ડને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ શામી -બુમરાહની જોડી કરી રહી છે.

  • 16 Aug 2021 05:01 PM (IST)

    શામી નો ચોગ્ગો ...

    મોઇન અલીની ઓવર દરમ્યાન મહમદ શામીએ શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. ભારતીય ટીમના સ્કોરને આગળ વધારતી રમત શામી અને બુમરાહ રમી રહ્યા છે.

  • 16 Aug 2021 04:55 PM (IST)

    બુમરાહની બાઉન્ડરી

    જસપ્રિત બુમરાહે સેમ કરનની ઓવર દરમ્યાન બાઉન્ડરી લગાવી હતી.

  • 16 Aug 2021 04:47 PM (IST)

    બુમરાહ શામીની જોડી ની રમત જારી

    ભારત 236-8

  • 16 Aug 2021 04:22 PM (IST)

    બુમરાહ એ લગાવ્યો ચોગ્ગો

    માર્ક વુડના બોલ પર જસપ્રીત બુમરાહે ચોગ્ગો લગાવ્યો હતો. તેની આ બાઉન્ડરી પર બાઉન્ડરી લગાવતા જ દર્શકો પણ ખુશ થઇ ઉઠ્યા હતા. લોર્ડઝના ભારતીય ડ્રેસિંગ રુમની બાલકનીમાં વિરાટ કોહલી સહિત ભારતીય ખેલાડીઓ પણ ખુશ થઇ તાળીઓ વગાડવા લાગ્યા હતા.

  • 16 Aug 2021 04:08 PM (IST)

    8 મી વિકેટ, ઇશાંત શર્મા આઉટ

    રોબિન્સનના બોલ પર ઇશાંત શર્માએ વિકેટ ગુમાવી હતી. ભારતની 8 મી વિકેટના રુપમાં ઇશાંત શર્મા આઉટ થયો હતો. એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. ઇશાંતે રિવ્યૂ લીધો હતો પરંતુ તે આઉટ યથાવત રહ્યો હતો.

  • 16 Aug 2021 03:56 PM (IST)

    શામી એ પણ લગાવી બાઉન્ડરી

    રોબિન્સનના બોલ પર મંહમદ શામીએ ચોગ્ગો લગાવ્યો હતો. આમ ભારતનો સ્કોર 204 રન પર પહોંચ્યો હતો. ભારતીય ટીમને એક એક રનની જરૂરીયાત છે, એવા સમયે જ ઇશાંત અને શામી રન બાઉન્ડરી વડે ઉમેરવામાં સફળ રહ્યા છે.

  • 16 Aug 2021 03:54 PM (IST)

    200 નો આંક પાર ...

    ટીમ ઇન્ડીયાના 200 રનનો આંક પાર થયો હતો. ઇશાંત શર્માના શોટ પર શામી અને ઇશાંતે 2 રન દોડી લેતા જ ભારતે આ સ્કોર પાર કર્યો હતો.

  • 16 Aug 2021 03:50 PM (IST)

    ઇશાંત નો એન્ડરસના બોલ પર ચોગ્ગો

    ઇશાંત શર્મા એ જેમ્સ એન્ડરસનના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. જેમ્સની અગાઉની ઓવર દરમ્યાન પણ તેણે ચોગ્ગો લગાવ્યો હતો.

  • 16 Aug 2021 03:47 PM (IST)

    પંતની વિકેટ ગુમાવી

    રોબીન્સનના બોલ પર ઋષભ પંત જોસ બટલરને કેચ આપી બેઠો હતો. પંતે 22 રન કરીને વિકેટ ગુમાવી હતી. પંત પાસે ભારતીય ટીમને આજે ખૂબ આશા હતી.

  • 16 Aug 2021 03:44 PM (IST)

    ઇશાંત શર્મા એ પણ લગાવી બાઉન્ડરી

    ઇશાંત શર્માએ પણ જેમ્સ એન્ડરશનના બોલ પર બાઉન્ડરી મેળવી હતી. તેણે શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો.

    ભારત 192-6

  • 16 Aug 2021 03:43 PM (IST)

    પંતની શાનદાર બાઉન્ડરી

    ઋષભ પંતે આગળ આવીને જેમ્સ એન્ડરસનના બોલને જબરદસ્ત શોટ લગાવ્યો હતો. એક્સ્ટ્રા કવર પર પંતે બાઉન્ડરી લગાવી હતી.

  • 16 Aug 2021 03:38 PM (IST)

    ઋષભ પંત અને ઇશાંત શર્મા રમતમાં

Published On - Aug 16,2021 3:36 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">