Asia Cup 2025: IND vs UAE મેચ કેટલા વાગ્યે શરૂ થશે, તમે ક્યારે અને ક્યાં જોઈ શકશો Live Streaming
એશિયા કપ 2025માં ભારતીય ટીમ અને UAE વચ્ચે ગ્રુપએની પહેલી મેચ રમાશે. બંન્ન્ ટીમ T20I બીજી વખત આમને-સામને થશે.IND vs UAEની મેચ ટીવી પર સીધું પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.

ભલે એશિયા કપ 2025 આજે 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ એક દિવસ પછી સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ ગ્રુપ-A ની પણ પહેલી મેચ હશે. ભારતીય ટીમને તેના પ્રદર્શનથી પહેલાથી જ ટુર્નામેન્ટમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે,બીજી બાજુ યુએઈના ખેલાડીઓ જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. બંન્ને ટીમની નજર ટૂર્નામેન્ટમાં જીત સાથે શરુ કરવા માંગશે. ચાહકો માટે મોટો સવાલ એ છે કે, આ મેચ ક્યારે શરુ થશે અને ક્યાં આ લાઈવ મેચ જોઈ શકાશે.
કેટલા વાગ્યે મેચ શરુ થશે?
ભારત અને યુએઈ વચ્ચે આ મેચ બુધવાર 10 સપ્ટેમ્બરના રોજ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 8 કલાકે શરુ થશે. ટોસ મેચ શરુ થયાના અડધા કલાક પહેલા એટલે કે, સાંજે 7:30 કલાકે થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા માટે ઉપસ્થિત રહેશે.
Asia Cup 2025 Full Schedule: Sep 9-28, India-Pakistan Clash, UAE Hosts T20 Showdown | TV9Gujarati#AsiaCup2025 #IndiaVsPakistan #T20Cricket #UAE2025 #CricketSchedule #IndiaCricket #PakistanCricket #SuryakumarYadav #DubaiCricket #TV9Gujarati pic.twitter.com/DgqWRqaJoT
— Tv9 Gujarati (@tv9gujarati) September 8, 2025
તમે લાઈવ મેચ ક્યાં જોઈ શકો છો?
IND vs UAEની મેચ ટીવી પર સીધું પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે. ચાહકો હિન્દી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોમેન્ટ્રીની મજા લઈ શકશે. વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ, અજય જાડેજા, વિવેક રાજદાન, અભિષેક નાયર, સબા કરીમ, ગૌરવ કપૂર, આતિશ ઠુકરાલ અને સમીર કોચર હિન્દી કોમેન્ટ્રી પેનલનો ભાગ છે. એશિયા કપની કોમેન્ટ્રી તમિલ અને તેલુગુ ભાષામાં પણ ઉપલબ્ધ હશે.
ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ
ક્રિકેટ ચાહકો સોની લિવ એપ અને વેબસાઇટ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે.
એશિયા કપ માટે ભારતીય સ્કવોડ : સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ,સંજુ સેમસન,અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા,શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ,જિતેશ શર્મા,હર્ષિત રાણા,અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી,જસપ્રીત બુમરાહ
