સૂર્યકુમાર યાદવની ધમાકેદાર સેન્ચુરી પર વિરાટ કોહલીની ગજબની કોમેન્ટ, યાદ આવી વીડિયો ગેમ

સૂર્યકુમાર યાદવે 217ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને T20 આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજીવાર સદી ફટકારી છે. આખી દુનિયા તેમની આ ધમાકેદાર ઈન્ગિસની પ્રસંશા કરી રહ્યા છે. તે દરમિયાન વિરાટ કોહલીએ પણ તેના પર ગજબની કોમેન્ટ કરી છે.

સૂર્યકુમાર યાદવની ધમાકેદાર સેન્ચુરી પર વિરાટ કોહલીની ગજબની કોમેન્ટ, યાદ આવી વીડિયો ગેમ
Virat Kohli amazing comment on Suryakumar Yadav century
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 20, 2022 | 5:41 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. પહેલી T20 મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ આજે પણ બીજી T20 મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યુ હતુ. પણ વરસાદના કાળા વાદળ હટતા જ ખરા અર્થમાં ઓવલના ક્રિકેટ મેદાન પર સૂર્યોદય થયો હતો. ભારતનો સૂર્યકુમાર યાદવ આજે પોતાની ધમાકેદાર બેટિંગને કારણે ચમક્યો હતો. સૂર્યકુમાર યાદવે આજે ન્યૂઝીલેન્ડના બોલરો સામે 51 બોલમાં 111 રન બનાવ્યા હતા. દુનિયાના નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમારે પોતાની ઈન્ગિસમાં 7 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 217ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને T20 આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજીવાર સદી ફટકારી છે. આખી દુનિયા તેમની આ ધમાકેદાર ઈન્ગિસની પ્રસંશા કરી રહ્યા છે. તે દરમિયાન વિરાટ કોહલીએ પણ તેના પર ગજબની કોમેન્ટ કરી છે.

વિરાટ કોહલીની ટ્વિટ

સૂર્યકુમાર યાદવની આ ઈનિંગ્સને સલામ કરીને લખ્યુ છે કે, નંબર 1 બેટ્સમેન બતાવી રહ્યો છે કે તે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કેમ છે. તેની આ ધમાકેદાર ઈન્ગિસને લાઈવ નહીં જોઈ શક્યો પણ મને ખાતરી છે કે તેની આ ઈન્ગિસ વીડિયો ગેમ જેવી રહી હશે.

વીરેન્દ્ર સહેવાગની ટ્વિટ

સૂર્યકુમાર યાદવની ધમાકેદાર સદી પર વીરેન્દ્ર સહેવાગ એ આકાશનો ફોટો શેયર કર્યો છે. તેમણે પોતાની સૂર્યકુમાર માટે પોતાની ટ્વિટમાં લખ્યુ છે કે, આજકાલ આકાશમાં આગ દેખાઈ રહી છે. આ લીગ આ ખેલાડીની જ છે. ઈરફાન પઠાને પણ સૂર્યકુમારની ધમાકેદાર સદી પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સૂર્યકુમાર યાદવ કોઈ પણ ગ્રહ પર બેટિંગ કરી શકે છે. ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ સૂર્યકુમારની આ ધમાકેદાર ઈન્ગિસની પ્રસંશા કરી રહ્યા છે.

બીજી T20 મેચમાં શું શું થયું ?

ભારતે ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખાસ રહી ન હતી. ભારતની પહેલી વિકેટ 36 રનના સ્કોર પર પડી, જ્યારે રિષભ પંત 13 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાન કિશને ઝડપી રન બનાવીને ભારતના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો હતો, પરંતુ તે પણ 31 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં વરસાદને કારણે 27 મિનિટની રમત ખોરવાઈ ગઈ હતી, પરંતુ ઓવરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો ન હતો.

અંતમાં સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 111 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની સદીના કારણે ભારતે 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો ટાર્ગેટ આપ્યો.ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ ત્રણ અને લોકી ફર્ગ્યુસને બે વિકેટ ઝડપી હતી. ઈશ સોઢીને એક વિકેટ મળી હતી.

192 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફિન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. ભુવનેશ્વર કુમારે તેને મેચના બીજા બોલ પર અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ ની બીજી વિકેટ 56 રનના સ્કોર પર પડી હતી. વોશિંગ્ટન સુંદરે ડેવોન કોનવેને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.

ન્યૂઝીલેન્ડ ની ત્રીજી વિકેટ 69 રનના સ્કોર પર પડી હતી. યુઝવેન્દ્ર ચહલે ગ્લેન ફિલિપ્સને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ન્યૂઝીલેન્ડની ચોથી વિકેટ 88 રનના સ્કોર પર પડી હતી. દીપક હુડ્ડાએ ડેરીલ મિશેલને શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 89 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. યુઝવેન્દ્ર ચહલે જેમ્સ નીશમને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati