AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ગુવાહાટી ટેસ્ટ પહેલા દક્ષિણ આફ્રિકાએ ODI-T20 શ્રેણી માટે ટીમોની કરી જાહેરાત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી બાદ ODI અને T20 શ્રેણી રમાશે. દક્ષિણ આફ્રિકાએ બંને શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. બંને શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના અનેક સિનીયર ખેલાડીઓ પણ ટીમમાં પાછા ફર્યા છે.

IND vs SA: ગુવાહાટી ટેસ્ટ પહેલા દક્ષિણ આફ્રિકાએ ODI-T20 શ્રેણી માટે ટીમોની કરી જાહેરાત
South AfricaImage Credit source: PTI
| Updated on: Nov 21, 2025 | 10:51 PM
Share

દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસની પ્રથમ ટેસ્ટ જીતી શ્રેણી પહેલાથી જ પોતાના તરફ કરી લીધી છે, હવે ટેસ્ટ શ્રેણીની સાથે દક્ષિણ આફ્રિકાએ ODI અને T20 શ્રેણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વાઈટ બોલની શ્રેણી માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન ટેમ્બા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ ODI ટીમમાં પાછા ફર્યા છે.

આફ્રિકાએ ODI-T20 ટીમ કરી જાહેર

ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 30 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણી અને 9 ડિસેમ્બરથી શરૂ થનારી T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી. આફ્રિકન પસંદગીકારોએ પાંચ મેચની T20I શ્રેણી માટે 16 સભ્યોની ટીમની પસંદગી કરી અને તેમાં નોર્કિયાનો સમાવેશ કરવામાં આવ્યો. નોર્કિયા છેલ્લે 2024 ના T20 વર્લ્ડ કપ ફાઈનલમાં જોવા મળ્યો હતો.

રબાડા બહાર, ડી કોક- મિલર ટીમમાં સામેલ

T20 ટીમનું નેતૃત્વ એડન માર્કરામ કરશે, જે તાજેતરના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ અને ડેવિડ મિલર, જેમણે પાકિસ્તાનમાં જોરદાર વાપસી કરી હતી, તેઓ પણ આ શ્રેણીમાં રમતા જોવા મળશે. માત્ર માર્કરામ જ નહીં, પરંતુ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન બંને ફોર્મેટમાં શ્રેણીમાંથી બ્રેક લેનારા મોટાભાગના સિનિયર ખેલાડીઓ હવે પાછા ફર્યા છે. ટેમ્બા બાવુમા ફરી એકવાર ODI ટીમનું નેતૃત્વ કરશે. જોકે, નોર્કિયાને ફક્ત T20 ટીમમાં જ પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડા, જે ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો, તે બંને શ્રેણીનો ભાગ નથી.

ODI-T20 સિરીઝનું શેડ્યુલ

30 નવેમ્બરે રાંચીમાં વનડે શ્રેણી શરૂ થશે. બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે, જ્યારે છેલ્લી વનડે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. પાંચ મેચની T20 શ્રેણી 9 ડિસેમ્બરે શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે.

દક્ષિણ આફ્રિકાની ODI ટીમ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બીન બોશ, મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, રુબિન હરમન, કેશવ મહારાજ, માર્કો યાનસન, એડન માર્કરામ, રેયાન રિકલ્ટન, પ્રેનેલન સુબ્રાયન.

દક્ષિણ આફ્રિકાની T20 ટીમ

એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્જો જેન્સન, જ્યોર્જ લિન્ડે, ક્વેના મ્ફાકા, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિચ નોરખિયા, ટ્રીસ્ટન સ્ટબ્સ, કેશવ મહારાજ.

આ પણ વાંચો: ફોર્મમાં ચાલી રહેલા વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં બેટિંગ કેમ ન મળી? કેપ્ટન જીતેશ શર્મા પર ઉઠ્યા સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">