AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: લોર્ડઝના મેદાન પર પ્રેક્ષકોની શરમજનક હરકત, ફિલ્ડીંગ કરી રહેલા કેએલ રાહુલ સાથે કર્યુ આ વર્તન

લોર્ડઝ મેદાન મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England)વચ્ચેની ટેસ્ટ દરમ્યાન શરમજનક હરકતની ઘટના સામે આવી હતી. જેને લઇ કોહલી પણ નારાજ દેખાયો હતો.

IND vs ENG: લોર્ડઝના મેદાન પર પ્રેક્ષકોની શરમજનક હરકત, ફિલ્ડીંગ કરી રહેલા કેએલ રાહુલ સાથે કર્યુ આ વર્તન
KL Rahul
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:19 PM
Share

લોર્ડઝના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. લોર્ડઝના ઐતિહાસિક મેદાન પર ભારત શરુઆતથી મજબૂત સ્થિતીમાં રહ્યું છે. પરંતુ ત્રીજા દિવસની રમત દરમ્યાન જો રુટે શતક લગાવી, ઈંગ્લેન્ડને મેચમાં પડકારની સ્થિતીમાં જાળવી રાખ્યુ છે. આ દરમ્યાન ત્રીજા દિવસે પ્રેક્ષકોએ ભારતીય ટીમની ફિલ્ડીંગ સમયે કેએલ રાહુલ (KL Rahul) સાથે શરમજનક હરકત કરી હતી.

લોર્ડઝ ટેસ્ટ (Lords Test)ના ત્રીજા દિવસની રમત દરમ્યાન પ્રેક્ષકોની વર્તણૂંકને લઈને ભારતીય ટીમમાં નારાજગી જોવા મળી હતી. કેપ્ટન કોહલી (Virat Kohli) આ મામલે ખૂબ જ નારાજગી દર્શાવી હતી. કેએલ રાહુલ ફિલ્ડીંગ કરી રહ્યો હતો એ દરમ્યાન કેટલાક દર્શકો દ્વારા શેમ્પેઈન કોર્ક ફેંકીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે કોર્ક રાહુલને વાગી નહોતી.

રાહુલ સાથે પ્રેક્ષકોની આ હરકત બાદ કોહલી પણ નારાજ દેખાઈ રહ્યો હતો. રાહુલ પર ફેંકાયેલ શેમ્પેઈન કોર્કને પરત ફેંકવા માટે તેને ઈશારો કર્યો હતો. આ ઘટના ઘટીએ વખતે મહંમદ શામીની જો રુટ સામે બોલીંગ ચાલી રહી હતી. આ ઘટના બાદ રમતને થોડીક ક્ષણો માટે ખલેલ પહોંચી હતી.

પ્રેક્ષકોની હરકતને પગલે હવે સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ખૂબ જ વાયરલ થવા લાગી છે. રાહુલ સાથેની ઘટનાને લઈને કેપ્ટન વિરાટ કોહલી રાહુલને લઈને તરત જ આગળ ધસી આવ્યો હતો. એક સમયે તો કોહલીએ ગુસ્સામાં ઈશારો કરી દીધો કે તેની પર ફેંકાયેલ કોર્કને તે દર્શકો તરફ પરત ફેંકવામાં આવે. વિરાટનો આ રોષ ક્રિકેટ ચાહકો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે.

રુટની સદી સાથે ભારતના સ્કોરનો પીછો

જો રુટે (Joe Root) લોર્ડઝ ટેસ્ટમાં શતક લગાવ્યુ છે. તેણે ત્રીજા દિવસની શરુઆત કરતા જ પ્રથમ સેશનમાં જ બેયરિસ્ટો સાથે મોટી ઈનીંગના સંકેત આપી દીધા હતા. તેણે બેયરિસ્ટો સાથે મળીને 121 રનની ભાગીદારી રમત રમી હતી. બેયરિસ્ટો અર્ધશતક કરીને આઉટ થયો હતો. આમ ભારતની મોટી લીડની આશા સામે રુટે ઈંગ્લેન્ડને મજબૂત સ્કોરે લઈ જવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2021: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આપ્યા રાહતના સમાચાર, ખેલાડીઓને લઈ કરી મહત્વની સ્પષ્ટતા

આ પણ વાંચોઃ આ 28 વર્ષીય યુવા ક્રિકેટરે ભારતીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો, આ કારણે BCCIને કહ્યુ અલવિદા

g clip-path="url(#clip0_868_265)">