IND vs ENG, Semi Final, T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, રોહિત શર્માની ફિફ્ટી

| Updated on: Jun 28, 2024 | 12:07 AM

India vs England 2nd Semi Final: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ ગયાનામાં રમાશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાશે.

IND vs ENG, Semi Final, T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, રોહિત શર્માની ફિફ્ટી

T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ સતત ચોથી સેમીફાઈનલ રમી રહી છે. તો ટીમ ઈન્ડિયા 5મી વખત સેમીફાઈનલ રમી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલની વિજેતા ટીમનો સામનો ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે થશે. જે બારબાડોસમાં રમાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jun 2024 12:05 AM (IST)

    ઈંગ્લેન્ડને જીતવા 172 રનનો ટાર્ગેટ

    ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, રોહિત શર્માની ફિફ્ટી

  • 28 Jun 2024 12:03 AM (IST)

    અક્ષર પટેલ આઉટ 

    અક્ષર પટેલ 10 રન બનાવી થયો આઉટ, ભારતને સાતમો ઝટકો

  • 27 Jun 2024 11:52 PM (IST)

    શિવમ દુબે શૂન્ય પર આઉટ

    ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડયા બાદ શિવમ દુબે શૂન્ય પર થયો આઉટ

  • 27 Jun 2024 11:50 PM (IST)

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી

    ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો, હાર્દિક પંડયા 23 રન બનાવી થયો આઉટ

  • 27 Jun 2024 11:40 PM (IST)

    સૂર્યકુમાર યાદવ આઉટ

    સૂર્યકુમાર યાદવ 3 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, જોફ્રા આર્ચરે લીધી વિકેટ

  • 27 Jun 2024 11:31 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    રોહિત શર્મા ફિફ્ટી ફટકારી આઉટ, આદિલ રશીદે લીધી વિકેટ

  • 27 Jun 2024 11:26 PM (IST)

    રોહિત શર્માની ફિફ્ટી

    રોહિત શર્માની શાનદાર ફિફ્ટી, સિક્સર ફટકારી અર્ધસદી પૂર્ણ કરી, ભારતનો સ્કોર 100ને પાર

  • 27 Jun 2024 11:17 PM (IST)

    મેચ ફરી શરૂ

    મેચ ફરી શરૂ થઈ, રાહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ ક્રીઝ પર હાજર

  • 27 Jun 2024 11:04 PM (IST)

    11:10 વાગ્યે મેચ ફરી શરૂ થશે

    11:10 વાગ્યે મેચ ફરી શરૂ થશે, બંને ટીમના ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી

  • 27 Jun 2024 10:25 PM (IST)

    વરસાદ બંધ થયો

    વરસાદ બંધ થયો, અમ્પાયરો મેદાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

  • 27 Jun 2024 09:57 PM (IST)

    વરસાદના કારણે મેચ રોકાવામાં આવી

    8 ઓવરની રમત બાદ અચાનક શરૂ થયો વરસાદ, વરસાદના કારણે મેચ રોકાવામાં આવી

  • 27 Jun 2024 09:41 PM (IST)

    રિષભ પંત સસ્તામાં આઉટ

    ભારતને બીજો ઝટકો, રિષભ પંત માત્ર 6 રન બનાવી આઉટ

  • 27 Jun 2024 09:29 PM (IST)

    ભારતને મોટો ઝટકો, કોહલી માત્ર 9 રન બનાવી આઉટ

    • ભારતને કોહલીના રૂપમાં મોટો ઝટકો લાગ્યો
    • કોહલી ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો
    • 9 બોલમાં માત્ર 9 રન બનાવી આઉટ
    • રીસ ટોપલીએ કોહલીને કર્યો બોલ્ડ
  • 27 Jun 2024 08:59 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ

  • 27 Jun 2024 08:57 PM (IST)

    ઈંગ્લેન્ડ પ્લેઈંગ 11

    ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેયરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી

  • 27 Jun 2024 08:53 PM (IST)

    ભારત બેટિંગ ફર્સ્ટ

    ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે

  • 27 Jun 2024 08:42 PM (IST)

    10 મિનિટમાં થશે ટોસ

    10 મિનિટમાં થશે ટોસ, અમ્પાયરોએ પિચનું નિરીક્ષણ કર્યું, બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં

  • 27 Jun 2024 08:10 PM (IST)

    અમ્પાયર કરશે તપાસ

    અમ્પાયર થોડા સમય પછી મેદાનની તપાસ કર્યા બાદ ટોસ અંગે નિર્ણય લેશે.

  • 27 Jun 2024 07:31 PM (IST)

    ટોસમાં વિલંબ

    ગયાનામાં વરસાદ થયો બંધ, સેમી ફાઈનલના ટોસમાં થયો વિલંબ

  • 27 Jun 2024 06:58 PM (IST)

    મેદાનમાંથી કવર દૂર કરવામાં આવ્યા

    ગયાનાથી સતત સારા સમાચાર આવી રહ્યા છે. લેટેસ્ટ અપડેટ એ છે કે વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને આછો તડકો પણ બહાર આવ્યો છે. તેમજ મેદાનમાંથી કવર પણ હટાવી દેવામાં આવ્યા છે. મતલબ કે સમયસર મેચ શરૂ થવાની અપેક્ષા સતત વધી રહી છે.

  • 27 Jun 2024 06:35 PM (IST)

    વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત ફાઈનલમાં

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલની વિજેતા ટીમ બાર્બાડોસમાં રમાનારી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ માટે સૌથી મોટો ખતરો વરસાદ છે, જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત ફાઈનલમાં પહોંચશે.

  • 27 Jun 2024 06:02 PM (IST)

    વરસાદના કારણે વધી ચિંતા

    ગયાનામાં વરસાદ શરૂ થઈ ગયો છે અને હાલ સ્થિતિ સારી દેખાઈ રહી નથી. મેચ રમાશે કે નહીં તેને લઈ વધી ચિંતા

  • 27 Jun 2024 05:43 PM (IST)

    ગાયનામાં વરસાદ શરૂ

    સેમીફાઈનલ મેચના 2 કલાક પહેલા ગાયનામાં વરસાદ ફરી થયો શરૂ

  • 27 Jun 2024 05:12 PM (IST)

    IND vs ENG Semi Final Match : ટોસ સાંજે 7.30 કલાકે થશે

  • 27 Jun 2024 05:08 PM (IST)

    IND vs ENG Semifinal: સૂર્ય કુમાર યાદવ પર નજર રહેશે

    વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ત્રીજા નંબર પર રહેશે. છેલ્લી છ મેચોમાં તેણે 132.53ના સ્ટ્રાઈક રેટથી 167 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેણે બે અડધી સદીની મદદથી 149 રન બનાવ્યા છે. તે આગામી મેચમાં ભારત માટે સૌથી મોટી આશા હશે. શિવમ દુબે પાંચમા નંબરે ઉતરશે. આ સ્થિતિમાં સંજુ સેમસનને બહાર બેસવું પડી શકે છે. આ સાથે જ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર ચમકતો જોવા મળશે. તે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.

  • 27 Jun 2024 05:08 PM (IST)

    IND vs ENG Semi Final Match : જાણો શું છે આઈસીસીનો નિયમ

    ભારત અને ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. હવામાનના રિપોર્ટ મુજબ ગયાનામાં સવારે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે.આ પણ વાંચો : જો વરસાદ આવશે તો ભારત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં એન્ટ્રી કરશે ! જાણો શું છે આઈસીસીનો નિયમ

  • 27 Jun 2024 04:59 PM (IST)

    IND vs ENG Semi Final Match : 593 દિવસ પછી બદલો લેવાની તક

    ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે આજે મેચ છે, તો વાત કરીએ જૂના ઈતિહાસની બરાબર 593 દિવસ બાદ ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડથી બદલો લેવાની તક છે. યાદ રહે કે છેલ્લા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ 10 નવેમ્બર 2022ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી અને ટાઈટલ જીત્યું. હવે 595 દિવસ બાદ રોહિતની ટીમ આ જ સ્કોર પૂરો કરવા માટે 27 જૂને મેદાનમાં ઉતરશે.

  • 27 Jun 2024 04:59 PM (IST)

    IND vs ENG Semi Final Match : ભારતીય ચાહકોમાં ભારે ઉત્સાહ

    આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે. આ મેચને લઈને ભારતીય ચાહકોમાં ભારે ઉત્સાહ છે.

  • 27 Jun 2024 04:50 PM (IST)

    IND vs ENG Semi Final Match : ભારતીય ખેલાડીઓ આ કામ કરવાનું રહેશે

    ટી 20 વર્લ્ડકપ 2024માં અત્યારસુધી ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતી આવી છે. ત્યારે આજે પણ તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું રહેશે.

  • 27 Jun 2024 04:40 PM (IST)

    IND vs ENG Semi Final Match : સેમીફાઈનલ મેચ પહેલા ગયાનાના વાતાવરણમાં આવ્યો પલટો

  • 27 Jun 2024 04:12 PM (IST)

    IND vs ENG Semi Final Match : ઈંગ્લેન્ડના કેપ્ટન શાનદાર ફોર્મમાં

    ઈંગ્લેન્ડનો કેપ્ટન અત્યારે શાનદાર ફોર્મમાં છે. ટીમની જીતમાં તેનું મહત્વનું યોગદાન છે, પરંતુ તે જસપ્રિત બુમરાહ સામે સંઘર્ષ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં બુમરાહ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે. બુમરાહે તેને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 10 બોલમાં બે વખત આઉટ કર્યો છે. આ વર્લ્ડ કપમાં બટલર 159ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. જ્યારે બુમરાહ સામે તે 83 પર આવી ગયો છે. જ્યારે બુમરાહ આ વર્લ્ડ કપમાં 3.4ની ઈકોનોમી સાથે બોલિંગ કરી રહ્યો છે,

  • 27 Jun 2024 03:57 PM (IST)

    IND vs ENG Semi Final Match : ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.

  • 27 Jun 2024 03:55 PM (IST)

    IND vs ENG Semi Final Match : ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર

    ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદા ર છે. અત્યારસુધી તેમણે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં દર વખતે 50થી વધુ રન બનાવ્યા છે.

  • 27 Jun 2024 03:45 PM (IST)

    IND vs ENG Semi Final Match : અર્શદીપ સિંહ રચી શકે છે ઈતિહાસ

    અર્શદીપ સિંહ પાસે ટી20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચવાની તક છે. આ સીઝનમાં તે 15 વિકેટ લઈ ચુક્યો છે. જો આજે 3 વિકેટ લે છે તો ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.

  • 27 Jun 2024 03:39 PM (IST)

    IND vs ENG Semi Final Match : રોહિત શર્મા પાસે ચાહકોને ખુબ મોટી આશા

    આજે સેમીફાઈનલ મેચમાં રોહિત શર્મા પાસે ચાહકોને ખુબ મોટી આશા છે, કારણ કે, તે 91 રનની સાથે ભારત માટે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમણે જે ઈનિગ્સ રમી હતી તેવી આ મેચમાં પણ ચાહકો રાખી રહ્યા છે.

  • 27 Jun 2024 03:35 PM (IST)

    IND vs ENG Semi Final Match : જે ટીમ જીતશે ફાઈનલમાં એન્ટ્રી કરશે

  • 27 Jun 2024 03:25 PM (IST)

    IND vs ENG Semi Final Match : છેલ્લી સેમિફાઇનલમાં ભારતને હાર મળી હતી

    T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હેલ્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતને કારમી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

  • 27 Jun 2024 03:20 PM (IST)

    IND vs ENG Semi Final Match : સાઉથ આફ્રિકાએ ફાઈનલમાં સ્થાન બનાવી લીધું

    સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હાર આપી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. આફ્રિકાની ટીમે પહેલી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. મેચમાં પહેલા બેટિંગ કરી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ સરળતાથી ટારગેટ ચેન્જ કર્યો હતો.

  • 27 Jun 2024 02:55 PM (IST)

    IND vs ENG Semi Final Match : કોઈ રિઝર્વ ડે નથી

    સેમિફાઇનલ બે માટે કોઈ રિઝર્વ ડે નથી. પરંતુ વધારાનો 250 મિનિટ એટલે કે 4 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે વધારાના સમયમાં પણ મેચ પૂર્ણ ન થઈ શકે તો સુપર 8ના ગ્રુપમાં રહેલી ટીમ ફાઇનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં ભારત ફાઇનલમાં પહોંચશે.

  • 27 Jun 2024 02:50 PM (IST)

    IND vs ENG Semi Final Match : મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રેવશ કરશે

    ભારત અને ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. હવામાનના રિપોર્ટ મુજબ ગયાનામાં સવારે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે. તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રેવશ કરશે.

  • 27 Jun 2024 02:40 PM (IST)

    IND vs ENG Semi Final Match : ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવવા તૈયાર

    ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવવા તૈયાર છે. બંન્ને ટીમ સેમીફાઈનલમાં ફરી એક વખત આમને-સામને થશે. સેમીફાઈનલમાં બીજી મેચ ભારતીય સમયઅનુસાર ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતની નજર ઈંગ્લેન્ડન સામે હારનો બદલો લેવા પર છે.

  • 27 Jun 2024 02:30 PM (IST)

    IND vs ENG Semi Final Match : ટીમ ઈન્ડિયાનો પ્લાન શું છે?

    સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પ્લાન ઈંગ્લેન્ડની નબળાઈઓ પર એટેક કરવા સાથે સંબંધિત છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની નબળાઈઓને નિશાન બનાવવા માંગે છે, જેણે તેમને ગ્રુપ સ્ટેજમાં પરેશાન કર્યા હતા. હા, ઈંગ્લેન્ડ ભલે સેમીફાઈનલમાં પહોંચી ગયું હોય, પરંતુ તેઓ કેવી રીતે પહોંચ્યા એ બધા જાણે છે. ટૂર્નામેન્ટમાં એક સમય એવો હતો જ્યારે ઈંગ્લેન્ડનું ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાનું જોખમ હતું, કારણ કે તેની નબળાઈઓ તેની રમત પર પ્રભુત્વ ધરાવતી હતી. ઈંગ્લેન્ડની આ નબળાઈઓ તેના બેટિંગ અને બોલિંગ વિભાગ સાથે સંબંધિત હતી.

  • 27 Jun 2024 02:25 PM (IST)

    IND vs ENG Semi Final Match : ટીમ ઈન્ડિયાનો એક પ્લાન

    T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમીફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે છે. ઈંગ્લેન્ડ આસાન પડકાર નથી. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક પ્લાન છે, જેનો ઉપયોગ તેઓ ઈંગ્લેન્ડને હરાવવા માટે ઢાલ તરીકે કરશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, જે ઈંગ્લેન્ડ પર અલગ દબાણ બનાવવાનું કામ કરશે.

  • 27 Jun 2024 02:23 PM (IST)

    India vs England 2nd Semi Final: કોણ જીતશે મેચ

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 27 Jun 2024 02:15 PM (IST)

    IND vs ENG Semi Final Match : T20 વર્લ્ડ કપમાં આમને-સામને

    T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ 5મી વખત આમને-સામને થવા જઈ રહ્યા છે. અગાઉ રમાયેલી 4 મેચોમાં બંનેએ 2-2થી જીત મેળવી છે.

  • 27 Jun 2024 02:10 PM (IST)

    IND vs ENG Semi Final Match : ગયાનામાં રન બનાવવા સરળ નથી

    ગયાનામાં રમાનાર ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ બેટ્સમેનો માટે મુશ્કેલ બની શકે છે. અહીં રન બનાવવું સરળ કામ નથી. આ મેદાન પર વર્લ્ડ કપ મેચ દરમિયાન પાવરપ્લેમાં માત્ર 6.4ની એવરેજથી રન બનાવાયા હતા. જ્યારે મધ્ય ઓવરોમાં આ સરેરાશ ઘટીને 5.5 થઈ જાય છે, જ્યારે ડેથ ઓવરોમાં પણ માત્ર 7.6ની સરેરાશથી રન બને છે.

  • 27 Jun 2024 02:10 PM (IST)

    IND vs ENG Semi Final Match : ભારતીય ટીમનું પલડું ભારે

    ભારત અને ઈંગ્લેન્ડ T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 23 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ભારત 12 વખત જીત્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 11 વખત જીતવામાં સફળ રહ્યું છે. T20 પિચ પર બંને ટીમો વચ્ચે આ 24મી ટક્કર હશે.

  • 27 Jun 2024 02:05 PM (IST)

    IND vs ENG Semi Final Match : રાત્રે 8 વાગ્યે શરુ થશે મેચ

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7.30 કલાકે થશે.

  • 27 Jun 2024 01:59 PM (IST)

    IND vs ENG Semi Final Match : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ

    ટી20 ક્રિકેટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમીફાઈનલ મેચ રમાશે. ટી 20 વર્લ્ડકપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ અને ભારત 4 વખત આમને-સામને થયા હતા. બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે

Published On - Jun 27,2024 1:48 PM

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">