AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs AUS: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે કપાવ્યુ નાક, 3-0 થી ગુમાવી શ્રેણી, આસાન લક્ષ્ય પાર ન થઇ શક્યુ

બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા (Bangladesh vs Australia) વચ્ચે ઢાકામાં 5 મેચોની ટી20 સિરીઝની ત્રીજી મેચ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની નાટકીય રીતથી હાર થઇ હતી. 127 રનના આસાન લક્ષ્યને 6 વિકેટ હાથ પર હોવા છતાં પાર કરી શક્યુ નહોતું.

BAN vs AUS: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે કપાવ્યુ નાક, 3-0 થી ગુમાવી શ્રેણી, આસાન લક્ષ્ય પાર ન થઇ શક્યુ
Bangladesh vs Australia
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 11:01 AM
Share

ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં તે T20 સિરીઝ બાંગ્લાદેશ (Bangladesh) સામે રમી રહ્યુ છે. જ્યાં ઓસ્ટ્રેલિયાની હાલત એકદમ ખરાબ થઇ ચુકી છે. બાંગ્લાદેશ સામે સળંગ ત્રણ મેચોમાં હાર મેળવીને ઓસ્ટ્રેલિયા એ શ્રેણી ગુમાવી દીધી છે. બાંગ્લાદેશે જબરદસ્ત રમત સાથે ઓસ્ટ્રેલિયા પર શ્રેણી વિજય પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો હતો. પાંચ T20 મેચોની સિરીઝમાં બાંગ્લાદેશ 3-0 થી આગળ છે. ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા 10 રનથી બાંગ્લાદેશ સામે હાર્યુ હતું.

ઓસ્ટ્રેલિયાની સામે બાંગ્લાદેશની ટીમે ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાને સતત ત્રણ મેચોમાં હરાવી દેવાની સફળતા બાંગ્લાદેશે મેળવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનો કમાલ બાંગ્લાદેશે પ્રથમ વાર કર્યો છે. આ સાથે જ બાંગ્લાદેશે ક્રિકેટમાં પ્રથમ વખત સિરીઝ જીતી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઇ ગઇ છે અને હવે આબરુ બચાવવા અંતિમ બંને T20 મેચ જીતવા માટે યોજના ઘડવી પડશે.

ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. બાંગ્લા ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના બેટ્સમેન મહંમદુલ્લાહ રિયાદના અર્ધશતક ફટકાર્યુ હતુ, તેણે 53 રન બનાવ્યા હતા. 127 રન જે ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશે એક આસાન સ્કોર હતો. બાંગ્લાદેશને મર્યાદિત સ્કોર પર નિયંત્રીત રાખવામાં નાથન એલિસ (Nathan Ellis) ની ભૂમિકા મહત્વની રહી હતી. તેને T20 ડેબ્યૂ મેચમાં જ હેટ્રીક વિકેટ ઝડપી હતી. તે પહેલો ડેબ્યૂટન્ટ બન્યો છે, જેણે ડેબ્યૂ મેચમાં હેટ્રીક મેળવી છે.

આસાન સ્કોર સામે 10 રને હાર

આસાન સ્કોરને પાર પાડવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમો મેદાને ઉતરતા 4 વિકેટ ગુમાવીને માત્ર 117 રન જ બનાવ્યા હતા. જેમાં મિશેલ માર્શે અર્ધશતક લગાવ્યુ હતું. ઓપનર બેન મેકડિર્મોટ્ટે 41 બોલમાં 35 રન કર્યા હતા. જ્યારે ઓપનીંગ રમી રહેલ કેપ્ટન મેથ્યૂ વેડે (Matthew Wade) માત્ર 1 જ રન બનાવીને આઉટ થયો હતો. મોઇસીસી હેનરીક્સે 3 બોલમાં 2 રન કર્યા હતા. એલેક્સ કેરી 15 બોલમાં 20 રન અને ડેનિયલ ક્રિશ્વન 10 બોલમાં 7 રન કરી અણનમ રહ્યા હતા. આમ મજબૂત સ્થિતીમાં પણ નાટકીય રીતે ઓસ્ટ્રેલિયાએ હાર મેળવી હતી.

મુસ્તફિઝુરની કસીને બોલીંગ

ઓસ્ટ્રેલિયાએ 19 મી ઓવરમાં માત્ર 1 જ રન નિકાળ્યો હતો, જે તેની હાર નિશ્વિત કરી ચુકી હતી. ડાબોડી ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાને (Mustafizur Rahman) પોતાની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને કસીને બોલીંગ કરી હતી. જ્યારે શેરફુલ ઇસ્લામે 2 વિકેટ ઝડપી હતી. તેમજ શાકિબ અલ હસન અને નુસુમ અહમદને 1-1 સફળતા મળી હતી. મેચ બાંગ્લાદેશના ઢાકામાં રમાઇ હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ધરતી પર મચાવી ધૂમ, બેટીંગમાં કમાલ વડે દિગ્ગજોની બરાબરી કરી

આ પણ વાંચોઃ IND vs ENG: વરસાદને લઇને ત્રીજા દિવસની રમત વહેલા સમાપ્ત કરી દેવાઇ, ઇંગ્લેન્ડ 25-0, ભારત 70 રનની લીડ

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">