AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આપ્યા રાહતના સમાચાર, ખેલાડીઓને લઈ કરી મહત્વની સ્પષ્ટતા

IPL-14ને કોરોના સંક્રમણને લઈને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. કોરોના વાઈરસ આઈપીએલના બાયોબબલમાં પ્રવેશ કરી લેતા ટૂર્નામેન્ટ રોકાઈ ગઈ હતી. હવે બાકીની 31 મેચો UAEમાં રમાનારી છે.

IPL 2021: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આપ્યા રાહતના સમાચાર, ખેલાડીઓને લઈ કરી મહત્વની સ્પષ્ટતા
IPL Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 7:31 PM
Share

IPL 2021ને લઈને તૈયારીઓની શરુઆત થવા લાગી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઇ ઈન્ડીયન્સ (Mumbai Indians)ની ટીમના ખેલાડીઓના પ્રથમ તબક્કાના સમુહ યુએઈ પહોંચવા લાગ્યા છે. આ દરમ્યાન હવે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (England)થી પણ સારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા (CA) અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) પણ તેના ખેલાડીઓને લઈને સ્પષ્ટતા કરી દીધી છે. તેઓએ ખેલાડીઓને આઈપીએલમાં ભાગ લેવા માટે પરવાનગી આપવાની સ્પષ્ટતા કરી દીધી છે.

મીડિયા રીપોર્ટનુસાર બંને બોર્ડ દ્વારા BCCIને આ અંગે બતાવી દેવામાં આવ્યું છે. જે મુજબ ખેલાડીઓને IPL ટૂર્નામેન્ટની બાકીની 31 મેચો માટે રમવાને લઈને કોઈ પરેશાની નથી. આ અંગેની પુષ્ટી BCCIએ ફ્રેન્ચાઈઝીઓને આ અંગેની જાણકારી આપવાને લઈને થઈ હતી. IPL 2021માં ઈંગ્લેન્ડના કુલ 14 અને ઓસ્ટ્રેલિયાના 20 ખેલાડીઓ સામેલ છે.

IPLના CEO હેમાંગ અમીને તમામ ફેન્ચાઈઝીઓને ફોન કરીને બંને બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગેની જાણકારી આપી હતી. હવે ખેલાડીઓ પર નિર્ભર રહેશે કે તેઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છે છે કે કેમ. BCCI અધિકારીઓએ ટીમોને બતાવ્યું હતુ કે ખેલાડી ટૂર્નામેન્ટના અંત સુધી ઉપલબ્ધ રહેશે. આ બંને બોર્ડ પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટે આ પહેલા જ તેમનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો હતો. કીવી ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં હાજર રહેવાને લઈને ગ્રીન સિગ્નલ આપી દીધુ હતુ.

ફ્રેન્ચાઈઝી અધિકારીએ પુષ્ટી કરી

દુબઈ પહોંચી ચુકેલી ત્રણ વખત ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને પણ આ અંગે મીડિયાને કહ્યું હતુ કે અમને આઈપીએલ ઓફિસથી ફોન આવ્યો હતો. જેમાં બતાવાયુ હતુ કે તે બોર્ડોને તેમના ખેલાડીઓના હિસ્સો લેવાને લઈને કોઈ જ પરેશાની નથી. હવે આ ખેલાડીઓ પર નિર્ભર છે. અમારા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે.

પંજાબ કિંગ્સ (Panjab Kings)ના CEO સતિષ મેનને પણ કહ્યું કે તેમને BCCI તરફથી આ મામલા પર પુષ્ટી મળી ગઈ છે. તેમણે કહ્યું કે અમને ક્લીયરન્સના સંદર્ભમાં બતાવવામાં આવ્યુ છે. હવે ટીમ મેનેજર ખેલાડીઓને વ્યક્તિગત રુપે સંપર્ક કરશે. પંજાબ કિંગ્સની ટીમમાં રેલી મેરેડિથ, મોઈઝેઝ હેનરીક્સ અને ઝાય રિચર્ડસનના રુપમાં ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. જ્યારે ઈંગ્લેન્ડના ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાન પણ પંજાબની ટીમમાં સામેલ છે.

આ ખેલાડી પણ કરી ચુક્યા છે પુષ્ટી

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના ડેવિડ વોર્નરે સ્પષ્ટ કહ્યું હતુ કે તે લીગમાં હિસ્સો હશે. આ ટીમમાં ઈંગ્લેન્ડના જેસન રોય અને જોની બેયરિસ્ટો સામેલ છે. દિલ્હી કેપિટલ્સ (DC)ના માટે રમનાર સ્ટીવ સ્મિથ અને માર્કસ સ્ટોઈનિસે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે રમશે.

આ પણ વાંચોઃ આ 28 વર્ષીય યુવા ક્રિકેટરે ભારતીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો, આ કારણે BCCIને કહ્યુ અલવિદા

આ પણ વાંચોઃ Team India: રવિ શાસ્ત્રી બાદ ટીમના હેડ કોચ તરીકે કોણ ? દેશ-વિદેશના આ દિગ્ગજો રેસમાં સામેલ

g clip-path="url(#clip0_868_265)">