IND vs WI: આંખોમાં આંસુ, ગળે લગાડીને કર્યું ચુંબન, વેસ્ટ ઈન્ડિઝમાં વિરાટ કોહલીને મળ્યો માતાનો પ્રેમ, જુઓ Video
વિરાટ કોહલી તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે જેમાં તેણે શાનદાર સદી ફટકારી છે અને આ દરમિયાન કોહલીને તેની ખાસ ફેન મળી હતી, જેણે વિરાટને ગળે લગાવી ચુંબન કરી તેના પર પ્રેમ વરસાવ્યો હતો.
વિરાટ કોહલી (Virat Kohli)ના ચાહકો વિશ્વમાં દરેક જગ્યાએ છે. તે જ્યાં પણ જાય છે તેના ચાહકો હાજર હોય છે. વિરાટ કોહલી જ્યારે વિદેશ પ્રવાસ પર હોય ત્યારે પણ સ્થિતિ એવી જ છે. વિરાટ અત્યારે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) માં છે અને ટેસ્ટ મેચ રમી રહ્યો છે. વિરાટને વેસ્ટ ઈન્ડિઝમાં માતાનો પ્રેમ મળ્યો છે. વિરાટની એક ફેન તેને મળવા આવી અને વિરાટને ગળે લગાવ્યો. તેની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. આ ફેન બીજું કોઈ નહીં પણ વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર જોશુઆ ડી સિલ્વાની માતા છે.
500મી મેચમાં વિરાટની સદી
હાલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ વિરાટ કોહલીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ છે જેમાં તેણે સદી ફટકારી હતી અને તે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
Virat Kohli with Joshua De Silva’s mother.
What a beautiful picture! pic.twitter.com/5QkdmmoOGK
— CricketMAN2 (@ImTanujSingh) July 22, 2023
માતાનું આલિંગન
ભારતના પત્રકાર વિમલ કુમાર હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં છે અને તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં વિરાટ ટીમ ઈન્ડિયાની બસમાંથી ઉતરીને ડી સિલ્વાની માતાને મળે છે. કોહલીને મળતાની સાથે જ તે તેને ગળે લગાવે છે અને પછી તેને ગાલ પર ચુંબન કરે છે. પછી તેણી વિરાટ સાથે વાત કરે છે. આ પછી, તે ત્યાં ઉભેલા એક વ્યક્તિને ફોટો લેવા માટે કહે છે અને ભાવુક થઈ જાય છે. ડી સિલ્વાની માતા વિરાટને મળવાને તેનું સ્વભાગ્ય ગણાવે છે.
આ પણ વાંચો : IND vs BAN: ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ODI સિરીઝ માત્ર એક રનથી જીતવાથી ચૂક્યું
The moment Joshua Da Silva’s mother met Virat Kohli. She hugged and kissed Virat and got emotional. (Vimal Kumar YT).
– A beautiful moment! pic.twitter.com/Rn011L1ZXc
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
મેચ પહેલા સિલ્વાએ વિરાટને કહી હતી વાત
ડી સિલ્વાએ મેચના પહેલા જ દિવસે કહ્યું હતું કે તેની માતા વિરાટ કોહલીની મોટી ફેન છે અને તે મેચ જોવા આવી રહી છે. વિરાટે આ મેચમાં સદી ફટકારી હતી. તેણે 206 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સના આધારે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 438 રન બનાવ્યા છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે.