AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટ ભારતે ગુમાવી, એલ્ગરની કેપ્ટન ઇનીંગ વડે દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે મેળવી જીત

દક્ષિણ આફ્રિકા (South Africa) એ જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) જીતીને સિરીઝને બરાબરી પર કરી દીધી છે. સેન્ચ્યુરિયનમાં આ પહેલા ભારતે મેચ જીતી હતી. આમ અંતિમ ટેસ્ટ મેચ નિર્ણાયક બની છે.

IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટ ભારતે ગુમાવી, એલ્ગરની કેપ્ટન ઇનીંગ વડે દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે મેળવી જીત
Dean Elgar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 9:51 PM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે જોહાનિસબર્ગ (Johannesburg Test) માં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. આ સાથે જ ટેસ્ટ સિરીઝ હવે 1-1 થી બરાબરી પર આવી ચુકી છે. ભારતીય બેટ્સમેનોના નબળા પ્રદર્શનને લઇને ભારતે મુશ્કેલ સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદના બદલાયેલા માહોલ બાદ પણ બોલરો તેનો પુરતો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. આફ્રિકાના કેપ્ટન ડિન એલ્ગરે (Dean Elgar) શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

એલ્ગરે કેપ્ટન ઇનીંગ રમીને ટીમને જીત અપાવી હતી, આ સાથે જ તેણે આફ્રિકાને ટીમ ઇન્ડિયા સામે સિરીઝને ગુમાવાના સ્થિતીને પણ બચાવી હતી. ભારતીય ટીમ સિરીઝને અજેય કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય બેટ્સમેનો દ્વારા મોટા સ્કોરના અભાવને લઇ આફ્રિકાને મોકો મળ્યો હતો. ભારતીય બોલરો પણ ચોથા દિવસે પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નહોતા. ભારતે જોહાનિસબર્ગમાં પ્રથમ વાર હારને સહન કરવી પડી હતી.

240 રનના ટાર્ગેટને પાર પાડવા માટે આફ્રિકા ના કેપ્ટન એલ્ગરે અણનમ 96 રન નોંધાવ્યા હતા. જ્યારે ટેમ્બા બાવુમાએ અણનમ 23 રન કર્યા હતા. ઓપનર એડન માર્કરમે 31 રન કર્યા હતા. જ્યારે કીગન પીટરસને 28 રનનુ યોગદાન આપ્યુ હતુ. ડેર ડુસેને 40 રન ટીમ માટે જોડ્યા હતા. આજે ચોથા દિવસે આફ્રિકાએ ડુસેનની એક માત્ર વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ એલ્ગર અને બાવુમાએ ટીમની જીતની જવાબદારી પોતાના ખભે લીધી હતી અને ભારતીય બોલરોના તમામ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા.

વરસાદમાં પ્રથમ બંને સત્ર ધોવાઇ ગયા હતા.

આ પહેલા ચોથા દિવસે વરસાદને કારણે પહેલા બે સેશન રમાઈ શક્યા ન હતા. લાંબા સમય બાદ વરસાદ બંધ થયો હતો અને ખેલાડીઓ મેદાનમાં પરત ફર્યા હતા. દિવસભર જોકે વરસાદ બંધ થવાની અને રમત શરુ થવાની રાહ જોવાઇ રહી હતી. આમ રાહ જોવા દરમિયાન બે સત્ર વરસાદે ખરાબ કરી દીધા હતા. જોકે ત્રીજા સેશન પહેલા વરસાદ રોકાઇ જતા અંતે ત્રીજા સેશનની રમત માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે બે વિકેટના નુકસાને 118 રન બનાવ્યા હતા. એલ્ગર 46 રને અણનમ પરત ફર્યો હતો અને આજે આવીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ આજે એલ્ગર અને ડુસેને રમતને આગળ વધારી હતી.

આ પણ વાંચોઃ Virat Kohli: રવિ શાસ્ત્રી વિરાટ કોહલીની હા માં હા જ ભરતા હતા? આરોપો પર પૂર્વ હેડ કોચે આપ્યો ગજબ જવાબ

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">