IND vs ENG: જેમ્સ એન્ડરસનને વિકેટ નહી મળતા વર્તન બદલાયુ, સિરાજ સાથે મેદાન પર બાખડી પડ્યો, જુઓ

ઇંગ્લેન્ડના કેમ્પમાં એન્ડરસન (James Anderson) અને બ્રોડ જેવા દિગ્ગજ બોલરો છે. આમ છતાં ભારતીય પૂંછડીયા બેટ્સમેન આગળ તેઓની ખાસ ચાલી નહોતી. પરીણામે તેની અસર મેદાનમાં તેમના હાવભાવમાં જોવા મળી હતી.

IND vs ENG: જેમ્સ એન્ડરસનને વિકેટ નહી મળતા વર્તન બદલાયુ, સિરાજ સાથે મેદાન પર બાખડી પડ્યો, જુઓ
India vs England
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:01 PM

ઈંગ્લેન્ડ (Engand) સામે નોટિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટેઇલેન્ડર્સ એ ઇંગ્લેન્ડના બોલરોને ધોઇ નાંખવાનો મુડ અપનાવ્યો હતો. જે લોઅર ઓર્ડરના બેટ્સમેનો હતા. જેમણે ઈંગ્લેન્ડના બોલરોના પ્રયાસોને નિષ્ફળ બનાવી પ્રથમ ઇનીંગમાં ભારતીય સ્કોર બોર્ડને 278 રન સુધી પહોંચાડ્યો હતો. ટેઇલેન્ડર્સના આ પ્રયાસે ભારતને પ્રથમ દાવમાં 95 રનની નોંધપાત્ર લીડ અપાવી હતી. તે સમયે ઇંગ્લેન્ડને માથાનો દુખાવો પણ વધી ગયો હતો.

ઈંગ્લેન્ડના કેમ્પમાં જેમ્સ એન્ડરસન (James Anderson), સ્ટુઅર્ટ બ્રોડ જેવા દિગ્ગજ બોલરો હતા. આમ છતાં, તે ભારતીય ટેઇલેન્ડર્સ સામે તેમની વધારે ચાલી નહોતી. પરિણામ એ થયુ કે, તે મેદાન પર તેના વર્તન અને હાવભાવને અસર કરવા લાગ્યુ. ઇંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. પોતાનુ સંતુલન ગુમાવ્યુ હતુ અને ભારતના મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) સાથે ઘર્ષણમાં પડ્યો હતો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ત્રીજા દિવસે ભારતીય ઇનિંગ્સની અંતિમ ક્ષણોમાં એન્ડરસન માત્ર કેચ પડતો મૂકતો ન જોવા મળ્યો હતો. પરંતુ વિકેટ લેવા જોર લગાવી પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. આ દબાણમાં તેણે મહંમ્મદ સિરાજ સાથે સ્લેજિંગ શરૂ કર્યું હતુ. આ ઘટના ભારતીય ઇનિંગની 84 મી ઓવરમાં બની હતી, જ્યારે એન્ડરસન અને સિરાજ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. પેહલા તો એન્ડરસને સિરાજને ઉશ્કેર્યો. જેનો સિરાજે પણ પલટીને જવાબ આપ્યો હતો.

ઇંગ્લેન્ડ હજુ ભારતના સ્કોરથી દુર

ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 25 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ભારતીય લીડના આંકને પહોંચવા માટે ઇંગ્લેન્ડ હજુ 70 રન દુર છે. આમ ભારત ત્રીજા દિવસને અંતે મજબૂત સ્થિતીમાં જોવા મળી રહ્યુ છે. ચોથા દિવસે ભારતે દિવસના અંત પહેલા ઇંગ્લેન્ડને સમેટવા પ્રયાસ કરવો પડશે. ભારતીય બોલરોના હાથમાં હવે જીતની ચાવી છે. જે કમાલ હવે બોલરોએ કરી દેખાડવો પડશે.

આ પણ વાંચોઃ BAN vs AUS: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે કપાવ્યુ નાક, 3-0 થી ગુમાવી શ્રેણી, આસાન લક્ષ્ય પાર ન થઇ શક્યુ

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય ગોલ્ફર અદિતી અશોક મેડલ થી ચુકી, રોમાંચક રમત સાથે જબરદસ્ત ટક્કર આપી હતી

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">