સૂર્યા સ્ટેડિયમમાં બેઠેલા ચાહકને પકડીને ચહલ પાસે લઈ ગયો, જુઓ વીડિયો

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ન્યૂઝીલેન્ડ સામે 111 રનની અણનમ તોફાની ઇનિંગ રમી હતી. આ મેચ બાદ યુઝવેન્દ્ર ચહલ સાથે વાત કરતા તે ફેન્સની વચ્ચે પહોંચી ગયો હતો.

સૂર્યા સ્ટેડિયમમાં બેઠેલા ચાહકને પકડીને ચહલ પાસે લઈ ગયો, જુઓ વીડિયો
સૂર્યા સ્ટેડિયમમાં બેઠેલા ચાહકને પકડીને ચહલ પાસે લઈ ગયો
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 21, 2022 | 12:29 PM


સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 51 બોલમાં 111 રનની અણનમ તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યાના તોફાનના આધારે ભારતે બીજી T20 મેચ 65 રને જીતીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ મેચ બાદ સૂર્યા સ્ટેડિયમમાં બેઠેલા એક ચાહકને યુઝવેન્દ્ર ચહલ પાસે લાવ્યો અને તેણે ચાહકને સવાલ પૂછવા માટે 5 સેકન્ડનો સમય આપ્યો. સૂર્યાની આ સ્ટાઈલ જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

બીજી ટી20 મેચમાં ચહલની વાપસી થઈ છે અને ચહલ પ્લેઈગ 11માં આવતા ચહલની ટીવીમાં પણ વાપસી થઈ છે. મેચ પૂર્ણ થયા બાદ ચહલે સૂર્યાનો ઈન્ટરવ્યુ લીધો. આ ઈન્ટરવ્યુ દરમિયાન મેદાનની બહાર ચાહકો સૂર્યાના નામના નારા લગાવી રહ્યા હતા. જેને જોઈ ભારતીય બેટ્સમેન પણ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા ચાહકોને મળનારા આ પ્રેમ જોઈ તે પોતાને રોકી શક્યો નહિ.

ચાહકોને આપ્યો 5 સેકન્ડનો સમય

 

 

સૂર્યાએ ચહલને કહ્યું આ પ્રેમને જોઈ તે હવે કાંઈ કરનાર છે. તેણે આ પહેલા ક્યારેય કર્યું નથી. તે સીધો ચાહક પાસે ગયો અને એક ચાહકને લઈ ચહલ ટીવી પર આવ્યો , સૂર્યાએ કેમેરાની સામે ચાહકને પ્રશ્ન પુછવા માટે 5 સેકન્ડનો સમય માંગ્યો હતો.

360 ડિગ્રી શૉર્ટની પાછળનું રાજ

એવામાં ચાહકે સૂર્યાને તેના મિસ્ટર 360 શોર્ટની પાછળનું રાજ પૂછ્યું જેના પર ભારતીય સ્ટારે કહ્યું કે, દુનિયામાં માત્ર એક જ 360 છે. જેની સાથે ચહલ રમી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, તે એવી ડિવિલિયર્સ સાથે વાત કરી ચૂક્યો છે. સૂર્યાએ કહ્યું તે હંમેશા પોતાની સારી રમત રમવાનો પ્રયત્ન કરે છે

બેટિંગ કરતી વખતે વિચારતો નથી

સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ પણ સૂર્યાની ઈનિંગના વખાણ કર્યા હતા. સૂર્યાએ કહ્યું કે, આવા મેસેજ જોઈને ખૂબ જ સારું લાગે છે. તે સચિન પાસેથી ઘણું શીખ્યો છે અને હજુ પણ કોહલી પાસેથી શીખી રહ્યો છે. તેણે કહ્યું કે તે બેટિંગ કરતી વખતે વધારે વિચારતો નથી. પ્રેક્ટિસ સેશનમાં વિચારવાનું કામ કરવામાં આવે છે. તમારે ફક્ત મેદાન પર તમારી રમતનો આનંદ માણવાનો હોય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati