AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS, 3rd ODI : રાજકોટમાં ટીમ ઈન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 9:56 PM
Share

India vs Australia, Rajkot ODI: મોહાલી અને ઈન્દોરમાં જીત બાદ ભારતને રાજકોટમાં વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત ઓસ્ટ્રેલિયાને વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાથી ચૂકી ગયું હતું. હવે બંને ટીમો વર્લ્ડ કપમાં ટકરાશે.

IND vs AUS, 3rd ODI : રાજકોટમાં ટીમ ઈન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝની અંતિમ મેચ રાજકોટમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 66 રને હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની વનડે સીરિઝ 2-1થી જીતી હતી. હવે બંને ટીમોનો સામનો વર્લ્ડ કપમાં થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Sep 2023 09:39 PM (IST)

    IND vs AUS live score : સિરાજ આઉટ

    IND vs AUS live score : ભારતે અંતિમ વિકેટ મોહમ્મદ સિરાજની ગુમાવી હતી. આ સાથે જ ભારત આ મેચ હારી ગયું હતું. રાજકોટમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વનડે મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. છતાં ભારતે વનડે સીરિઝ 2-1થી જીતી હતી.

  • 27 Sep 2023 09:31 PM (IST)

    India vs Australia match live score : જાડેજા 35 રન બનાવી આઉટ

    India vs Australia match live score : જાડેજા 35 રન બનાવી આઉટ થયો હતો. જાડેજાએ કેટલાક સારા શોર્ટ રમ્યા હતા. રાજકોટમાં હોમ ગ્રાઉન્ડ પર જાડેજાએ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.

  • 27 Sep 2023 09:19 PM (IST)

    India vs Australia live score : બુમરાહ આઉટ

    India vs Australia live score : જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે અંતિમ મેચમાં લાંબુ ટકી  શક્યો નહીં અને માત્ર 5 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારતને આઠમો ઝટકો લાગ્યો હતો.

  • 27 Sep 2023 09:07 PM (IST)

    IND vs AUS cricket live score : કુલદીપ 2 રન બનાવી આઉટ

    IND vs AUS cricket live score : ટીમ ઈન્ડિયાની વીકતો પાડવાનો સિલસિલો યથવાત છે. કુલદીપ યાદવ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. હેઝલવૂડે કુલદીપને આઉટ કર્યો હતો.

  • 27 Sep 2023 08:48 PM (IST)

    IND vs AUS live score : શ્રેયસ અય્યર આઉટ

    IND vs AUS live score : સૂર્યકુમાર બાદ શ્રેયસ અય્યર પણ જલ્દી આઉટ થઈ ગયો હતો. શ્રેયસ બે રન માટે અર્ધ સદી ચૂકી ગયો હતો અને 48 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલે શ્રેયસને આઉટ કર્યો હતો. મેક્સવેલે ચોથી વિકેટ ઝડપી હતી.

  • 27 Sep 2023 08:42 PM (IST)

    India vs Australia cricket live score : સૂર્યકુમાર યાદવ આઉટ

    India vs Australia cricket live score : કેએલ રાહુલના આઉટ થયા બાદ બેટિંગ માટે આવેલ સૂર્યકુમાર યાદવ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહીં અને માત્ર આઠ રન બનાવી આઉટ થઈ ગયો હતો. હેઝલવુડે સૂર્યાને કેચ આઉટ કર્યો હતો.

  • 27 Sep 2023 08:33 PM (IST)

    India vs Australia match live score : કેએલ રાહુલ આઉટ

    India vs Australia match live score : વિરાટ અને રોહિતના આઉટ થયા બાદ શ્રેયસ અને રાહુલે સારી બેટિંગ કરી હતી અને બંને વચ્ચે 52 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ લાંબો શોર્ટ રમવાના ચક્કરમાં કેએલ રાહુલ કેચ આઉટ થયો હતો. સ્ટાર્કે રાહુલને કેચ આઉટ કર્યો હતો.

  • 27 Sep 2023 07:51 PM (IST)

    IND vs AUS cricket live score : કોહલી આઉટ

    IND vs AUS cricket live score : ફિફ્ટી ફટકાર્યા બાદ કોહલી આઉટ થઈ ગયો હતો. ગ્લેન મેક્સવેલે કોહલીને આઉટ કર્યો હતો. મેક્સવેલે સતત ત્રીજી વિકેટ લીધી હતી. કોહલી 61 બોલમાં 56 રન બનાવ્યા હતા.

  • 27 Sep 2023 07:48 PM (IST)

    IND vs AUS live score : કોહલીની ફિફ્ટી

    IND vs AUS live score : કેપ્ટન રોહિત શર્મા બાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ઓસ્ટ્રેલિયા સામે ફિફ્ટી ફટકારી હતી. કોહલી અને શ્રેયસ અય્યર હાલ બેટિંગ કરી રહ્યા છે.

  • 27 Sep 2023 07:29 PM (IST)

    IND vs AUS cricket live score : રોહિત શર્મા આઉટ

    IND vs AUS cricket live score : ખૂબ જ સારી બેટિંગ કરી રહેલ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 81 રન બનાવી આઉટ થઈ ગયો હતો, રોહિત 19 રન માટે સદી ચૂક્યો હતો. મેક્સવેલે રોહિતને આઉટ કર્યો હતો.

  • 27 Sep 2023 07:17 PM (IST)

    IND vs AUS live score : રોહિત-વિરાટની મક્કમ બેટિંગ

    IND vs AUS live score : પહેલી વિકેટ ગુમાવ્યા બાદ ભારતે એકંદરે મક્કમ બેટિંગ શરૂ કરી હતી. રોહિતે પણ આક્રમક બેટિંગને થોડી ધીમી કરી હતી અને વિરાટ સાથે પાર્ટનરશિપ બનાવવાની શરૂઆત કરી હતી.

  • 27 Sep 2023 06:44 PM (IST)

    India vs Australia cricket live score : વોશિંગ્ટન સુંદર આઉટ

    India vs Australia cricket live score : વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વનડે મેચમાં રોહિત સાથે ઓપનિંગ કરી હતી અને 18 રન બનાવી આઉટ થયો હતો. સુંદરે રોહિત સાથે 74 રનની ભાગીદારી કરી હતી. બંનેએ ભારતને સારી શરૂઆત અપાવી હતી.

  • 27 Sep 2023 06:35 PM (IST)

    India vs Australia match live score : રોહિતની ફિફ્ટી

    India vs Australia match live score : 353 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને વોશિંગ્ટન સુંદરે સારી શરૂઆત અપાવી હતી. રોહિતે આક્રમક બેટિંગ કરી હતી જ્યારે સુંદરે ધીરજથી બેટિંગ કરી હતી. રોહિતે દમદાર ફોર અને સિક્સર ફટકારી પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. રોહિતે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે 31 બોલમાં દમદાર ફિફ્ટી ફટકારી હતી.

  • 27 Sep 2023 06:05 PM (IST)

    India vs Australia live score : રોહિતે શરૂ કરી ફટકાબાજી

    India vs Australia live score : હેઝલવુડની એક ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ ફટાકબાજી શરૂ કરી હતી, રોહિતે એક ફોર અને એક દમદાર સિક્સર ફટકારી હતી.

  • 27 Sep 2023 05:54 PM (IST)

    IND vs AUS cricket live score : રોહિત સાથે સુંદરે ઓપન કર્યું

    IND vs AUS cricket live score : 353 રનના ટાર્ગેટનો પીછો કરવા કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં વોશિંગ્ટન સુંદર આવ્યો હતો, રોહિત શર્માએ પહેલી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કની બોલિંગમાં જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી.

  • 27 Sep 2023 05:23 PM (IST)

    IND vs AUS live score : ઓસ્ટ્રેલિયા 352/7 (50)

    IND vs AUS live score : રાજકોટ વનડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતાં 352 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શએ સૌથી વધુ 96 રન બનાવ્યા હતા.

  • 27 Sep 2023 04:56 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 :લાબુશેને 43 બોલમાં અડધી સદી ફટકારી

    લાબુશેને 43 બોલમાં અડધી સદી ફટકારી છે. પેટ કમિન્સ 12 બોલમાં 9 રન બનાવી રમી રહ્યો છે.

  • 27 Sep 2023 04:51 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 :લાબુશેન ચોગ્ગો ફટકાર્યો

    45મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 8 રન આવ્યા છે. સ્કોર 317/6 છે.

  • 27 Sep 2023 04:47 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300ને પાર

    44 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર છ વિકેટે 309 રન છે. લાબુશેન 40 બોલમાં 45 રન અને પેટ કમિન્સ 6 રન બનાવીને ક્રિઝ પર છે. કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી છે.

  • 27 Sep 2023 04:42 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી દીધી

    ઓસ્ટ્રેલિયાની ટીમે 299 રનમાં પોતાની 6 મોટી વિકેટ ગુમાવી દીધી છે. આ છઠ્ઠો ઝટકો સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવે આપ્યો હતો. તેણે કેમરૂન ગ્રીનને પોતાનો શિકાર બનાવ્યો હતો.

  • 27 Sep 2023 04:36 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : કેમેરોન ગ્રીન આઉટ

    કેમેરોન ગ્રીન પણ પેવેલિયન પરત ફર્યો છે,કેમેરોન ગ્રીન 13 બોલમાં 9 રન બનાવી આઉટ થયો છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો વિશાળ સ્કોર મુશ્કેલ લાગી રહ્યો છે

  • 27 Sep 2023 04:35 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300ને નજીક

    42ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 294 રન બનાવ્યા છે. હાલમાં માર્નસ લાબુશેન 35 બોલમાં 37 રન અને કેમેરોન ગ્રીન 12 બોલમાં 9 રન પર બેટીંગ કરી રહ્યો છે. બુમરાહે ગ્લેન મેક્સવેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે પાંચ રન બનાવી શક્યો હતો. આ પહેલા બુમરાહે કેરીને પણ આઉટ કર્યો હતો.

  • 27 Sep 2023 04:32 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ગ્લેન મેક્સવેલ ક્લીન બોલ્ડ

    જોરદાર શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 281 રનના સ્કોર પર સમેટાઈ ગઈ છે. બુમરાહે પાંચમો ઝટકો આપ્યો. તેણે ગ્લેન મેક્સવેલને ક્લીન બોલ્ડ કર્યો હતો.

  • 27 Sep 2023 04:15 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાને ચોથો ફટકો

    ઓસ્ટ્રેલિયાને 37મી ઓવરમાં 267ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. બુમરાહે એલેક્સ કેરીને કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. તે 19 બોલમાં 11 રન બનાવી શક્યો હતો. હાલમાં માર્નસ લાબુશેન અને ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર છે.

  • 27 Sep 2023 04:14 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 :ઓસ્ટ્રેલિયાનો સ્કોર 267/ 3

    ઓસ્ટ્રેલિયાએ 37 ઓવરમાં 267/ 3નો સ્કોર બનાવ્યો છે.

  • 27 Sep 2023 03:46 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો

    ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. સિરાજે ત્રીજી સફળતા અપાવી, સ્ટીવ સ્મિથ એલબીડબલ્યુ આઉટ ,સ્ટીવ સ્મિથ 61 બોલમાં 74 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

  • 27 Sep 2023 03:44 PM (IST)

    India vs Australia Match Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 238/2

    31 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 238 રન બનાવી લીધા છે.

  • 27 Sep 2023 03:36 PM (IST)

    India vs Australia Match Live Score : માર્નસ લાબુશેન ક્રિઝ પર આવ્યો

    ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો 28મી ઓવરમાં 215ના સ્કોર પર લાગ્યો હતો. કુલદીપ યાદવે મિશેલ માર્શને પ્રસિદ્ધ કૃષ્ણના હાથે કેચ કરાવ્યો હતો. તે ચાર રનથી સદી ચૂકી ગયો હતો. માર્શે 84 બોલમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. હાલમાં સ્ટીવ સ્મિથ 63 રન બનાવીને ક્રીઝ પર છે. માર્નસ લાબુશેન તેને સપોર્ટ આપવા આવ્યા છે.

  • 27 Sep 2023 03:33 PM (IST)

    India vs Australia Match Live Score :ઓસ્ટ્રેલિયાને 215 પર બીજો ફટકો

    કુલદીપ યાદવે મિચેલ માર્શ (96)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી છે.માર્શ ચાર રનથી સદી ચૂકી ગયો કુલદીપને વિકેટ મળી છે.

  • 27 Sep 2023 03:22 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી

    ઓસ્ટ્રેલિયાએ 26 ઓવરમાં 196/1નો સ્કોર બનાવ્યો છે. માર્શ 84 અને સ્મિથ 54 રને રમી રહ્યા છે.

  • 27 Sep 2023 03:12 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 181 / 1

    ઓસ્ટ્રેલિયાએ 24 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 181 રન બનાવી લીધા છે. હાલમાં મિચેલ માર્શ 69 બોલમાં 77 રન અને સ્ટીવ સ્મિથ 41 બોલમાં 47 રન સાથે રમી રહ્યો છે. જસપ્રિત બુમરાહે તેની એક ઓવરમાં 25 રન આપ્યા છે

  • 27 Sep 2023 03:00 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : સ્ટીવ સ્મિથ જાડેજાના બોલ પર સિક્સ ફટકારી

    સ્ટીવ સ્મિથે 22મી ઓવરના જાડેજાના પહેલા જ બોલ પર સિક્સ ફટકારી હતી,

  • 27 Sep 2023 02:59 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 148/1

    ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં 148/1 રન બનાવ્યા છે. સ્મિથ 37 રને અને માર્શ 54 રને રમી રહ્યા છે.

  • 27 Sep 2023 02:50 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ભારતીય બોલરો વિકેટની શોધમાં

    ઓસ્ટ્રેલિયાએ 18 ઓવરમાં 136/1 રન બનાવ્યા છે. મિચેલ માર્શ 50 રન અને સ્ટીવ સ્મિથ 30 રન સાથે રમી રહ્યા છે.

  • 27 Sep 2023 02:44 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : માર્શ અડધી સદી ફટકારી

    ઓસ્ટ્રેલિયાએ 16 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 131રન બનાવી લીધા છે. હાલમાં મિચેલ માર્શ 45 બોલમાં 50 રન અને સ્ટીવ સ્મિથ 23 બોલમાં 25 રન સાથે રમી રહ્યો છે. વોર્નર 56 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો.

  • 27 Sep 2023 02:41 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : મિશેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 16 ઓવર બાદ 1 વિકેટના નુકસાન પર 128 ,મિશેલ માર્શે 16મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 27 Sep 2023 02:35 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાની મજબૂત બેટિંગ, સ્કોર 100ને પાર, ભારતને વિકેટની જરૂર છે

    મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથ વચ્ચે શાનદાર ભાગીદારી છે, બંને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા છે. 15 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 120 રન છે.

  • 27 Sep 2023 02:28 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100ને પાર

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 104/1 રન બનાવ્યા છે. મિચેલ માર્શ 33 રન અને સ્ટીવ સ્મિથ 15 રન પર રમી રહ્યા છે.

  • 27 Sep 2023 02:25 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : સ્ટીવ સ્મિથે ચોગ્ગો ફટકાર્યો

    સ્ટીવ સ્મિથે12મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો 12 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 104/1

  • 27 Sep 2023 02:23 PM (IST)

    India vs Australia Match Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 97 રન

    નવમી ઓવરના પહેલા બોલ પર ડેવિડ વોર્નર આઉટ થયો અને ઓસ્ટ્રેલિયાને 78 રનના સ્કોર પર પહેલો ફટકો પડ્યો. વોર્નરે માર્શ સાથે મળીને માત્ર 49 બોલમાં 78 રનની તોફાની ભાગીદારી કરી હતી. કૃષ્ણાએ વોર્નરને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. આ સિરીઝમાં તેની સતત ત્રીજી અડધી સદી અને તેની ODI કારકિર્દીની 31મી અડધી સદી હતી. વોર્નરે 34 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. હાલમાં સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શ ક્રિઝ પર છે. નવ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 84 રન છે.

  • 27 Sep 2023 02:22 PM (IST)

    India vs Australia Match Live Score : સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શ ક્રિઝ પર

    આ સિરીઝમાં તેની સતત ત્રીજી અડધી સદી અને તેની ODI કારકિર્દીની 31મી અડધી સદી હતી. વોર્નરે 34 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. હાલમાં સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શ ક્રિઝ પર છે.

  • 27 Sep 2023 02:13 PM (IST)

    India vs Australia Match Live Score : ઓસ્ટ્રેલિયાનો પહેલો ઝટકો

    પ્રસિદ્ધ કૃષ્ણાએ વોર્નરને (56) આઉટ કરતાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ લીધો હતો. વોર્નર ખૂબ જ ખતરનાક બેટિંગ કરી રહ્યો હતો.

  • 27 Sep 2023 02:06 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો

    ડેવિડ વોર્નરે 8મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 27 Sep 2023 02:05 PM (IST)

    India vs Australia Match Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65/0 (7 ઓવર)

    ઓસ્ટ્રેલિયાએ ભારત સામે મજબૂત શરૂઆત કરી છે, તેણે અત્યાર સુધી 7 ઓવરમાં 65 રન બનાવ્યા છે.

  • 27 Sep 2023 01:58 PM (IST)

    India vs Australia Match Live Score : ઓસ્ટ્રેલિયાની ઝડપી શરૂઆત

    5 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 46 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર 21 બોલમાં 24 રન અને મિચેલ માર્શ 15 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. સિરાજ ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને આ ઓવરમાં વોર્નરે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી.

  • 27 Sep 2023 01:52 PM (IST)

    India vs Australia 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાની તાબડતોડ શરુઆત

    ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી છે. 5 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 44 રન બનાવ્યા છે.

  • 27 Sep 2023 01:47 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ડેવિડ વોર્નરે સિક્સ ફટકારી

  • 27 Sep 2023 01:45 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો

    ચોથી ઓવરના મોહમ્મદ સિરાજના પહેલા બોલ પર ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો

  • 27 Sep 2023 01:43 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : 3 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 21/0

  • 27 Sep 2023 01:41 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : મિશેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો

    મિશેલ માર્શ ત્રીજી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને ત્યારબાદ ચોથા બોલ પર સિક્સ ફટકારી પાંચમાં બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 27 Sep 2023 01:40 PM (IST)

    Gujarat News Live : NIAની કાર્યવાહીથી ISI બેકફૂટ પર, 15 ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓ-ગેંગસ્ટર ભૂગર્ભમાં

    ઈસ્લામાબાદ અને ઈરાન સાથેની પાકિસ્તાનની સરહદ નજીક સેનાના સેફ હાઉસમાં ખાલિસ્તાન તરફી આતંકવાદીઓને ભૂગર્ભમાં રાખવામાં આવ્યા છે. જે 15 આતંકવાદીઓને ભૂગર્ભમાં લેવામાં આવ્યા છે તેમાં બબ્બર ખાલસા, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ સહિત અનેક સંગઠનોના આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સામેલ છે.

  • 27 Sep 2023 01:39 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7/0

    ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નર ક્રિઝ પર છે. 2 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 રન છે.

  • 27 Sep 2023 01:36 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો

    1 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5/0

  • 27 Sep 2023 01:31 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : મેચ શરુ

    ઓસ્ટ્રેલિયાના ખેલાડી વોર્નર અને માર્શ ક્રિઝ પર છે. પ્રથમ ઓવર જસપ્રિત બુમરાહ લઈને આવ્યો હતો.

  • 27 Sep 2023 01:28 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : બીસીસીઆઈએ આ વાત કહી

    બીસીસીઆઈએ કહ્યું છે કે ચાર સ્થાનિક ખેલાડીઓ ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને હાર્વિક દેસાઈ સમગ્ર મેચ દરમિયાન ડ્રિંક્સ અને ફિલ્ડિંગ માટે ટીમ સાથે રહેશે.

  • 27 Sep 2023 01:21 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : વિરાટ, રોહિત અને કુલદીપ યાદવની ટીમ ઈન્ડિયામાં વાપસી

    વિરાટ, રોહિત અને કુલદીપ યાદવની ટીમ ઈન્ડિયામાં વાપસી. ઇશાન કિશન બિમાર હોવાને કારણે મેચ નહીં રમે.

  • 27 Sep 2023 01:13 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : બંને ટીમો નીચે મુજબ છે

    ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, એલેક્સ કેરી , ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, તનવીર સંઘા, જોશ હેઝલવુડ.

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.

  • 27 Sep 2023 01:04 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

    આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ ફેરફારો કર્યા છે. કમિન્સ છેલ્લી મેચમાં રમ્યો ન હતો, તેણે વાપસી કરી છે. તનવીર સંઘા ભારતમાં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે. મિશેલ માર્શ પણ પરત ફર્યો છે. રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન આ મેચમાં નથી રમી રહ્યા. વોશિંગ્ટન સુંદર ટીમમાં પાછો ફર્યો છે. આ મેચમાં શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સ માટે ચીન જવા રવાના થઈ ગયા છે, તેથી તે પણ ટીમમાં નથી.

  • 27 Sep 2023 01:03 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : ચેતેશ્વર પુજારા સ્ટેડિયમ પહોંચ્યા

    ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો ચેતેશ્વર પૂજારા સ્ટેડિયમમાં હાજર છે. આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. તે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓને મળ્યો હતો.

  • 27 Sep 2023 12:55 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI :

    શું રવિચંદ્રન અશ્વિનનો આગામી મહિને રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સમાવેશ થશે? આ સવાલ અત્યારે દરેક ક્રિકેટ ફેન્સના મનમાં છે, આ પણ વાંચો : Ind Vs Aus: આર અશ્વિન અંગે આજે લેવાશે નિર્ણય, તે ટીમમાં નહીં હોય તો પણ વર્લ્ડ કપનો બનશે ભાગ !

  • 27 Sep 2023 12:50 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI :રાજકોટ વન ડે શા માટે મહત્વની છે?

    રાજકોટમાં યોજાનારી વનડે મેચ પર પણ નજર છે કારણ કે રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફરી રહ્યા છે અને આ તમામ વર્લ્ડ કપ પહેલા પોતાની છેલ્લી મેચ રમશે. જો કે, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ આ મેચ માટે ઉપલબ્ધ નથી, આવી સ્થિતિમાં કેપ્ટન માટે પ્લેઇંગ-11 પસંદ કરવી અને પછી જીતવું મુશ્કેલ બનશે.

  • 27 Sep 2023 12:45 PM (IST)

    India vs Australia Match Live Score 3rd ODI 2023 : અશ્વિનને વર્લ્ડ કપ ટીમમાં એન્ટ્રી મળી શકે તેવી અટકળો શરૂ

    ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી મુશ્કેલી ઑફ સ્પિનરની શોધની છે, વર્લ્ડ કપની ટીમમાં અત્યારે કોઈ ઑફ સ્પિનર ​​નથી. આને લઈને અનેક સવાલો ઉભા થયા અને આ દરમિયાન રવિચંદ્રન અશ્વિનનો પ્રવેશ થયો. ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ બે મેચમાં અશ્વિનનું પ્રદર્શન સારું રહ્યું હતું, આ દરમિયાન અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં અક્ષરના સ્થાને અશ્વિનને વર્લ્ડ કપ ટીમમાં એન્ટ્રી મળી શકે તેવી અટકળો શરૂ થઈ હતી. એટલે કે રાજકોટની વનડેમાં તેની પોતાની જાતને સાબિત કરવાની આર અશ્વિનની છેલ્લી તક બની શકે છે.

  • 27 Sep 2023 12:40 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં પાંચ સ્ટાર ખેલાડીઓ નહીં હોય

    વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચની પ્લેઈંગ 11ને લઈ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું. રોહિતે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં પાંચ સ્ટાર ખેલાડીઓ નહીં હોય. આ પાંચ ખેલાડીઓ છે અક્ષર પટેલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર અને શુભમન ગિલ. અક્ષર ઈજાગ્રસ્ત છે, જ્યારે અન્ય ખેલાડીઓને આરામ આપવામાં આવશે. ગુજરાતના રાજકોટમાં મેચ રમાવાની છે અને બે ગુજ્જુ ખેલાડીઓ આ મેચમાં નહીં હોય, પરંતુ વિરાટ, રોહિત, કુલદીપની સાથે બુમરાહ રાજકોટમાં રમતો જોવા મળશે.

  • 27 Sep 2023 12:30 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: મેચ થોડી જ વારમાં શરુ થશે

    આજે, 27 સપ્ટેમ્બર, બુધવારના રોજ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI સિરીઝની છેલ્લી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યાથી રમાશે.

  • 27 Sep 2023 12:30 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચશે

    ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને કોઈપણ કિંમતે ક્લીન સ્વીપ કરવા દેવાનું પસંદ કરશે નહીં. તેથી આજની મેચ ખૂબ જ શાનદાર રહેવાની છે. તમને જણાવી દઈએ કે જો ભારત આજની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 2 કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરશે. 1984થી, ટીમ ઈન્ડિયાએ ક્યારેય 2 કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કર્યું નથી.

  • 27 Sep 2023 12:25 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: ભારત સિરીઝમાં 2-0થી આગળ

    અત્યાર સુધી રમાયેલી સિરીઝની બંને મેચોમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં જબરદસ્ત પ્રભુત્વ જમાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ સાથે જ જો ભારતીય ટીમ આજની મેચ જીતી જશે તો ભારત ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ આપવામાં સફળ રહેશે.

  • 27 Sep 2023 12:20 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાઈ હતી

    સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાઈ હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ દરમિયાન ભારત માટે ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

  • 27 Sep 2023 12:15 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ શું થયું?

    રાજકોટમાં અત્યાર સુધી રમાયેલી 11 વનડેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે માત્ર 1 મેચ રમ્યું છે. મોટી વાત એ છે કે આ મેચ 37 વર્ષ પહેલા એટલે કે 1986માં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તે મેચમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ શું તે આ વખતે પણ તે જ કરી શકશે?

  • 27 Sep 2023 12:10 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: કેવો છે રાજકોટમાં ભારતનો રેકોર્ડ?

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે અહીં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શું છે? તેણે અહીં પહેલા કેટલી વનડે રમી છે અને કેટલી જીતી છે? ભારતે અત્યાર સુધીમાં કુલ 11 વનડે રમી છે, જેમાં તેણે 6 જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે.

  • 27 Sep 2023 12:04 PM (IST)

    IND vs AUS, 3rd ODI, LIVE Updates: મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે

    રાજકોટમાં ત્રીજી વનડે બુધવારે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.આ મેચ માટે બંને ટીમોના પ્લેઇંગ 11માં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

Published On - Sep 27,2023 12:04 PM

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">