IND vs NZ : ટીમ ઈન્ડિયાના શાસનનો અંત, 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હાર, ન્યુઝીલેન્ડે રચ્યો ઈતિહાસ

ન્યુઝીલેન્ડ સામે પુણે ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી છે. છેલ્લા 12 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી છે. તો બીજી તરફ ભારતમાં ન્યુઝીલેન્ડની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત છે.

IND vs NZ : ટીમ ઈન્ડિયાના શાસનનો અંત, 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હાર, ન્યુઝીલેન્ડે રચ્યો ઈતિહાસ
Rohit Sharma & Virat KohliImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 26, 2024 | 4:16 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે આ ટેસ્ટ સિરીઝ પણ હારી ગઈ હતી. ન્યુઝીલેન્ડે શ્રેણીમાં ઈતિહાસ રચ્યો છે અને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ન્યુઝીલેન્ડે ભારતને તેના જ ઘરે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાનો ભારતમાં સતત ટેસ્ટ શ્રેણી જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો છે.

12 વર્ષ પછી ટેસ્ટ શ્રેણીમાં હાર

ટીમ ઈન્ડિયા માટે આ હાર ખૂબ જ પીડાદાયક છે. વાસ્તવમાં, ભારત 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી ગયું છે. આ પહેલા ઈંગ્લેન્ડે 2012-13ના ભારત પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. ત્યારથી ઘરઆંગણે ભારતીય ટીમનો દબદબો હતો. ટીમ ઈન્ડિયાએ સતત 18 સિરીઝ જીતી હતી, પરંતુ હવે આ જીતનો સિલસિલો બંધ થઈ ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે તેની ચોથી ટેસ્ટ મેચ હારી છે. હવે તે સંયુક્ત રીતે ભારતમાં સૌથી વધુ ટેસ્ટ મેચ હારનાર બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન

ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ રહ્યા

આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 259 રન બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 156 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન કોઈ બેટ્સમેન 40 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. આ પછી ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 359 રનનો ટાર્ગેટ હતો. પરંતુ યશસ્વી જયસ્વાલ સિવાય કોઈ પણ બેટ્સમેન આ ઈનિંગમાં લાંબો સમય ટકી શક્યો ન હતો, જેના કારણે ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

મિચેલ સેન્ટનરની બોલિંગ ભારે પડી

આ મેચમાં ન્યુઝીલેન્ડની જીતનો સૌથી મોટો હીરો સ્ટાર સ્પિનર ​​મિશેલ સેન્ટનર રહ્યો હતો. તેણે પુણેની પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બંને ઈનિંગ્સમાં 5-5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મિચેલ સેન્ટનરે આ મેચની પહેલી ઈનિંગમાં 53 રન આપીને 7 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મિશેલ સેન્ટનરનો જાદુ બીજી ઈનિંગમાં પણ જારી રહ્યો હતો. તેણે આ ઈનિંગમાં પણ 6 વિકેટ લીધી અને ન્યુઝીલેન્ડને પોતાના દમ પર જીત અપાવવામાં સફળ રહ્યો.

આ પણ વાંચો: IND vs NZ : 22 વર્ષના જયસ્વાલે રચ્યો ઈતિહાસ, તોડ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ, તમામ ભારતીય બેટ્સમેન પાછળ રહી ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">