AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Playing 11 vs Eng, 1st ODI: પ્રથમ વનડે જીતવા માટે આ ખેલાડીઓ પર દાવ લગાવશે રોહિત શર્મા, જાણો કેવી હશે પ્લેઈંગ ઈલેવન

India vs England, 1st ODI: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ ધ ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ ટી-20 શ્રેણી 2-1 થી જીતી લીધી છે અને હવે લક્ષ્ય 50 ઓવરના ફોર્મેટમાં પણ સારું પ્રદર્શન કરવાનું રહેશે.

India Playing 11 vs Eng, 1st ODI: પ્રથમ વનડે જીતવા માટે આ ખેલાડીઓ પર દાવ લગાવશે રોહિત શર્મા, જાણો કેવી હશે પ્લેઈંગ ઈલેવન
IND vs ENG: પ્રથમ વનડે લંડનના ઓવલ ખાતે રમાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 8:40 PM
Share

T20 શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડ (India vs England) ને હરાવ્યું. ટીમે શ્રેણી 2-1 થી જીતી લીધી અને હવે વનડે શ્રેણીનો વારો છે. ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા નો ઉદ્દેશ્ય ફરી એકવાર સારું પ્રદર્શન કરવાનો રહેશે. એ વાત સાચી છે કે ટીમ ઈન્ડિયાનું ફોકસ અત્યારે T20 વર્લ્ડ કપ (T20 World Cup) પર છે, પરંતુ ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝનું પણ ઘણું મહત્વ છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ ને ઘરઆંગણે હરાવી પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા ઈચ્છશે. હવે સવાલ એ છે કે રોહિત શર્મા (Rohit Sharma) જીતનો સિલસિલો જાળવી રાખવા માટે કઈ ટીમ મેદાનમાં ઉતરશે?

ઓપનિંગ જોડી બદલાશે

ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ODI ફોર્મેટમાં બદલાવાની તૈયારીમાં છે. શિખર ધવન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે, જે ફેબ્રુઆરી પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા જશે. તમને જણાવી દઈએ કે હવે શિખર ધવનને માત્ર ODI ટીમમાં પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેથી જ તે આટલા લાંબા સમય પછી ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાશે. ધવન પર પણ નજર રહેશે કારણ કે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે.

વિરાટ કોહલી પર રહેશે નજર

વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ હવે મોટો મુદ્દો બની ગયો છે. T20 સિરીઝની બંને મેચમાં ફ્લોપ રહેલો વિરાટ પોતાના ફેવરિટ ફોર્મેટ વડે રંગમાં પરત ફરવાનો પ્રયાસ કરશે. વિરાટ કોહલીનો ODI રેકોર્ડ અદભૂત છે અને તેનું બેટ ઈંગ્લેન્ડ સામે પણ રન ઉડાવી રહ્યું છે. આ સિવાય નજર ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર રહેશે. નોટિંગહામ T20માં સદી ફટકારનાર સૂર્યા પાસેથી વનડે શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

આ સિવાય હાર્દિક પંડ્યાની ODI ટીમમાં વાપસી થશે અને મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ પણ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળશે. અહીં જોવાનું એ રહેશે કે ટીમ શાર્દુલ ઠાકુરને તક આપે છે કે પછી પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ/શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.

છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
g clip-path="url(#clip0_868_265)">