IND vs PAK: પાકિસ્તાનનું ભારતને વર્લ્ડ કપમાં હરાવવાનું સપનું ફરી રહ્યું અધૂરું, ભારે રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2024 | 1:19 AM

India vs Pakistan: T20 વર્લ્ડ કપની પીચ પર ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે થવા જઈ રહ્યા છે. આ ક્રિકેટની સૌથી મોટી લડાઈ છે. બે કટ્ટર હરીફ વચ્ચેની આ મેચ ન્યૂયોર્કમાં છે. એટલે કે મેદાન એ જ છે જ્યાં ભારતે તેની અગાઉની મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાની ટીમને તેની છેલ્લી મેચમાં યુએસએ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs PAK: પાકિસ્તાનનું ભારતને વર્લ્ડ કપમાં હરાવવાનું સપનું ફરી રહ્યું અધૂરું, ભારે રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું

આજે ન્યુયોર્કના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. બંને ટીમો T20 વર્લ્ડ કપ 2024માં પોતાની બીજી મેચ રમી રહી છે. આ પહેલા ભારતે આયર્લેન્ડને હરાવ્યું હતું તે પ્રથમ મેચ રમાઈ હતી. જ્યારે પાકિસ્તાનને અમેરિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. યુએસએ સામેની હાર બાદ હવે ભારત સાથેનો મુકાબલો પાકિસ્તાન માટે વધુ મહત્વનો બની ગયો છે. કારણ કે, ટીમ ઈન્ડિયા સામે હાર્યા બાદ ટૂર્નામેન્ટમાં તેમના માટે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બીજી તરફ ભારત પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાના ઈરાદા સાથે આ મેચમાં ઉતરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jun 2024 01:11 AM (IST)

    ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું

    પાકિસ્તાનનું ભારતને વર્લ્ડ કપમાં હરાવવાનું સપનું ફરી રહ્યું અધૂરું, ભારે રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું

  • 10 Jun 2024 01:05 AM (IST)

    પાકિસ્તાનને સાતમો ઝટકો

    પાકિસ્તાનને સાતમો ઝટકો, ઇમાદ વસીમ 15 રન બનાવી આઉટ, અર્શદીપે લીધી વિકેટ

  • 10 Jun 2024 01:02 AM (IST)

    બુમરાહે લીધી વિકેટ

    પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો, ઇફ્તિખાર અહેમદ 5 રન બનાવી થયો આઉટ, બુમરાહે લીધી વિકેટ

  • 10 Jun 2024 12:59 AM (IST)

    પાકિસ્તાનને મેચ જીતવા 12 બોલમાં 21 રનની જરૂર

    પાકિસ્તાનને મેચ જીતવા 12 બોલમાં 21 રનની જરૂર

  • 10 Jun 2024 12:46 AM (IST)

    હાર્દિક પંડયાએ લીધી વિકેટ

    પાકિસ્તાનને પાંચમો ઝટકો, શાદાબ ખાન 4 રન બનાવી થયો આઉટ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ

  • 10 Jun 2024 12:34 AM (IST)

    જસપ્રીત બૂમરાહે લીધી વિકેટ

    પાકિસ્તાનને ચોથો ઝટકો, મોહમ્મદ રિઝવાન 31 રન બનાવી થયો આઉટ, જસપ્રીત બૂમરાહે લીધી વિકેટ

  • 10 Jun 2024 12:25 AM (IST)

    પાકિસ્તાનને ત્રીજો ઝટકો

    પાકિસ્તાનને ત્રીજો ઝટકો, ફકર ઝમાન 13 રન બનાવી થયો આઉટ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ

  • 10 Jun 2024 12:16 AM (IST)

    અક્ષર પટેલે લીધી વિકેટ

    પાકિસ્તાનને બીજો ઝટકો, ઉસ્માન 13 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 10 Jun 2024 12:06 AM (IST)

    પાકિસ્તાનના 50 રન પૂર્ણ

    પાકિસ્તાનના 50 રન પૂર્ણ, રિઝવાન અને ઉસ્માનની મજબૂત બેટિંગ

  • 09 Jun 2024 11:55 PM (IST)

    પાવરપ્લે બાદ પાકિસ્તાન 35/1

    પાવરપ્લે બાદ પાકિસ્તાનનો સ્કોર 35/1, રિઝવાન અને ઉસ્માન ક્રિઝ પર

  • 09 Jun 2024 11:46 PM (IST)

    બાબર આઝમ આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા, પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ થયો આઉટ, જસપ્રીત બુમરાહે લીધી વિકેટ

  • 09 Jun 2024 11:39 PM (IST)

    પાકિસ્તાનને બે જીવનદાન મળ્યા

    શિવમ દુબે બાદ મોહમ્મદ સિરાજે છોડ્યો કેચ, બે મોટા ચાન્સ ગુમાવ્યા ભારતીય ટીમે

  • 09 Jun 2024 11:11 PM (IST)

    ભારત 119 રનમાં ઓલઆઉટ

    પાકિસ્તાનના બોલરો સામે ભારતીય ખેલાડીઓ ઢેર, કોહલી-રોહિતે કર્યા નિરાશ, પંતની લડાયક ઈનિંગ, ભારત 119 રનમાં ઓલઆઉટ, ભારત સામે પાકિસ્તાનને જીતવા માત્ર 120 રનનો ટાર્ગેટ

  • 09 Jun 2024 11:03 PM (IST)

    બુમરાહ 0 પર આઉટ

    ભારતને નવમો ઝટકો, જસપ્રીત બુમરાહ માત્ર 0 પર થયો આઉટ

  • 09 Jun 2024 11:01 PM (IST)

    હાર્દિક 7 રન બનાવી આઉટ

    ભારતને આઠમો ઝટકો , હાર્દિક પંડયા માત્ર 7 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 10:44 PM (IST)

    રવીન્દ્ર જાડેજાએ કર્યા નિરાશ

    રવીન્દ્ર જાડેજાએ કર્યા નિરાશ, પહેલા જ બોલ પર શૂન્ય રન પર થયો આઉટ

  • 09 Jun 2024 10:42 PM (IST)

    રિષભ પંત 42 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, રિષભ પંત 42 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 10:36 PM (IST)

    શિવમ દુબે આઉટ

    ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો, શિવમ દુબે 3 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 10:31 PM (IST)

    સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ

    ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 10:19 PM (IST)

    10 ઓવર બાદ ભારત 81/3

    10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 81/3, રિષભ પંતની ફટકાબાજી, સૂર્યકુમારની મક્કમ બેટિંગ

  • 09 Jun 2024 10:07 PM (IST)

    અક્ષર પટેલ 20 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, અક્ષર પટેલ 20 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 09:56 PM (IST)

    રિષભ પંતને બે બોલમાં બે જીવનદાન

    રિષભ પંતને બે બોલમાં બે જીવનદાન મળ્યા, પંત અને અક્ષરની જોડીએ મેચમાં પકડ જમાવી, પાવરપ્લે બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 50/2

  • 09 Jun 2024 09:40 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, રોહિત શર્મા 13 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 09:32 PM (IST)

    વિરાટ કોહલી આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, વિરાટ કોહલી 4 રન બનાવી થયો આઉટ

  • 09 Jun 2024 08:58 PM (IST)

    વરસાદના કારણે મેચ રોકવામાં આવી

    એક ઓવર બાદ ફરી વરસાદની એન્ટ્રી, મેચ રોકવામાં આવી, વિરાટ કોહલી-રોહિત શર્માએ ભારત માટે કર્યું ઓપન

  • 09 Jun 2024 08:54 PM (IST)

    રોહિતની જોરદાર સિક્સર

    રોહિતની જોરદાર સિક્સર, શાહિન આફ્રિદીની બોલિંગમાં ફટકારી જોરદાર શૉટ

  • 09 Jun 2024 08:25 PM (IST)

    પાકિસ્તાન પ્લેઈંગ 11

    મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર

  • 09 Jun 2024 08:18 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

  • 09 Jun 2024 08:14 PM (IST)

    પાકિસ્તાને બદલાવ કર્યો

    પાકિસ્તાને છેલ્લી મેચ બાદ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે અને આઝમ ખાનને પડતો મુક્યો છે. તેના સ્થાને ઇમાદ વસીમ પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે.

  • 09 Jun 2024 08:09 PM (IST)

    ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં

    ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી

  • 09 Jun 2024 08:03 PM (IST)

    પાકિસ્તાને જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ

    ભારત સામે પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ

  • 09 Jun 2024 07:55 PM (IST)

    અમ્પાયરોએ કર્યું મેદાનનું નિરીક્ષણ

    વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે પરંતુ મેચ તરત શરૂ થઈ શકે તેમ નથી. એટલા માટે અમ્પાયર હાલમાં મેદાનનું નિરીક્ષણ કરી રહ્યા છે.

  • 09 Jun 2024 07:46 PM (IST)

    Prime Minister Narendra Modi Oath taking Ceremony : મનોહર ખટ્ટર, એચ ડી કુમારસ્વામીએ લીધા શપથ

    સતત ત્રીજીવાર સત્તામાં આવેલ એનડીએની નરેન્દ્ર મોદીની સરકારમાં, હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર ખટ્ટરે કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. મનોહર ખટ્ટર બાદ, કર્ણાટકના એચ ડી કુમારસ્વામીએ પણ કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

  • 09 Jun 2024 07:31 PM (IST)

    વરસાદને કારણે ટોસ મોકૂફ રાખવામાં આવ્યો

    નાસાઉ કાઉન્ટીમાં હળવા વરસાદને કારણે ટોસ મોકૂફ રાખવામાં આવ્યો છે અને તે સમયસર યોજાશે નહીં. પીચ અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.

  • 09 Jun 2024 07:11 PM (IST)

    ન્યૂયોર્કમાં હળવો વરસાદ શરૂ, ટોસમાં વિલંબ શક્ય છે

    જો ન્યૂયોર્કમાં વરસાદને કારણે ભારત-પાકિસ્તાનની મેચ ધોવાઈ જાય છે તો બંને ટીમો 1-1થી સરભર થઈ જશે. જોકે, મેચ ન થાય તેવી શક્યતાઓ ઓછી છે. સામાન્ય રીતે 65 મિનિટ પછી ઓવર કાપવાનું શરૂ થાય છે.

  • 09 Jun 2024 06:39 PM (IST)

    જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી

    T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે રમશે તે નિશ્ચિત નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો જસપ્રીત બુમરાહ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેના માટે ચાલવું પણ મુશ્કેલ હતું. બુમરાહની ઈજા બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો પરેશાન જોવા મળ્યો હતો.

  • 09 Jun 2024 06:24 PM (IST)

    ભારત-પાક મેચ કઈ પીચ પર થશે?

    ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની પીચ પણ મુશ્કેલ છે અને ભારત-પાકિસ્તાન મેચમાં વધુ રન બનાવવું ખૂબ મુશ્કેલ હશે. અહેવાલો અનુસાર, ભારત-પાકિસ્તાનની મેચ એ જ પિચ પર યોજાશે જ્યાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી.

  • 09 Jun 2024 05:49 PM (IST)

    T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રોહિતનો રેકોર્ડ

    T20 ક્રિકેટમાં ખાસ કરીને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેના પ્રદર્શનની વાત આવે ત્યારે રોહિતનો રેકોર્ડ ખરાબ છે. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ 6 મેચમાં 5 ઈનિંગ્સ રમી હતી પરંતુ તેમાં તે માત્ર 68 રન જ બનાવી શક્યો હતો. પાકિસ્તાન સામેનો ઓવરઓલ T20 રેકોર્ડ પણ સારો નથી અને 10 ઈનિંગ્સમાં રોહિતના બેટમાંથી માત્ર 114 રન જ આવ્યા છે. વધુમાં આ વર્લ્ડ કપમાં રમી રહેલા પાકિસ્તાની બોલરો સામે રોહિતનો રેકોર્ડ જોઈ રોહિતના ચાહકો ચાહકો ચોક્કસથી ચોંકી જશે.

  • 09 Jun 2024 05:18 PM (IST)

    બાબર આઝમ પર અભદ્ર ટિપ્પણી

    ભારત-પાકિસ્તાન મેચ પહેલા દાનિશ કનેરિયાએ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર અભદ્ર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે બાબર આઝમ વિરાટ કોહલીના જૂતાની બરાબર નથી.

  • 09 Jun 2024 04:54 PM (IST)

    T20 World Cup 2024 : ભારતીય ટીમ કોઈ કસર છોડવા માંગશે નહીં

    ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરી દીધું હતું અને ત્યારબાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ વહેલા આઉટ થઈ ગયા હતા, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ જોરદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે 36 રનની ઈનિંગ રમીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. હવે પાકિસ્તાન જેવી મોટી ટીમ સાથે મુકાબલો કરવાનો વારો છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઈ કસર છોડવા માંગશે નહીં.

  • 09 Jun 2024 04:47 PM (IST)

    T20 World Cup 2024 : કામરાન અકમલે પડકાર ફેંક્યો

    સૂર્યકુમાર યાદવને કામરાન અકમલે પડકાર ફેંક્યો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું છે કે, જો સૂર્યકુમાર યાદવ T20માં નંબર વન બેટ્સમેન છે તો તેણે પાકિસ્તાન સામે રન બનાવીને દેખાડે. હવે જોવાનું એ રહે છે કે સૂર્યકુમાર યાદવ આ પડકારનો કેવો જવાબ આપે છે?

  • 09 Jun 2024 04:40 PM (IST)

    T20 World Cup 2024 : ફાસ્ટ બોલર ભારત માટે ખતરો

    પાકિસ્તાનની ટીમ પાસે બે ફાસ્ટ બોલર છે શાહીન આફ્રિદી અને મોહમ્મદ અમીર. ટીમ ઈન્ડિયાએ આ બંનેથી સાવચેત રહેવું પડશે. આમિરે T20 ઈન્ટરનેશનલમાં રોહિતને 7 બોલમાં બે વખત આઉટ કર્યો છે.

  • 09 Jun 2024 04:30 PM (IST)

    T20 World Cup 2024 : હાર બાદ પાકિસ્તાનનો રસ્તો મુશ્કેલ બની જશે

    જો પાકિસ્તાન આ મેચ ભારત સામે હારી જશે તો આગળનો રસ્તો મુશ્કેલ બની જશે. આ પછી પાકિસ્તાને વધુ બે મેચ રમવાની છે. અમેરિકા બે મેચ જીતી ચૂક્યું છે. જો ભારત આ મેચ જીતશે તો તેને બે જીત પણ મળશે. આવી સ્થિતિમાં, જો ભારત અને અમેરિકા તેમની આગામી બે મેચમાંથી એક પણ જીતે છે, તો પાકિસ્તાન સુપર-8માં જગ્યા બનાવી શકશે નહીં.

  • 09 Jun 2024 04:25 PM (IST)

    T20 World Cup 2024 : વિરાટની પાકિસ્તાન સામે 4 અડધી સદી

    વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 4 મેચ રમી છે. આમાં તેણે ચાર અડધી સદી ફટકારી છે. તેના નામે 308ની એવરેજથી 308 રન છે. તે 5 મેચમાં માત્ર એક જ વાર પેવેલિયન પરત ફર્યો છે. વિરાટ સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં 100 રન પણ બનાવી શક્યો નથી. રોહિતે 6 મેચમાં 58 રન બનાવ્યા છે.

  • 09 Jun 2024 04:14 PM (IST)

    T20 World Cup 2024 : નાસાઉ કાઉન્ટીમાં હવામાનની સ્થિતિ

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ન્યૂયોર્ક સ્ટેટની નાસાઉ કાઉન્ટીમાં રમાશે. આ સ્થળ ન્યુયોર્ક શહેરથી લગભગ 55 કિમી દૂર છે. મેચ દરમિયાન અહીં વરસાદની સંભાવના લગભગ 40 ટકા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

  • 09 Jun 2024 04:04 PM (IST)

    T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ ક્યારે, ક્યાં ફ્રીમાં જોઈ શકશો

    ટી20 વર્લ્ડકપમાં રમાયેલી મેચમાં ભારતનું પલડું ભારે છે. તો ચાલો જાણીએ આ મેચ ક્યાં અને ક્યારે તમે ફ્રીમાં જોઈ શકશો. T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ ક્યારે, ક્યાં ફ્રીમાં લાઈવ મેચ જોઈ શકશો, જાણો

  • 09 Jun 2024 03:55 PM (IST)

    T20 World Cup 2024 :જો આજની મેચ પાકિસ્તાન જીત્યું નહિ તો શું થશે

    ગ્રુપ એની ભારત-પાકિસ્તાનની મેચ માટે ન્યુયોર્કનું નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ તૈયાર છે. ચાહકોની ભીડ નક્કી છે. બંન્ને ટીમ રમવા માટે પણ તૈયાર છે. આ મેચ શાનદાર રહેવાની છે કારણ કે, પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. જો આજની મેચ પાકિસ્તાન જીત્યું નહિ તો તેની મુશ્કિલી વધી શકે છે. ટીમ ઈન્ડિયાને પણ આ મેચ જીતવી જરુરી છે કારણ કે, પોઈન્ટ ટેબલમાં નંબર વન પર અમેરિકા છે.

  • 09 Jun 2024 03:45 PM (IST)

    T20 World Cup 2024 : ભારતની સંભવિત પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

  • 09 Jun 2024 03:40 PM (IST)

    T20 World Cup 2024 : શું શાહીન ફરીથી ટીમ ઈન્ડિયા માટે ખતરો બનશે?

    ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પાકિસ્તાની ટીમ માટે ભારત સામે જીત નોંધાવવી ખૂબ જ જરૂરી છે. આમાં શાહીન આફ્રિદીનો રોલ સૌથી મહત્વનો રહેશે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 7 વખત ટકરાયા છે જેમાંથી ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે. પાકિસ્તાને 2021ના વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ અને એકમાત્ર વખત હરાવ્યું હતું, જેમાં શાહીને 3 વિકેટ લઈને સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.

  • 09 Jun 2024 03:35 PM (IST)

    T20 World Cup 2024 : ભારત-પાક મેચમાં શાહીન આફ્રિદી પર રહેશે નજર

    ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. છેલ્લી મેચમાં બંનેનું પ્રદર્શન ભલે અલગ-અલગ રહ્યું હોય, પરંતુ જ્યારે ભારત-પાકિસ્તાન મેચની વાત આવે છે, તો કોઈ પણ વિરોધી ટીમને હળવાશથી લેતું નથી અને આ મેચમાં પણ એવું જ થશે. પાકિસ્તાન આ મેચમાં કેટલાક ખેલાડીઓ પર નજર રાખશે, જેમાંથી તેનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર શાહીન સૌથી મહત્વનો છે.

  • 09 Jun 2024 03:27 PM (IST)

    T20 World Cup 2024 : ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો રેકોર્ડ

    આ વખતે T20 વર્લ્ડ કપની પીચ પર ભારત અને પાકિસ્તાનની ટીમો 8મી વખત આમને-સામને થશે. આ પહેલા રમાયેલી 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વખત જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન 2021ના T20 વર્લ્ડ કપમાં માત્ર એક જ વાર જીત્યું છે.

Published On - Jun 09,2024 3:26 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">