IND vs ENG: વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમ્યાન શતકનો રેકોર્ડ નોંધાવવાની તક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. જેમાં વિરાટ કોહલીને કેપ્ટનના રુપમાં શતકનો રેકોર્ડ નોંધાવવાનો મોકો છે. જોકે તેના ચાહકો લાંબા સમયથી તેના શતકની રાહ જોઇ રહ્યા છે.

IND vs ENG: વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમ્યાન શતકનો રેકોર્ડ નોંધાવવાની તક
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 3:53 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે આજથી 5 મેચની ટેસ્ટ શ્રેણીની શરુઆત શરુ થઇ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ (Team India) નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝમાં ટેસ્ટ રમાનારી છે. આજથી શરુ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીના શતકની રાહ ફેન્સ જોઇ રહ્યા હશે. કોહલી અને ક્રિકેટના ફેન્સ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) માં કેપ્ટનના બેટથી હવે શતક લગાવાય તેની આશા છે. આ શતક સાથે જ વિરાટ કોહલી કેપ્ટન તરીકે રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

વિરાટ કોહલીના બેટથી નવેમ્બર 2019માં સદી થઇ હતી. વિરાટ કોહલીએ કેપ્ટનના રુપમાં 41 શતક લગાવ્યા છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં એક શતક લગાવે તો, તે સૌથી વધુ શતક ધરાવતો કેપ્ટન બની જશે. હાલમાં વિરાટ કોહલી અને રીકી પોન્ટીંગ (Ricky Ponting) બંને આ મામલે બરાબરી પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી એ 201 મેચમાં 41 શતક લગાવી ચુક્યો છે.

રીકી પોન્ટીંગ આંતરરાષ્ટ્રીય 324 મેચોમાં 41 શતક લગાવ્યા છે. આમ પોઇન્ટીંગ અને કોહલી બંને એ 42 આંતરરાષ્ટ્રીય શતક કેપ્ટનના મામલે ધરાવે છે. આ મામલામાં બંને બાદ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ છે. આફ્રિકાના સ્મિથે 286 મેચમાં 33 આંતરરાષ્ટ્રીય શતક નોંધાવ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેના અંતિમ પ્રવાસ દરમ્યાન તેણે દમદાર પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલીએ તે દરમ્યાન 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં 593 રન કર્યા હતા. આમ વિરાટ કોહલી પાસે ફરી એકવાર સારા પ્રદર્શનની આશા વર્તાઇ રહી છે. સાથે જ મોટે ભાગે સિરીઝમાં એટલે કોહલી કંઇકના કંઇક રેકોર્ડ નોંધાવતો રહેતો હોય છે. એમ એ સીલસીલાને જારી રાખીને આ સિરીઝમાં પણ રેકોર્ડ નોંધાવવાની તક છે.

આ પણ વાંચોઃ Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : ગલવાન ઘાટી બાદ,હવે ઓલિમ્પિકમાં પણ ચીનને પછડાટ, પહેલવાન દીપકે ચીની પહેલવાનને હરાવ્યો,પહોંચ્યા સેમીફાઇનલમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">