AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England 1st ODI Match Live Streaming: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે વન ડેની ટક્કર. જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે?

Watch IND Vs ENG T20 Today Match Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારે ઓવલ ખાતે પ્રથમ વનડે મેચ રમાશે. વિરાટ કોહલીની સાથે શિખર ધવન પણ પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે.

India vs England 1st ODI Match Live Streaming: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે વન ડેની ટક્કર. જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે?
IND vs ENG: પ્રથમ વનડે લંડનના ઓવલ ખાતે રમાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 8:39 PM
Share

ભારતે ઈંગ્લેન્ડ (India vs England) સામે ટી20 શ્રેણી જીતી લીધી છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની નજર હવે વનડે શ્રેણી પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારે 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચ રમાશે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નું માનવું છે કે ટીમ ઈન્ડિયાએ પોતાનું આક્રમક વલણ જાળવી રાખવું જોઈએ. શિખર ધવન (Shikhar Dhawan) માટે પણ આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. કારણ કે તે હાલમાં માત્ર ODI ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

વિરાટ કોહલી પર રન બનાવવાનું દબાણ

ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે ઈંગ્લેન્ડ સામેની 3 મેચની T20 શ્રેણીમાં પણ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. સિરીઝમાં તેનું બેટ બિલકુલ ચાલ્યું ન હતું અને તેને ફિલ્ડિંગને લઈને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે તેના પર રન બનાવવાનું ઘણું દબાણ છે. વનડેમાં, તેની પાસે તેની ગતિ પાછી મેળવવા માટે થોડો વધુ સમય હશે. તે જ સમયે, ભૂતપૂર્વ કેપ્ટન તરીકે જોસ બટલરની આ પ્રથમ વનડે શ્રેણી છે. ઈયોન મોર્ગનની નિવૃત્તિ બાદ તેને ઈંગ્લિશ ટીમની જવાબદારી સોંપવામાં આવી હતી.

IND vs ENG: જાણો પ્રથમ ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે લંડનના ઓવલ ખાતે રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ 12 જુલાઈ મંગળવારે રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ કયા સમયે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ IST સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI મેચનું જીવંત પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર જોઈ શકાશે. હિન્દી માટે તમે તેને સોની ટેન 3 પર જોઈ શકો છો, જ્યારે તમે તેને અંગ્રેજીમાં જોવા માટે સોની સિક્સ પર જઈ શકો છો. આ આ ઉપરાંત Tv9 Gujarati પર લાઈવ અપડેટ માહિતી મેળવી શકાશે.

છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
g clip-path="url(#clip0_868_265)">