IND vs ENG: જો રૂટની ઇનીંગ ભારે પડી ગઇ, કોહલી-પુજારા-રહાણેની ત્રિપૂટી મળીને પણ તેના જેટલો સ્કોર ન કરી શકી

TV9 GUJARATI

|

Updated on: Aug 29, 2021 | 9:41 PM

India vs England: બંને ટીમોની બેટીંગ આ સિરીઝમાં વધારે સારી જોવા નથી મળી. જોકે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) આ બધાથી અલગ રહ્યો છે. તે સિરીઝમાં રનના પહાડ પર ઉભો છે.

IND vs ENG: જો રૂટની ઇનીંગ ભારે પડી ગઇ, કોહલી-પુજારા-રહાણેની ત્રિપૂટી મળીને પણ તેના જેટલો સ્કોર ન કરી શકી
Virat Kohli-Joe Root-Cheteshwar Pujara-Ajinkya Rahane-

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 ની બરાબરી પર છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ વરસાદના કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી, લોર્ડ્સ ટેસ્ટમાં, ભારતીય ટીમે (Team Idnia) શ્રેષ્ઠ રમત બતાવી અને જીત નોંધાવી શ્રેણીમાં લીડ મેળવી હતી. યજમાન ઈંગ્લેન્ડે લીડ્ઝ ટેસ્ટ (Leeds Test) માં જબરદસ્ત રીતે પરત ફરી અને ભારતને હરાવી શ્રેણી 1-1 થી બરાબરી કરી હતી.

અત્યાર સુધી આ સમગ્ર શ્રેણીમાં, બંને ટીમોની બોલિંગ મજબૂત દેખાઈ છે અને બેટિંગમાં ઘણી ખામીઓ નજર આવી છે. બે ટીમો વચ્ચે માત્ર એક જ મોટો તફાવત છે, જે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) છે. જેણે રનનો વરસાદ કર્યો છે. રૂટ ઇંગ્લેન્ડની ટીમનો સૌથી અનુભવી બેટ્સમેન છે. જ્યારે મિડલ ઓર્ડરની ત્રિમૂર્તિ ટીમ ઇન્ડિયામાં અનુભવના મામલામાં મોખરે છે, પરંતુ તે આ શ્રેણીમાં રૂટ સામે ટકી શકી નથી.

ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટ આ વર્ષે અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહ્યો છે. જાન્યુઆરીથી શ્રીલંકાના પ્રવાસથી લઈ ભારતનો પ્રવાસ અને હવે ભારત સામે પોતાના ઘર આંગણે ભારત સામેની ટેસ્ટ શ્રેણી સુધી, માત્ર રૂટે જ સૌથી વધુ બેટીંગ કરી છે. રૂટે આ વર્ષે અત્યાર સુધીમાં 2 બેવડી સદી સહિત કુલ 6 સદી ફટકારી છે, જેમાંથી 4 ભારત સામે નોંધાવી છે. જે ચાર પૈકી 3 શતક આ શ્રેણીમાં આવ્યા છે. જ્યાં રૂટને આઉટ કરવો ભારતીય બોલરો માટે સૌથી મોટો પડકાર સાબિત થયો છે.

રૂટે બનાવ્યો રનનો પહાડ

જો રૂટે અત્યાર સુધી શ્રેણીની ત્રણેય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે પાંચ ઇનિંગ રમી છે, જેમાં તેણે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ સિવાય દરેક વખતે 50 નો આંકડો પાર કર્યો છે. રૂટે નોટિંગહામમાં 109, લોર્ડ્સમાં 180 અને લીડ્સમાં 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે નોટિંગહામમાં પણ અડધી સદી ફટકારી હતી.

આ રીતે રૂટે અત્યાર સુધી 3 મેચની 5 ઇનિંગ્સમાં 507 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 126.75 છે. ખાસ વાત એ છે કે રૂટે 3 સદીઓથી એટલા રન બનાવ્યા છે, જે ભારતના ત્રણ બેટ્સમેનો એકસાથે સ્કોર પણ કરી શક્યા ન હતા. રૂટે આ ત્રણ ઇનિંગ્સમાં 410 રન બનાવ્યા છે.

ભારતીય ત્રિમૂર્તીની કંગાળ હાલત

કેપ્ટન જો રૂટની સરખામણીમાં, જ્યારે ભારતના ત્રણ સૌથી અનુભવી બેટ્સમેનો ઘણા પાછળ રહી ગયા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને ઉપ કેપ્ટન અજિંક્ય રહાણેની વાત આવે છે, ત્યારે ત્રણેય બેટ્સમેનો રૂટ કરતા ઘણા માઇલ પાછળ રહી ગયા હોય એમ લાગે છે. ત્રણેયના રન મળાવીને પણ, 400 નો આંકડો પાર નથી થતો. પૂજારાએ 6 ઇનિંગ્સમાં સૌથી વધુ 162 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 5 ઇનિંગ્સમાં 124 રન બનાવ્યા છે.

આ મામલે રહાણે સૌથી પાછળ છે અને તેણે 5 ઇનિંગ્સમાં માત્ર 95 રન બનાવ્યા છે. ત્રણેય બેટ્સમેનોએ 1-1 અડધી સદી ફટકારી છે. આ રીતે, ત્રણેયે 16 ઇનિંગ્સ રમી છે અને માત્ર 381 રન બનાવ્યા છે. આ બે ટીમો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.

રોહિત-રાહુલ ટોપ પર

જો કે, રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ ભારત માટે ચોક્કસ સફળતા મેળવી છે. તેઓએ ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. રાહુલે 6 ઇનિંગ્સમાં એક સદી અને અડધી સદીની મદદથી 252 રન (42.0 સરેરાશ) બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 2 અડધી સદીની મદદથી એ જ ઇનિંગમાં 230 રન (46 સરેરાશ) બનાવ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની હેડ થી તો શ્રેયસ ઐયરે પગે થી કર્યા શાનદાર ગોલ, ખૂબ રમી રહ્યા છે ફુટબોલ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Dhyanchand: હિટલરની નજર સામે જર્મનીનો કરુણ રકાસ નિહાળ્યા બાદ, ધ્યાનચંદને જર્મન સેનામાં કર્નલ પદ ઓફર કરાયુ હતુ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati