AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો , જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11

રોમાંચક પ્રથમ વનડે બાદ ભારત અને સાઉથ આફ્રિકા (India Vs South Africa) ની ટીમ ફરી એકવાર આમને-સામને છે. શું ભારત આ વખતે તે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જીતશે ?

IND vs SA : સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો , જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો , જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 1:55 PM
Share

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા  (IND vs SA ) બંનેએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન તેમ્બુ બાવુમા અને તબરેઝ શમ્સીની તબિયત સારી ન હતી, જેના કારણે તેમના સ્થાને બોર્ન ફોર્ટ્યુન અને  હેન્ડ્રિક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેશવ મહારાજ ટીમના સુકાનીની જવાબદારી સંભાળશે. શાહબાઝ અહેમદ ભારત માટે ડેબ્યૂ કરશે અને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ બંનેને રવિ બિશ્નોઈ અને રૂતુરાજ ગાયકવાડના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ વનડે નવ રનથી જીતીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવા માટે 27 વર્ષીય ખેલાડીની રાહ આખરે પૂરી થઈ. રાંચીમાં, શાહબાઝ અહેમદને પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવાની તક મળી. આ પહેલા તે ટીમ ઈન્ડિયામાં આવ્યો હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શક્યો ન હતો. પરંતુ, ટીમ ઈન્ડિયાએ રાંચીના રણમાં તેની જરૂરિયાત અનુભવી અને કેપ્ટન શિખર ધવને તેને ડેબ્યૂ કરવાની તક આપી. ઘરેલુ ક્રિકેટમાં બંગાળનું નેતૃત્વ કરનાર શાહબાઝ શાનદાર ઓલરાઉન્ડર છે. ડાબા હાથથી બેટિંગ અને બોલિંગ ઉપરાંત તે અદભૂત ફિલ્ડર પણ છે.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી ઝિમ્બામ્બેના પ્રવાસ માટે થઈ હતી પરંતુ ત્યાં વોશિંગ્ટન સુંદરને રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ પર તે ડેબ્યુ કરી શક્યો નહિ હવે તેને સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેણે પોતાની પ્રથમ મેચ રમવાની તક મળી છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર થયા છે. શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર,વોશિંગ્ટન સુંદર શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકા: કેશવ મહારાજ ​​ , ક્વિન્ટન ડિકોક , જાનેમન મલાન, રિઝા હેનરિક, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પર્નેલ, કાગિસો રબાડા, બી. ફોર્ટ્યુન અને એનરિક નોર્કિયા

g clip-path="url(#clip0_868_265)">