IND vs BAN 2nd T20 : ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું, સિરીઝ પર કર્યો કબજો

| Updated on: Oct 09, 2024 | 10:35 PM

ગ્વાલિયર બાદ દિલ્હીમાં પણ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 221 રન બનાવ્યા અને જવાબમાં બાંગ્લાદેશની ટીમ ટાર્ગેટથી ઘણી પાછળ રહી ગઈ.

IND vs BAN 2nd T20 : ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું, સિરીઝ પર કર્યો કબજો
India vs Bangladesh

ટેસ્ટ શ્રેણી બાદ હવે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને T20 શ્રેણીમાં પણ ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું છે. ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી T20 મેચ પણ સરળતાથી જીતી લીધી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 221 રનનો જંગી સ્કોર બનાવ્યો, જવાબમાં બાંગ્લાદેશની ટીમ લક્ષ્યાંકથી ઘણી પાછળ પડી ગઈ. ટીમ ઈન્ડિયાએ આ મેચ 86 રનના મોટા અંતરથી જીતી લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Oct 2024 10:34 PM (IST)

    ભારતે 86 રનથી જીત મેળવી

    ભારતે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 86 રને હરાવીને T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી ઓવરમાં પણ નીતિશ રેડ્ડીએ એક વિકેટ લઈને બાંગ્લાદેશને 9 વિકેટે માત્ર 135 રનમાં જ રોકી દીધું હતું. નીતિશ રેડ્ડીએ 74 રન બનાવવા ઉપરાંત 2 વિકેટ પણ લીધી હતી.

  • 09 Oct 2024 10:25 PM (IST)

    ભારતની મોટી જીત

    ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું, સિરીઝ પર કર્યો કબજો

  • 09 Oct 2024 10:20 PM (IST)

    બાંગ્લાદેશને નવમો ઝટકો

    બાંગ્લાદેશને નવમો ઝટકો, ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર, નીતિશ રેડ્ડીએ લીધી વિકેટ

  • 09 Oct 2024 10:13 PM (IST)

    બાંગ્લાદેશને આઠમો ઝટકો

    બાંગ્લાદેશને આઠમો ઝટકો, નીતીશ રેડ્ડીએ લીધી વિકેટ

  • 09 Oct 2024 09:54 PM (IST)

    હાર્દિક પંડયાનો જોરદાર કેચ

    હાર્દિક પંડયાનો જોરદાર કેચ, બાંગ્લાદેશની સાતમી વિકેટ પડી, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

  • 09 Oct 2024 09:46 PM (IST)

    મયંક યાદવે ઝડપી વિકેટ

    બાંગ્લાદેશની અડધી ટીમ પોવેલિયન ભેગી, મયંક યાદવે ઝડપી વિકેટ

  • 09 Oct 2024 09:43 PM (IST)

    બાંગ્લાદેશને પાંચમો ઝટકો

    બાંગ્લાદેશને પાંચમો ઝટકો, રિયાન પરાગે મેહિદી હસન મિરાઝને કર્યો આઉટ

  • 09 Oct 2024 09:21 PM (IST)

    અભિષેક શર્માએ હૃદોયને કર્યો બોલ્ડ

    બાંગ્લાદેશને ચોથો ઝટકો, અભિષેક શર્માએ તૌહીદ હૃદોયને કર્યો ક્લીન બોલ્ડ

  • 09 Oct 2024 09:15 PM (IST)

    વરુણ ચક્રવર્તીએ પહેલી જ બોલ પર લીધી વિકેટ

    બાંગ્લાદેશને ત્રીજો ઝટકો, વરુણ ચક્રવર્તીએ લિટન દાસને કર્યો બોલ્ડ

  • 09 Oct 2024 09:11 PM (IST)

    સુંદરે લીધી વિકેટ

    બાંગ્લાદેશને બીજો ઝટકો, વોશિંગ્ટન સુંદરે નઝમુલ હુસૈન શાંતોને કર્યો આઉટ

  • 09 Oct 2024 09:01 PM (IST)

    અર્શદીપે ભારતને પહેલી સફળતા અપાવી

    બાંગ્લાદેશને પહેલો ઝટકો, અર્શદીપે પરવેઝને કર્યો ક્લીન બોલ્ડ

  • 09 Oct 2024 08:38 PM (IST)

    બાંગ્લાદેશને જીતવા 222 રનનો ટાર્ગેટ

    દિલ્હીમાં ભારતની જોરદાર બેટિંગ, બાંગ્લાદેશને જીતવા 222 રનનો આપ્યો ટાર્ગેટ

  • 09 Oct 2024 08:37 PM (IST)

    વોશિંગ્ટન સુંદર થયો આઉટ 

    શાનદાર સિક્સર ફટકાર્યા બાદ વોશિંગ્ટન સુંદર થયો આઉટ

  • 09 Oct 2024 08:35 PM (IST)

    વરુણ ચક્રવર્તી આઉટ

    વિકેટ પાડવાનો સિલસિલો યથાવત, હાર્દિક-રિયાન બાદ વરુણ ચક્રવર્તી થયો આઉટ

  • 09 Oct 2024 08:33 PM (IST)

    હાર્દિક પોવેલિયન ભેગો

    ભારતની બેક ટુ બેક વિકેટ પડી, રિયાન પરાગ બાદ હાર્દિક પોવેલિયન ભેગો

  • 09 Oct 2024 08:31 PM (IST)

    બેક ટુ બેક સિક્સર બાદ આઉટ

    બેક ટુ બેક સિક્સર ફટકાર્યા બાદ રિયાન પરાગ થયો કેચ આઉટ, મોટો શોટ રમવા જતા ગુમાવી વિકેટ

  • 09 Oct 2024 08:29 PM (IST)

    ભારતનો સ્કોર 200 ને પાર

    ભારતનો સ્કોર 200 ને પાર, હાર્દિક પંડયાની જોરદાર ફટકાબાજી

  • 09 Oct 2024 08:23 PM (IST)

    રિંકુ સિંહ આઉટ

    ભારતને પાંચમો ઝટકો, રિંકુ સિંહ 29 બોલમાં 53 રન બનાવી આઉટ

  • 09 Oct 2024 08:18 PM (IST)

    રિંકુ સિંહની દમદાર ફિફ્ટી

    રિંકુ સિંહે માત્ર 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક અંદાજમાં ફિફ્ટી પૂરી કરી

  • 09 Oct 2024 08:07 PM (IST)

    નીતિશ રેડ્ડી74 રન બનાવી આઉટ

    ભારતને ચોથો ઝટકો, નીતિશ કુમાર રેડ્ડી 34 બોલમાં 74 રન બનાવી થયો આઉટ

  • 09 Oct 2024 08:00 PM (IST)

    નીતિશ કુમાર રેડ્ડીની ફિફ્ટી

    નીતિશ કુમાર રેડ્ડીની દમદાર ફિફ્ટી, T20 કારકિર્દીની પહેલી અર્ધસદી ફટકારી

  • 09 Oct 2024 07:49 PM (IST)

    ભારતનો સ્કોર 100 ને પાર

    ભારતનો સ્કોર 100 ને પાર, નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહની ફાટકાબાજી શરૂ

  • 09 Oct 2024 07:34 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    ભારતનો સ્કોર 50 ને પાર, નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહ ક્રિઝ પર હાજર

  • 09 Oct 2024 07:27 PM (IST)

    સૂર્યા સસ્તામાં આઉટ

    ભારતને ત્રીજો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ

  • 09 Oct 2024 07:15 PM (IST)

    ભારતને બીજો ઝટકો

    ભારતને બીજો ઝટકો, અભિષેક શર્મા માત્ર 15 રન બનાવી થયો આઉટ

  • 09 Oct 2024 07:11 PM (IST)

    સંજુ સસ્તામાં આઉટ

    ભારતને પહેલો ઝટકો, સંજુ સેમસન સસ્તામાં આઉટ

  • 09 Oct 2024 07:08 PM (IST)

    ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર નહીં

    ભારતે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ બાંગ્લાદેશે ડાબા હાથના ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામની જગ્યાએ તન્ઝીમ હસન શાકિબની પસંદગી કરી છે.

  • 09 Oct 2024 07:07 PM (IST)

    ભારત પ્લેઈંગ 11

    અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મયંક યાદવ, અર્શદીપ સિંહ.

  • 09 Oct 2024 07:06 PM (IST)

    બાંગ્લાદેશ પ્લેઈંગ 11

    લિટન દાસ (વિકેટકીપર), પરવેઝ હુસેન ઈમોન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, મેહીદ હસન મિરાજ, ઝાકિર અલી, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, મુસ્તાફિઝુર રહેમાન.

  • 09 Oct 2024 06:39 PM (IST)

    ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે

    બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે આ વખતે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરશે અને પછી સ્કોરનો બચાવ કરશે.

  • 09 Oct 2024 06:37 PM (IST)

    બાંગ્લાદેશે જીત્યો ટોસ

    દિલ્હીમાં બાંગ્લાદેશે જીત્યો ટોસ, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ

Published On - Oct 09,2024 6:35 PM

Follow Us:
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">