IND vs SL: ભારત સામે શ્રીલંકાએ 147 રનનુ ટાર્ગેટ રાખ્યુ, દાશુન શનાકાની ફીફટી,અવેશ ખાનની 2 વિકેટ

ભારતે પ્રથમ બંને મેચને જીતી લઇને ટ્રોફી પહેલાથી જ પોતાના નામે કરી લીધી છે. રવિવારે ધર્મશાળામાં શ્રેણીની અંતિમ મેચ રમાઇ રહી છે.

IND vs SL: ભારત સામે શ્રીલંકાએ 147 રનનુ ટાર્ગેટ રાખ્યુ, દાશુન શનાકાની ફીફટી,અવેશ ખાનની 2 વિકેટ
Dashun Shanaka એ આક્રમક રમત રમી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:54 PM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે T20 સિરીઝ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતે પ્રથમ બંને મેચને જીતી લઇને ટ્રોફી પહેલાથી જ પોતાના નામે કરી લીધી છે. રવિવારે ધર્મશાળામાં શ્રેણીની અંતિમ મેચ રમાઇ રહી છે. શ્રીલંકન કેપ્ટન દાશુન શનાકા (Dasun Shanaka) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત આજની મેચ જીતીને સિરીઝમાં શ્રીલંકાને ક્લીન સ્વિપ કરવાનો ઇરાદો રાખી રહ્યુ છે. કેપ્ટન દાશુન શનાકા (Dashun Shanaka) ની આક્રમક અર્ધશતકીય ઇનીંગને લઇ સ્કોર 146 રન પર પહોંચ્યો હતો.

ભારતીય બોલરોએ સારી શરુઆત કરી હતી. પ્રથમ ઓવર લઇને આવેલા મોહમ્મદ સિરાજે દાનુષ્કા ગુણતિલાકાને શૂન્ય પર જ પેવેલિયન પરત મોકલ્યો હતો. દાનુષ્કાને સિરાજે બોલ્ડ કર્યો હતો. આ સમયે શ્રીલંકાનો સ્કોર 1 રન હતો. આમ પ્રથમ ઓવરમાં જ વિકેટ મેળવીને હરીફ ટીમ પર દબાણ સર્જી દીધુ હતુ. જ્યારે અવેશ ખાને બીજી ઓવર લઇને આવતા તેમે પણ ઓપનર પથુમ નિશંકાની વિકેટ ઝડપી હતી. આમ શ્રીલંકાએ 5 રનના સ્કોર પર જ તેના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

અવેશ ખાને ભારતને ત્રીજી સફળતા પણ ઝડપથી અપાવી હતી. ચોથી ઓવરના અંતિમ બોલ પર તેણે ચરિથ અસલંકાની વિકેટ ઝડપી હતી. આમ 11 રનના સ્કોર પર જ શ્રીલંકાએ 3 મહત્વની વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં મુકાઇ ગયુ હતુ. પરંતુ બાદમાં શ્રીલંકન કેપ્ટન દાશુન શનરાએ ઇનીંગને સંભાળી લીધી હતી. તેણે લડત આપતા 38 બોલમાં 74 રનની અણનમ ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેને દિનેશ ચાંદિમલે 25 રનના યોગદાન સાથે સાથ આપ્યો હતો. જ્યારે ચામિકા કરુણારત્ને અણનમ 12 રનના યોગદાન વડે અંત સુધી સાથ પુર્યો હતો. આમ એક સમયે ઝડપથી વિકેટ ગુમાવનાર શ્રીલંકન ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો હતો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જાડેજા અને અય્યરને આજે ના અજમાવ્યા, અવેશ ઝળક્યો

આજે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા અને વેંકટેશ અય્યરને બોલ હાથમાં આપ્યો નહોતો. જેની સામે હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ અને અવેશ ખાનનો પુરો ઉપયોગ કર્યો હતો. બોલરો ટૂંકા મેદાનમાં શાનદાર બોલીંગ કરી હતી. શ્રીલંકાને નિયંત્રણમાં રાખવાનુ કાર્ય પાર પાડ્યુ હતુ. અવેશ ખાને તેના સ્પેલમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સિરાજ, હર્ષલ અને રવિ એ એક એક વિકેટ ઝડપી હતી. સિરાજ અને અવેશે 6 થી પણ ઓછી સરેરાશ થી રન ગુમાવ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">