Tokyo Olympics 2020 : ગોલ્ફર અદિતિ અશોકે એક શોટથી પદક ગુમાવ્યુ, પરંતુ ઇતિહાસ રચી જીત્યા લોકોના દિલ

Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક 2020ના ગોલ્ફ કોર્સથી ભારત માટે સારા સમાચાર છે. અહીં ભારતના મહિલા ગોલ્ફર અદિતિ અશોકે કમાલ કર્યો છે. તેમણે ગોલ્ફમાં ભારત માટે મેડલ તો ન જીત્યો પણ આ રમતને દેશમાં ઓળખાણ અપાવાનુ કામ કર્યું.

Tokyo Olympics 2020 : ગોલ્ફર અદિતિ અશોકે એક શોટથી પદક ગુમાવ્યુ, પરંતુ ઇતિહાસ રચી જીત્યા લોકોના દિલ
Aditi Ashok
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:02 PM

Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક 2020ના (Tokyo Olympics 2020) ગોલ્ફ કોર્સથી ભારત માટે સારા સમાચાર છે. અહીં ભારતના મહિલા ગોલ્ફર અદિતિ અશોકે (Aditi Ashok) કમાલ કર્યો છે. તેમણે ગોલ્ફમાં (Golf) ભારત માટે મેડલ તો ન જીત્યો પણ આ રમતને દેશમાં ઓળખાણ અપાવાનુ કામ કર્યું.

અદિતિ દુનિયાના 200 નંબરના ગોલ્ફર છે. પરંતુ અત્યારે તેમણે પોતાની કમાલ રમતથી અત્યારના વર્લ્ડ નંબર વન અમેરિકાની નેલી કોર્ડા (Nelly Korda) અને પૂર્વ વર્લ્ડ નંબર વન લીડિયા કો (Lydia Ko) ને જોરદાર ટક્કર આપી છે. 23 વર્ષની અદિતિ માત્ર એક શોટથી મેડલ જીતવાથી ચૂકી ગઇ છે.

ભારતીય ગોલ્ફર અદિતિ અશોકની આ બીજી ઓલિમ્પિક હતી. તેમણે 2016 ના રિયોમાં પોતાનુ ડેબ્યૂ કર્યુ હતું. ડેબ્યૂ ઓલિમ્પિકમાં તે મેડલથી ચૂકી ગયા હતા. શરુઆતના રાઉન્ડમાં તેઓએ પોતાના પરફોર્મન્સના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પરંતુ ત્યારબાદ તેઓ રિધમ કાયમ ન રાખી શક્યા. 41 માં સ્થાન પર રહીને રિયોના સફરનો તેમણે અંત કર્યો હતો. પરંતુ ટોક્યોમાં તેમણે રિયોની ભૂલમાંથી પાઠ લીધો અને ચોથા નંબર પર રહીને સફરનો અંત કર્યો.

ભારતીય ગોલ્ફર અદિતિ અશોકે ગોલ્ફ ઇવેન્ટમાં શરુઆતથી જ દમદાર પ્રદર્શ કર્યુ. તેમણે મેચ પર સતત પકડ બનાવી રાખી અને ટૉપ-3 માં જગ્યા બનાવી રાખી. ત્રીજા રાઉન્ડની રમત પૂર્ણ થયા બાદ તેઓ અમેરિકાની ગોલ્ફર નેલી  કોર્ડા બાદ બીજા નંબરે હતા. એટલે કે સિલ્વર મેડલના પ્રબળ દાવેદાર હતા.

ત્યારબાદ શનિવારની રમતમાં ચોથા અને છેલ્લા રાઉન્ડમાં છેલ્લે સુધી મેડલના પ્રબળ કંટેડર બની રહ્યા. પરંતુ મેચમાં લગાવેલા છેલ્લા શૉટ પર થયેલી ચૂકના કારણે તેમના હાથેથી મેડલ જીતવાનો મોકો જતો રહ્યો.

આ પણ વાંચો : Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

આ પણ વાંચો :Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">