India vs Sri Lanka 1st ODI Highlights : શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે વિજય, શિખર ધવને અણનમ 86 રનની કેપ્ટન ઇનીંગ રમી

Avnish Goswami
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:43 PM

IND vs SL First ODI Highlights : વન ડે સીરીઝમાં આગળ રહેવા માટે ટીમ કોમ્બિનેશન હોવુ બહુ જરૂરી છે. ભારતે આના માટે પૂરી તૈયારી કરી લીધી છે. ટોસ દરમિયાન ભારતના કેપ્ટન શિખર ધવને કહ્યુ કે, સૂર્યકુમાર અને ઈશાન કિશન મેચમાં ડેબ્યુ કરશે.

India vs Sri Lanka 1st ODI Highlights : શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે વિજય, શિખર ધવને અણનમ 86 રનની કેપ્ટન ઇનીંગ રમી
IND vs SL First ODI LIVE Score online india vs sri lanka one day match from r premadasa stadium Colombo

આજે રવિવારે ભારત અને શ્રીલંકા ( India vs Sri Lanka ) વચ્ચે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમાઇ રહી છે. કોલંબોમાં રમનારી વન ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં નવા ચહેરાઓ અને યુવા સામેલ છે. બેચ સ્ટ્રેન્થમાંથી તૈયાર કરેલી ટીમ આંતરરાષ્ટ્રીય કસોટી પાર પાડવા આજે મેદાને ઉતરી છે. શિખર ધવન ( Shikhar Dhawan ) કેપ્ટન તરીકે આજે ડેબ્યૂ કર્યુ હતુ. ટીમ ઇન્ડીયા ( Team India ) માં આજે અનેક મોટા ખેલાડીઓની ગેરહાજરી છે. જોકે આમ છતાં શ્રીલંકા સામે ભારતીય ટીમ ખૂબ મજબૂત મનાઇ રહી છે.

પ્રથમ વનડે મેચનો ટોસ શ્રીલંકાએ જીતી પહેલા બેટીગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય વન ડેમાં સૂર્યકુમાર અને ઈશાન કિશને ડેબ્યૂ કર્યુ હતુ. જો કે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમને, આઈપીએલ મેચ રમવાનો બહોળો અનુભવ છે. અને શ્રીલંકાની સરખામણીએ, ભારત વધુ મજબૂત જણાઈ આવે છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 Jul 2021 10:36 PM (IST)

    ધવન અને સૂર્યા એ આપ્યો ફિનીશીંગ ટચ

    ભારત તરફ થી કેપ્ટન શિખર ધવને 95 બોલમાં 86 રન બનાવીને અણનમ રમત રમી હતી. પોતાની ઇનીંગ દરમ્યાન ધવને 6 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે ફક્ત 20 બોલમાં 31 રન ફટકાર્યા હતા. આ માટે તેણે 5 ચોગ્ગા લગાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને શિખર ધવન અણનમ પેવિલિયન વિજય સાથે પરત ફર્યા હતા.

  • 18 Jul 2021 10:10 PM (IST)

    ભારતે 7 વિકેટે શ્રીલંકા સામે શાનદાર જીત મેળવી, શિખર ધવન અણનમ

    ભારતીય ટીમે શાનદાર જીત 37 ઓવરમાં જ મેળવી લીધી હતી. શાનદાર રમત રમતા 13 ઓવર પહેલા જ 263 રનના લક્ષ્યને પાર કરી લીધુ હતુ. પૃથ્વી શો એ શાનદાર શરુઆત કરાવી હતી. બાદમાં ઇશાન કિશને આક્રમક ફીફટી સાથે રમત રમી હતી. ઓપનીંગમાં આવેલા શિખર ધવને કેપ્ટન ઇનીંગ રમી હતી. ધવન 89 રને અણનમ રહ્યો હતો.

  • 18 Jul 2021 10:09 PM (IST)

    ભારતે સ્કોર બરાબર કર્યો, જીત માટે જરુરી 1 રન

  • 18 Jul 2021 10:07 PM (IST)

    36 ઓવર સમાપ્ત, ભારત 3 વિકેટે 260 રન

  • 18 Jul 2021 10:05 PM (IST)

    ભારત જીતની નજીક, જીત માટે 6 રન જરુરી

  • 18 Jul 2021 09:39 PM (IST)

    મનિષ પાંડે એ વિકેટ ગુમાવી, ભારતની 215 રને ત્રીજી વિકેટ

    મનિષ પાંડે શાનદાર રમત રમી રહ્યો હતો એ દરમ્યાન તે ધનંજ્ય ડી સિલ્વાનો શિકાર બન્યો હતો. મનિષ નો કેચ કેપ્ટન શનાકાએ ઝડપ્યો હતો. પાંડે એ 40 બોલમાં 26 રન કર્યા હતા.

  • 18 Jul 2021 09:28 PM (IST)

    ભારતે 200 રન પૂરા કર્યા

    28 ઓવરના અંતે ભારતે 200 રન 2 વિકેટે પુરા કર્યા હતા.

  • 18 Jul 2021 09:25 PM (IST)

    મનીષ પાંડે એ લગાવી સિક્સર

    શ્રીલંકન બોલર સંદકાનાની ઓવરમાં મનિષ પાંડે એ સિકસર લગાવી હતી. જેના આગળના બોલે તુરત જ ચોગ્ગો ફટકાર્યો હતો. મનિષ પાંડે એ મક્કમ રમત રમી હતી

  • 18 Jul 2021 09:21 PM (IST)

    શિખર ધવને ઇનીંગ દરમ્યાન 6 હજાર વન ડે રન પૂરા કર્યા

    શિખર ધવને 140 ઇનીંગમાં વન ડે આંતરરાષ્ટ્રીયમાં 6 હજાર રન પૂરા કર્યા છે. આ સાથે જ શિખર ધવન બીજો એવો બેટ્સમેન નોંધાયો કે, જેણે બીજા ક્રમાંકે સૌથી ઝડપી 6જાર રન પુરા કર્યા છે. વિરાટ કોહલી આ મામલે તેના થી આગળ છે. જ્યારે ત્રીજા ક્રમાંકે સૌરવ ગાંગુલી છે. શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પણ ઇનીંગ દરમ્યાન પુરા કર્યા હતા.

  • 18 Jul 2021 09:13 PM (IST)

    શિખર ધવનની ફીફટી

    શિખર ધવનેલ શ્રીલંકા સામે વન ડે મેચ દરમ્યાન કેપ્ટન તરીકે ડેબ્યૂ કર્યુ છે. ડેબ્યૂ મેચમાં ધવને કેપ્ટન ઇનીંગ રમી હતી. પૃથ્વી શો અને ઇશાન કિશન સાથે મળીને તેણે જીત તરફ રમતને આગળ વધારી હતી. અર્ધશતકીય ઇનીંગ દરમ્યાન ધવને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 18 Jul 2021 09:12 PM (IST)

    શિખર ધવને સળંગ બે ચોગ્ગા ફટકાર્યા

    શિખર ધવને ઓપનીંગમાં આવી ધીમી અને મકક્મ રમત દર્શાવી છે. કરુણારત્નેની ઓવરમાં ધવને સળંગ બે ચોગ્ગા લગાવ્યા હતા.

  • 18 Jul 2021 09:08 PM (IST)

    ભારતને જીત માટે 100 રનની જરુર, 27 ઓવર બાકી

    163 રન 2 વિકેટ ગુમાવીને 23 ઓવરના અંતે ભારતે પુરા કર્યા હતા.

  • 18 Jul 2021 09:03 PM (IST)

    21 ઓવરના અંતે ભારત 158/2

  • 18 Jul 2021 09:00 PM (IST)

    ઇશાન કિશનની ઇનીંગનો 59 રને અંત

    ઇશાન કિશને જબરદસ્ત ડેબ્યૂ ઇનીંગ રમી હતી. તેણે વન ડે કરિયરના પ્રથમ બોલ પર જ સિકસર લગાવી હતી. ઇશાન કિશને 59 રન 42 બોલમાં કર્યા હતા. આ માટે તેમે 8 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. પૃથ્વી શોની વિકેટ ગુમાવ્યા બાદ ભારતના સ્કોર બોર્ડને આગળ વધારતી શાનદાર ઇનીંગ રમી હતી.

  • 18 Jul 2021 08:41 PM (IST)

    શિખર ધવને સૌથી ઓછી ઇનીંગમાં શ્રીલંકા સામે 1 હજાર વન ડે રન પૂરા કર્યા

    શિખર ધવને શ્રીલંકા સામે વન ડે ક્રિકેટમાં સૌથી ઓછી ઇનીંગમાં 1 હજાર નોંઘાવ્યા છે. આ માટે તેણે શ્રીલંકા સામે 17 ઇનીંગ રમી હતી. તેના બાદ હાશીમ અમલાએ 18 અને સૌરવ ગાંગુલીએ 20 ઇનીંગમાં આ ઉપલબ્ધી હાંસલ કરી છે. ક્વિન્ટન ડીકોક એ આ માટે 21 ઇનીંગ રમી હતી.

  • 18 Jul 2021 08:38 PM (IST)

    ડેબ્યૂ મેચમાં ઇશાન કિશનની ધમાકેદાર ફીફટી

    ઇશાન કિશને ધમાકેદાર ફીફટી ડેબ્યૂ મેચમાં જ ફટકારી હતી. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અર્ધશતક પુરૂ કર્યુ  હતુ.

  • 18 Jul 2021 08:04 PM (IST)

    ઇશાન કિશનના સળંગ ચાર ચોગ્ગા

    ધનંજય ડી સિલ્વાની ઓવરમાં ઇશાન કિશને સળંગ ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. 8 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર 1 વિકેટે 84 રન પહોંચ્યો હતો.

  • 18 Jul 2021 08:01 PM (IST)

    7 ઓવરના અંતે ભારત 72/1

  • 18 Jul 2021 07:58 PM (IST)

    ઇશાન કિશને છગ્ગા અને ચોગ્ગા થી કરી શરુઆત

    ઇશાન કિશને તેની ડેબ્યૂ વન ડે મેચમાં મેદાને આવતા જ સિક્સર ફટકારી હતી અને તેના બીજા બોલે ચોગ્ગો લગાવ્યો હતો. આમ મેદાને ઉતરતા જ શાનદાર શરુઆત કરી હતી.

  • 18 Jul 2021 07:53 PM (IST)

    પૃથ્વી શો ના સ્વરૂપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી

    ભારતે પ્રથમ વિકેટ ગુમાવી. 58 રનના સ્કોર પર ભારતે ઓપનર પૃથ્વી શોના સ્વરૂપમાં વિકેટ ગુમાવી હતી. પૃથ્વી શોએ આક્રમક રમતની શરુઆત કરતા 24 બોલમાં 43 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 9 ચોગ્ગા લગાવ્યા હતા.

  • 18 Jul 2021 07:35 PM (IST)

    3 ઓવરના અંતે ભારત ના 31 રન

    પૃથ્વી શોએ 4 ચોગ્ગા સાથે 22 રન 12 બોલમાં કર્યા હતા. જ્યારે કેપ્ટન શિખર ધવને 7 બોલમાં 7 રન કર્યા હતા.

  • 18 Jul 2021 07:30 PM (IST)

    પૃથ્વી શો એ લગાવી બાઉન્ડરી

    પૃથ્વી શોએ ઇસુરુ ઉડાના બોલ પર બાઉન્ડરી લગાવી હતી. બીજી ઓવરના અંતિમ બોલ પર શાનદાર બાઉન્ડરી લગાવતા ભારતનો સ્કોર 2 ઓવરના અંતે 22 રન પર પહોંચ્યો હતો.

  • 18 Jul 2021 07:25 PM (IST)

    ભારતીય ઇનીગની પૃથ્વી શો અને શિખર ધવને કરી શરુઆત

    દશમંથા ચામિડાની પ્રથમ ઓવરમાં ભારતીય ટીમના ઓપનરો એ 9 રન મેળવ્યા હતા

  • 18 Jul 2021 06:49 PM (IST)

    શ્રીલંકા એ 50 ઓવરમાં ભારત સામે 9 વિકેટે 262 રનનો સ્કોર કર્યો

    અંતિમ ઓવરમાં શ્રીલંકા એ 9 મી વિકેટ અંતિમ બોલ પર ગુમાવી હતી. આ સાથે જ શ્રીલંકાએ 50 ઓવરમાં 262 રન કર્યા હતા. કરુણારત્ને એ અંતિમ ઓવરમાં સળંગ બે છગ્ગા લગાવીને સ્કોર બોર્ડને 250 ને પાર કરાવી દીધુ હતુ.

  • 18 Jul 2021 06:47 PM (IST)

    અંતિમ ઓવરમાં સળંગ બે છગ્ગા

    ભૂવનેશ્વર કુમારની ઓવરમાં સી કરુણારત્ને સળંગ બે છગ્ગા લગાવ્યા હતા. જબરદસ્ત સિક્સર લગાવીને શ્રીલંકન ટીમે 250 નો સ્કોર પાર કર્યો હતો.

  • 18 Jul 2021 06:45 PM (IST)

    શ્રીલંકા ની બેટીંગ ઇનીંગની અંતિમ 50 મી ઓવર શરુ

    ભારતીય ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર અંતિમ ઓવર લઇ ને આવ્યા હતા. ભારતીય ટીમનના બોલરોએ શ્રીલંકન બેટ્સમેનો પર હાવી રહ્યા હતા.

  • 18 Jul 2021 06:31 PM (IST)

    શ્રીલંકાની 8 વિકેટ, હાર્દિક પંડ્યા એ ઝડપી વિકેટ

    શ્રીલંકાએ ઇસુરુ ઉડાનાના રુપમાં વધુ એક વિકેટ ગુમાવી હતી. 46.5 ઓવરના અંતે શ્રીલંકા એ 8 મી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.

  • 18 Jul 2021 06:17 PM (IST)

    હાર્દિક પંડ્યા બોલીંગમાં ..

    હાર્દિક પંડ્યા તેના બીજા સ્પેલના સ્વરુપમાં તેની ત્રીજી ઓવર લઇ આવ્યો હતો. પ્રથમ સ્પેલમાં તેણે 2 ઓવર કરી હતી જેમાં તેણે 12 રન આપ્યા હતા.

  • 18 Jul 2021 06:14 PM (IST)

    શ્રીલંકાની 7 મી વિકેટ, 205 રનના સ્કોર પર ગુમાવી વિકેટ

    શ્રીલંકા એ 200 રન પૂરા કવા બાદ તુરત જ વધુ એક વિકેટ ગુમાવી હતી. યુઝવેન્દ્ર ચહલે તેની બીજી વિકેટ ના રુપમાં દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી.

  • 18 Jul 2021 05:59 PM (IST)

    શ્રીલંકાએ ગુમાવી છઠ્ઠી વિકેટ

    શ્રીલંકાના વનીન્દુ હસરંગાની વિકેટ શ્રીલંકન ટીમના 186 રનના સ્કોર પર ગુમાવી હતી. દિપક ચાહરે હસરંગાની વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે તેની બીજી વિકેટ ઝડપી હતી.

  • 18 Jul 2021 05:44 PM (IST)

    શ્રીલંકા એ પાંચમી વિકેટ ગુમાવી

    ચરીથ અસલંકા ના સ્વરુપે શ્રીલંકા એ પાંચમી વિકેટ ગુમાવી હતી. 65 બોલમાં 38 રન કરીને તે દિપક ચાહરનો શિકાર થયો હતો. આમ શ્રીલંકાનો સ્કોર 166/5 વિકેટ 37.2 ઓવરમાં થયો હતો

  • 18 Jul 2021 05:41 PM (IST)

    શ્રીલંકાના 150 રન પૂરા

    શ્રીલંકાએ 150 રન પૂરા કરી લીધા છે. ટીમનો રન રેટ પાંચ રન પ્રતિ ઓવર થી નિચે આવી ચુક્યો છે. ટીમ એ ભારત સામે મોટો પડકાર રાખવા માટે રનની ગતી વધારવી જરુરી છે. જોકે શ્રીલંકા માટે રાહતની વાત એ છે કે, શનાકા અને અસાલંકા વચ્ચેની ભાગીદારી રમત વધતી જઇ રહી છે.

  • 18 Jul 2021 05:20 PM (IST)

    ઝડપી બોલર અને કુલ-ચા પર શુ બોલ્યા સબા કરીમ?

    ભારતીય ઝડપી બોલરો ભૂવનેશ્વર કુમાર, દિપક ચહર અને હાર્દિક પંડ્યા એ શરુઆતની ઓવર કરી હતી. જોકે ત્રણેય કોઇ પણ પ્રકારની ખાસ અસર દાખવી શક્યા નહોતા. પૂર્વ ક્રિકેટર સબા કરીમે TV9 સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, પરિસ્થીતી અને પિચ થી ઝડપી બોલરોને કોઇ પણ પ્રકારની મદદ નહોતી. માટે જ તેઓના માટે આસાન નહી હોઇ શકે.

    સબા કરીમ એ સાથે જ કહ્યુ, કે આ સિરીઝ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ માટે ખૂબ મહત્વની સાબિત થનારી છે. બંને એ સારી શરુઆત કરી છે. બંને 2019 બાદ ફરીથી સાથે જોવા મળ્યા એ સારુ છે.

  • 18 Jul 2021 04:55 PM (IST)

    શ્રીલંકા એ ચોથી વિકેટ ગુમાવી, કૃણાલને મળી સફળતા

    શ્રીલંકન ટીમે ધનંજય ડી સિલ્વાના રુપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. તે 14 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. શ્રીલંકાએ 25 મી ઓવરમાં 117 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી.

  • 18 Jul 2021 04:45 PM (IST)

    શ્રીલંકા 22 ઓવરના અંતે 108/3 રનના સ્કોર પર

    શ્રીલંકાની સારી શરુઆત બાદ હવે રમત ધીમી પડી છે. શ્રીલંકન બેટ્સમેનો હવે દબાણ હેઠળ રમી રહ્યા છે. રનની ગતી ધીમી પડતા ભારતીય બોલરો હવે હાવી થવા કસીને બોલીંગ કરી રહ્યા છે.

  • 18 Jul 2021 04:43 PM (IST)

    કૃણાલ પંડ્યાની કરકસર ભરી બોલીંગ

    શ્રીલંકાની સારી શરુઆતને કુલદીપ યાદવે બગાડી દીધી હતી. નવા બેટ્સમેનો પરના દબાણનો ફાયદો ઉઠાવી કૃણાલ પંડ્યા એ કરકસર ભરી બોલીંગ કરી હતી. કૃણાલ પંડ્યાએ મેઇડન ઓવર નિકાળી હતી.

  • 18 Jul 2021 04:29 PM (IST)

    મિનોદ ભાનુકા આઉટ SL 89/03, Ovr-16.4

    ભાનુકા રાજપક્ષે આઉટ ની વિકેટ 85 રનના સ્કોર પર શ્રીલંકાએ ગુમાવ્યા બાદ ઓપનર ભાનુકા પણ પેવેલિયન પરત ફર્યો હતો. ભાનુકા એ 44 બોલમાં 27 રન કર્યા હતા. આ પહેલા રાજપક્ષે 22 બોલમાં 24 રન કરી આઉટ થયો હતો. આમ કુલદીપ યાદવે પહેલા રાજપક્ષે અને બાદમાં ભાનુકાને પોતાના શિકાર બનાવ્યા હતા.

  • 18 Jul 2021 04:16 PM (IST)

    ભાનુકા રાજપક્ષે એ વધુ એક સિક્સર ફટકારી

    કુલદીપ યાદવની ઓવરની અંતિમ ઓવરમાં ચોગ્ગો લગાવ્યા બાદ, ચહલની ઓવરમાં એક વધુ છગ્ગો લગાવ્યો હતો. ક્રિઝ થી બહાર નિકળીને બોલને સીધો સ્ટ્રેટ બાઉન્ડ્રી તરફ હવામાં રમ્યા હતા. તેણે આ બીજી સિક્સર લગાવી છે. જે બંને સિક્સર ચહલની ઓવરમાં લગાવી હતી. વન ડે ડેબ્યૂ કરનારા ભાનુકા રાજપક્ષેએ છગ્ગા સાથે કરિયરની શરુઆત કરી હતી.

  • 18 Jul 2021 04:07 PM (IST)

    સિક્સર સાથે ભાનુકા રાજપક્ષે એ કરિયરની શરુઆત કરી

    વન ડે ડેબ્યૂ કરનારા ભાનુકા રાજપક્ષેએ છગ્ગા સાથે કરિયરની શરુઆત કરી છે. ડાબા હાથના બેટ્સમેન રાજપક્ષેએ ચહલના બોલ પર સ્લોગ સ્વીપ લગાવ્યો હતો અને મિડ વિકેટ ની પાર સિક્સર લગાવી હતી.

  • 18 Jul 2021 04:03 PM (IST)

    શ્રીલંકન ઓપનર અવિશ્કા ફર્નાન્ડોની આઉટ

    ફર્નાન્ડો એ તેની વિકેટ વ્યક્તિગત 35 રનના સ્કોર પર ગુમાવી છે. યુઝવેન્દ્ર ચહલે તેની વિકેટ ઝડપી પ્રથમ સફળતા ભારતીય ટીમને અપાવી હતી.

Published On - Jul 18,2021 10:36 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">