IND vs WI 4th Day: અંતિમ દિવસે થશે વિજેતાનો નિર્ણય, વેસ્ટ ઈન્ડિઝે આપી જોરદાર ટક્કર પણ ભારતીય ટીમ જીતની નજીક
India vs West Indies 2nd Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટના ચોથા દિવસે રોમાંચક રમત જોવા મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઈનિંગમાં ઓલઆઉટ થઈ હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 181 રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝને 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
Port of Spain : વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સતત 9મી ટેસ્ટ સિરીઝ જીતવા માટે ભારતીય ક્રિકેટ ટીમ (Team India) તૈયાર છે. સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ બીજી ટેસ્ટ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવવાથી માત્ર 8 વિકેટ દૂર છે.ચોથા દિવસે ભારતીય ટીમે જીત માટે વેસ્ટ ઈન્ડિઝને 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દિવસની રમત સમાપ્ત થવા સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા.
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વરસાદને કારણે ઘણો સમય ખરાબ થયો હતો. ચોથા દિવસે પણ વરસાદે ઘણો સમય બગાડયો હતો. તેથી જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ઓલઆઉટ કરી પોતાની ઈનિંગ જાહેર કરીને સામેની ટીમને વધુ ને વધુ વિકેટ લેવાનો પ્રયત્ન કર્યો. જેમાં ભારતીય ટીમને સફળતા પણ મળી.
આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
55 મિનિટમાં 5 વિકેટ
Just reminding you all of this match too, where Siraj has taken a 5-fer. 👏
India lead by 183 going into the 2nd innings! #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/xNk2ZAdWrV
— FanCode (@FanCode) July 23, 2023
ત્રીજા દિવસના વરસાદને કારણે ચોથા દિવસની રમત જલ્દી શરુ થઈ હતી. ભારતીય ટીમે તક ઝડપીને 55 મિનિટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઓલઆઉટ કરી હતી. પહેલી 2 ઓવરમાં મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજને સફળતા મળી હતી. આ ઈનિંગમાં મોહમ્મદ સિરાજે કુલ 5 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે સૌથી ઝડપી 100 રન બનાવ્યા
Under the Caribbean sun…☀️#RohitSharma is smashing sixes for fun 😍#WIvIND #SabJawaabMilenge #JioCinema #TeamIndia pic.twitter.com/wN1MHtTeEt
— JioCinema (@JioCinema) July 23, 2023
વેસ્ટ ઈન્ડિઝની ટીમને 255 રન પર ઓલઆઉટ કરીને ભારતીય ટીમે 183 રનની લીડ મેળવી લીધી હતી. બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ તાબડતોડ બેટિંગ કરી. જેને કારણે ભારતીય ટીમે 12.2 ઓવરમાં 100 રન પૂરા કર્યા, જેને કારણે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બન્યો છે. રોહિત શર્માએ માત્ર 35 બોલમાં ફિફટી પૂરી કરી હતી. યશસ્વી જયસ્વાલ 38 રન અને રોહિત શર્મા 57 રન બનાવી આઉટ થયા હતા.
આ પણ વાંચો : IND vs WI Test 3rd Day: વરસાદ અને નિર્જીવ પીચ બની આફત, ભારતીય બોલરોએ વિકેટ મેળવવા કરવો પડ્યો સંઘર્ષ, જુઓ Video
That’s a smashing way to bring your maiden Test 50*@ishankishan51
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/WIFaqpoGiD
— FanCode (@FanCode) July 23, 2023
2 વાર વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. ઈશાન કિશન અને શુભમન ગિલે સાથે મળીને 24 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 181 રન પહોંચાડ્યો હતો. ઈશાન કિશને 33 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારી હતી. 181 રન પર બીજી ઈનિંગ જાહેર કરીને વેસ્ટ ઈન્ડિઝની ટીમને 352 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 289 રનની અને ભારતીય ટીમને જીત માટે 8 વિકેટની જરુર છે.