AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગને લઇને સવાલો થવા લાગતા જ વિરાટ કોહલી બચાવ કરવા લાગ્યો

ન્યુઝીલેન્ડ સામે ની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ગુમાવવા બાદ વિરાટ કોહલી એ કહ્યુ હતુ કે, જરુરીયાત મુજબ ટીમમાં પરીવર્તન કરાશે. તેના બાદ માનવામાં આવી રહ્યુ હતુ કે, પજારાનુ ભારતીય ટીમમાં ટકવુ મુશ્કેલ બનશે.

IND vs ENG: ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગને લઇને સવાલો થવા લાગતા જ વિરાટ કોહલી બચાવ કરવા લાગ્યો
Virat Kohi-Cheteshwar Pujara-Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:32 AM
Share

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો બચાવ કર્યો છે. પૂજારાના સ્ટ્રાઈક રેટના સવાલ પર તેમણે કહ્યું કે, આ ભારતીય બેટ્સમેનને એકલો છોડી દેવો જોઈએ. કારણ કે કોઈની રમતમાં ખામી પોતે જ નક્કી કરવી જોઈએ, આ ટીકાકારોનું કામ નથી. ભારતની વર્તમાન ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) રન બનાવવાના મામલે વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે. તેણે 86 મેચમાં 6267 રન બનાવ્યા છે. પરંતુ હાલના સમયમાં તેની વધુ પડીતી રક્ષણાત્મક રમતની ઘણી ટીકા થઈ રહી છે. આ કારણે તેમના પર ઘણું દબાણ પણ વધ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final) માં હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે જરૂરિયાત મુજબ ટીમમાં ફેરફાર કરશે. આ પછી એવું માનવામાં આવતું હતું કે, પૂજારાનુ ટીમમાં સ્થાન હવે જોખમમાં છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતના એક દિવસ પહેલા, કોહલીએ પૂજારાનો બચાવ કર્યો હતો. પરંતુ સાથે સાથે આ શરત લાગુ કરતા પણ જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યું છે, અને પ્રામાણિકપણે મને લાગે છે કે તેના જેવી ક્ષમતા અને અનુભવ ધરાવતા ખેલાડીને એકલો છોડી દેવો જોઈએ. તેની પોતાની રમતમાં ખામીઓ શોધવાનું કાર્ય સંપૂર્ણપણે પોતાનું કામ છે.

કેપ્ટન કોહલી કહ્યુ હતુ, આલોચનાઓની પરવાહ નથી કરતા પુજારા

કેપ્ટને કહ્યું કે આ તબક્કે ખેલાડીઓને તેમની જવાબદારીનો અહેસાસ થાય છે. બિનજરૂરી ટીકા તેમને પરેશાન કરતી નથી, પૂજારાને સહેજેય તેની પરવા નથી. કોહલીએ કહ્યું, એ જ રીતે, હું અથવા અન્ય કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે વાકેફ છીએ કે, આપણે ટીમના સારા માટે શું કરવાનું છે. હું જાણું છું કે પુજારા ટીકાની પરવા કરતા નથી. લોકો જે ચાહે તે કહી શકે છે. પરંતુ આખરે તે હોય છે તો શબ્દો જ ને, જો તમને લાગે છે કે તેનો તમારા માટે કોઇ મતલબ નથી, તો તમે આગળ વધો છો અને તમારા રસ્તે ચાલતા રહો છો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પુજારાની સ્ટ્રાઇક રેટની બાબતે ચર્ચા ફરી એકવાર ગરમ થઇ છે. આ પ્રવાસ પર તેણે ખૂબ જ ધીમી બેટીંગ કરી હતી. જોકે તેના પ્રકારે ભારતના લોકોનુ દીલ જીતી લેવામાં મદદ કરી હતી. તેના બાદ ઇંગ્લેંન્ડ સામે ઘરેલુ સિરીઝમાં પુજારાની ધીમી બેટીંગે સૌનુ ધ્યાન ખેચ્યુ હતુ. ત્યારે અનેક લોકો એ કહ્યુ હતુ કે, જરુર કરતા ધીમી રમત રમી ને પુજારા પોતાને ટીમને મુશ્કેલીમાં નાંખી દે છે.

આ પણ વાંચો: IND vs ENG 1st Test: વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી પર આપ્યો જવાબ, કોહલીએ પ્લેઈંગ 11 પર કહ્યું આમ

આ પણ વાંચો: IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યું બાયોબબલને કારણે ખેલાડીઓ થાકી જાય છે, બ્રેક વિના ગુણવત્તા જાળવવી મુશ્કેલ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">