ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ થશે કે નહીં? આ તારીખે ICCની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. BCCI અને PCBના સભ્યો ICCની બેઠકમાં સામસામે આવવાના છે. આ બેઠક બાદ જ ટુર્નામેન્ટ અંગેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે અને સંભવ છે કે ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર જ યોજાય.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. ભારતીય ક્રિકેટ ટીમ પહેલા જ પડોશી દેશનો પ્રવાસ કરવાનો ઈનકાર કરી ચૂકી છે. પાકિસ્તાન પણ આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર કરાવવા માંગતું નથી, જેના કારણે ICCએ હજુ સુધી શેડ્યૂલ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. ICC ટૂંક સમયમાં બોર્ડની બેઠક યોજવા જઈ રહ્યું છે. આ પછી જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
ICCની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC 26 નવેમ્બરે ચેમ્પિયન્સ ટ્રોફી પર ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ એક વર્ચ્યુઅલ મીટિંગ હશે, જેમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સહિત બોર્ડના તમામ સભ્યો સામેલ થશે. આ બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ, ફોર્મેટ, ગ્રુપ સ્ટેજ ફિક્સર અને ભારત-પાકિસ્તાન મેચ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ જ નક્કી થશે કે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમાશે કે નહીં. જો તે હાઈબ્રિડ મોડલ પર રમાશે તો પાકિસ્તાન ભાગ લેશે કે નહીં?
હાઈબ્રિડ મોડલનો મુદ્દો
અગાઉ એવા અહેવાલ હતા કે ICC અધિકારીઓ બેક-ચેનલ વાટાઘાટો દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આગામી વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલ તરફ કામ કરવા વિનંતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે ICCના અધિકારીઓ PCBને આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર આયોજિત કરવા માટે સહમત કરવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય ICC એ પણ સમજાવી રહ્યું છે કે ટૂર્નામેન્ટ માટે હાઈબ્રિડ મોડલ શા માટે શ્રેષ્ઠ છે અને શા માટે ICC ટૂર્નામેન્ટ ભારતીય ક્રિકેટ ટીમ વિના યોજી શકાતી નથી. આવી સ્થિતિમાં આ બેઠકમાં પણ હાઈબ્રિડ મોડલનો મુદ્દો PCB સમક્ષ મુકવામાં આવી શકે છે.
ભારતની મેચ લાહોરમાં યોજવાનો પ્રસ્તાવ
આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેના માટે 3 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. PCBએ થોડા મહિના પહેલા તેનું ડ્રાફ્ટ શેડ્યૂલ જાહેર કર્યું હતું જેમાં ટીમ ઈન્ડિયાની તમામ મેચો લાહોરમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ હતો. આવી સ્થિતિમાં, જો ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર યોજાય છે, તો શેડ્યૂલમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાની તમામ મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે. આ સિવાય સેમીફાઈનલ અને ફાઈનલ મેચ પણ પાકિસ્તાનની બહાર રમાઈ શકે છે.
આ પણ વાંચો: IND vs AUS day 1 Highlights: 18 બેટ્સમેન 0 પર આઉટ, રિષભ પંતે 661 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો