IND vs SL: ટીમ ઇન્ડિયાએ કર્યા શ્રીલંકાના સુપડા સાફ, બીજી ટેસ્ટ 238 રનથી જીતી સીરિઝ કબજે કરી
IND vs SL: ટીમ ઇન્ડિયા 28 વર્ષના લાંબા ગાળા બાદ શ્રીલંકાને ટેસ્ટ સીરીઝમાં ક્લીન કરીને ઇતિહાસ રચ્યો છે.
ODI, T20 બાદ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર શરૂઆત થઈ છે. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે (Team India) પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં જ શ્રીલંકાને હરાવ્યું હતું. બેંગ્લોર ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે શ્રીલંકાને 238 રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે.
બીજી તરફ શ્રીલંકાના સુકાની દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ 447 રનના લક્ષ્યાંકને હાંસલ કરવો આ ટીમ માટે ક્યારેય શક્ય ન હતું. જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને શ્રીલંકાના સુકાની સહિત સમગ્ર ટીમના સંઘર્ષને તોડી નાખ્યો અને બીજી ઇનિંગમાં માત્ર 208 રનમાં જ આઉટ કરીને શ્રેણી જીતી લીધી. ભારતે 28 વર્ષ બાદ શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું છે.
ભારતે મેચના બીજા દિવસે જ શ્રીલંકાને મેચમાંથી બહાર ફેંકી દીધું હતું. શરૂઆતમાં, શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ માત્ર 109 રનમાં સમેટાઈ ગઈ હતી અને 144 રનની લીડ મેળવી હતી. ત્યાર બાદ આ મેચમાં રિષભ પંતના રેકોર્ડ સૌથી ઝડપી અડધી સદી અને શ્રેયસ અય્યરની બીજી અડધી સદીના આધારે ભારતે 303 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી અને શ્રીલંકાને 447 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ જોરદાર સંઘર્ષ દર્શાવ્યો હતો, પરંતુ આટલા મોટા ટાર્ગેટ સામે તે હજુ પણ અપૂરતું હતું.
! @Paytm #INDvSL pic.twitter.com/Cm6KZg7y0s
— BCCI (@BCCI) March 14, 2022
આ અહેવાલ અપડેટ કરી રહ્યા છીએ…
આ પણ વાંચો : શ્રેયસ અય્યરને શાનદાર બેટિંગ બદલ ICC તરફથી મળ્યું ખાસ ઈનામ
આ પણ વાંચો : IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે