AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી બહાર !

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર જીત બાદ, ભારતીય ટીમ હવે ત્રણ મેચની ODI સિરીઝ માટે તૈયાર છે. તે દરમિયાન હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો બેસ્યો છે. હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી બહાર થયો છે.

Hardik Pandya : સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી બહાર !
Hardik Pandya Ruled Out ODI Series AfghanistanImage Credit source: X
| Updated on: Jun 10, 2026 | 12:53 PM
Share

અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પગની ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે એક અઠવાડિયા લાંબી ફિટનેસ ટેસ્ટ અને પ્રેક્ટિસ બાદ તેને રમવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ઈજાને કારણે તેને ટીમમાંથી ખસી જવાની ફરજ પડી છે.

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ હવે ત્રણ મેચની ODI સિરીઝ માટે તૈયાર છે. 2027 ODI વર્લ્ડ કપની તૈયારીની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિરીઝમાં ટીમ મેનેજમેન્ટ કેટલાક નવા પ્રયોગો અજમાવતા જોઈ શકાય છે. જ્યારે કેટલાક સિનિયર ખેલાડીઓની વાપસીથી ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે.

હાર્દિકનું IPL 2026માં નિરાશાજનક પ્રદર્શન

હાર્દિક પંડ્યાએ તાજેતરમાં IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું. આ 19મી સીઝનમાં તેને કમરના દુખાવાના કારણે કેટલીક મેચો ગુમાવવી પડી હતી. હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું હતું જેના કારણે ફ્રેન્ચાઇઝી સાથે તેની કેપ્ટનશીપ અને ભવિષ્ય અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

વિરાટ કોહલી સિરીઝમાંથી બહાર યશસ્વી જયસ્વાલને મળી તક

આ સિરીઝ પહેલા ભારતીય ચાહકો માટે મોટા સમાચાર એ છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમનો ભાગ રહેશે નહીં. તેની ગેરહાજરીમાં યુવા ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિરાટ જેવા અનુભવી ખેલાડીનું સ્થાન ભરવું સરળ નહીં હોય પરંતુ જયસ્વાલ પાસે પોતાની છાપ છોડવાની મોટી તક હશે.

રોહિત શર્મા અને ગિલ કરશે ઓપનિંગ?

રોહિત શર્મા જે છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિટનેસને લઈને સમાચારમાં છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે અને સિરીઝમાં રમવા માટે તૈયાર છે. રોહિત અને શુભમન ગિલની જોડી ઇનિંગ્સ ઓપનિંગ કરતી જોવા મળી શકે છે. આક્રમક બેટિંગ અને અનુભવનથી ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી શકે છે.

શ્રેયસ અય્યર પર ખાસ ધ્યાન

શ્રેયસ અય્યર આ સિરીઝમાં ખાસ ધ્યાન પર રહેશે. નવા નેતૃત્વ હેઠળ ટીમને સફળ બનાવવાનો પડકાર તેના પર રહેશે. કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને વિકેટકીપરની જવાબદારી પણ સંભાળશે.

કુલદીપ પાસે સ્પિનની જવાબદારી રહેશે

બોલિંગ વિભાગમાં કુલદીપ યાદવ મુખ્ય સ્પિન બોલર રહેશે. તેને વોશિંગ્ટન સુંદરનો સાથ મળશે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા મુખ્ય વિકલ્પો હશે. યુવા બોલર ગુરનૂર બ્રારને પણ ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા છે.

ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન ODI શેડ્યૂલ અપડેટ

1. પહેલી ODI – તારીખ: 13 જૂન સમય: 01:30 બપોરે સ્થળ: હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા

2. બીજી ODI – તારીખ: 17 જૂન સમય: 01:30 બપોરે સ્થળ: ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ, લખનૌ

3. ત્રીજી ODI – તારીખ: 20 જૂન સમય: 01:30 બપોરે સ્થળ: એમ. એ. ચિદમ્બરમ (ચેપૌક) સ્ટેડિયમ, ચેન્નાઈ

બધી મેચોમાં ટોસ બપોરે 1 વાગ્યે થશે. જ્યારે રમત બપોરે 01:30 વાગ્યે શરૂ થશે.

બધાની નજર સિરીઝ પર છે

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય બેટિંગ કેવું પ્રદર્શન કરે છે. રોહિત-હાર્દિકનું પુનરાગમન કેટલું અસરકારક છે અને યુવા ખેલાડીઓ તેમને મળેલી તકનો લાભ લેશે કે નહીં તેના પર બધા ક્રિકેટ ચાહકોનું ધ્યાન છે. 2027ના વર્લ્ડ કપની તૈયારીઓનો પાયો મજબૂત કરવા માટે ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો, FIFA World Cup: ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમના કેપ્ટન હેરી કેનની RCBને રમૂજી ઓફર, વિરાટ કોહલી સાથેની દોસ્તી ફરી ચર્ચામાં

Follow Us
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">