AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhyanchand: હિટલરની નજર સામે જર્મનીનો કરુણ રકાસ નિહાળ્યા બાદ, ધ્યાનચંદને જર્મન સેનામાં કર્નલ પદ ઓફર કરાયુ હતુ

ભારતીય હોકી ટીમ (Indian Hockey Team) એ વખતે સુવર્ણકાળમાંથી પસાર થઇ રહી હતી. તે વખતે ટીમનો વિશ્વભરમાં દબદબો હતો. એવામાં હિટલરે પણ ધ્યાનચંદ વાળી ભારતીય ટીમને હરાવવા મેદાનમાં અપનાવ્યો હતો 'અંચાઇ' ભર્યો દાવ. જોકે મેજરે તેનો દાવ ઉંધો પાડી દિલ જીત લીધુ હતુ.

Dhyanchand: હિટલરની નજર સામે જર્મનીનો કરુણ રકાસ નિહાળ્યા બાદ, ધ્યાનચંદને જર્મન સેનામાં કર્નલ પદ ઓફર કરાયુ હતુ
Majaor Dhyanchand-Adolf Hitler
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:31 PM
Share

ભારતીય હોકી (Indian Hockey) ની કથળેલી હાલતનો અંત આવ્યો છે. ફરી એકવાર હોકી તેના દબદબા પર પરત ફરવા લાગી છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતીય મહિલા અને પુરૂષ હોકી ટીમોએ પોતાનો દમ દેખાડ્યો હતો. ભારતીય હોકીનો ઇતિહાસ સોનેરી રહ્યો છે. હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદ (Majaor Dhyanchand) ની ભૂમિકા પણ તે સોનેરી ઇતિહાસના પાનાઓને લખવામાં મહત્વની રહી છે.

મેજર ધ્યાનચંદના પિતા પણ હોકીના એક સારા ખેલાડી હતા. આમ તેમના પરિવારમાં હોકીનુ મહત્વ પહેલા થી જ રહ્યુ હતુ. જોકે ધ્યાનચંદને હોકી કરતા વધુ રસ રેસલીંગમાં હતો. તેઓ સેનામાં ભરતી થવા દરમ્યાન તેઓ શારીરીક પ્રવૃત્તીઓ માટે હોકી રમવી શરુ કરી હતી, બસ ત્યારથી જ તેઓને હોકી પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો હતો. જે શોખ આગળ જતા તેમના ઝનૂનમાં બદલાઇ ગયો હતો. જે ઝનૂને ભારતીય હોકીને ઉંચાઇઓ પર પહોંચાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી.

મીડિયા રીપોર્ટનુસાર તેઓ ધ્યાન સિંહમાંથી ધ્યાન ‘ચંદ’ બનવાની કહાની પણ રસપ્રદ છે. તેમના કોચે તેમને કહ્યુ હતુ કે, એક દિવસ એવો જરુર આવશે કે, રમત જગતમાં આકાશના ચાંદની જેમ આ પૃથ્વી પર તમે ચમકશો. ત્યારે તેમને નવુ નામ ધ્યાનચંદ આપવામાં આવ્યુ હતુ. બાદમાં તે ધ્યાનચંદ થી વિખ્યાત થઇ ગયા હતા. ધ્યાનચંદ હોકીના અભ્યાસ માટે ચાંદની રાતોના અજવાળાના દિવસોની રાહ જોતા રહેતા હતા. અને આમ ચાંદની રાતોમાં તેઓ હોકીનો અભ્યાસ કરી લેતા હતા.

હિટલરની લાલચ ઠુકરાવી!

ધ્યાનચંદને એક સમયે જર્મનીના હિટલરે (Adolf Hitler)પણ પોતાના દેશની નાગરીકતા આપવાની ઓફર કરી હતી. સાથે જ તેમની સેનામાં કર્નલના પદને પણ ઓફર કરવામાં આવ્યુ હતુ. પરંતુ તે લાલચ ધ્યાન ચંદના ભારતીય હોકી પ્રત્યે જોડાણ અને ધ્યાનથી ભટકાવવામાં સફળ રહી શકી નહોતી.

મીડિયા રિપોર્ટસના મુજબ હિટલરને એક મહત્વની મેચમાં જર્મનીને ધ્યાનચંદ સાથે ભારતીય ટીમ સામે જીત જોવી હતી. પરંતુ ધ્યાનચંદ અને તેમની ટીમની વિશ્વભરમાં એક આગવી ધાક હતી. જેનાથી મોટા ભાગની ટીમો પહેલાથી જ દબાણ હેઠળ રહેતી હતી. આવી સ્થિતીમાં હિટલરને માટે જીત એક સપનુ હોય એ સ્વાભાવિક છે.

જીત માટે અપનાવ્યો પેચ!

ભારતીય ટીમને હરાવવા માટે મેદાનને ભેજવાળુ કરી દેવામાં આવ્યુ હતુ. જેથી સસ્તા જૂતાં પહેરીને મેદાને ઉતરનારા ભારતીય ખેલાડીઓને રમવામાં સમસ્યા સર્જાય. તે મેચમાં બ્રેક પહેલા જર્મનીને તેમની આ અંચાઇ કામ પણ લાગી હતી. પરંતુ બ્રેક બાદ તો જાણે સૌ કોઇ ચોંકી ગયા હતા. કારણ કે પગમાંથી બુટ ઉતારીને મેજર ધ્યાનચંદ ભારતીય ટીમને જીત અપાવવા માટે ખૂલ્લા પગે મેદાનમાં ઉતર્યા હતા. ભારતીય હોકી ટીમે જર્મનીને હિટલરની નજર તળે જ 8-1 થી પરાસ્ત કરી દીધુ હતુ.

હિટલરે ભોજન માટે નિમંત્રણ આપ્યુ

જર્મની સામે ભારતની રમત જોઇને હિટલર દંગ હતો. જર્મની હાર પહેલાથી જ નિશ્વિત થઇ જતા હિટલર એ મેચ છોડીને ચાલી નિકળ્યો હતો. પરંતુ બાદમાં મેજર સહિતની ટીમને ભોજન માટે નિમંત્રણ આપ્યુ. જેમાં મેજર ધ્યાન ચંદ થી તે ખૂબ પ્રભાવિત હતો. તેણે મેજરને પૂછી લીધુ હતુ કે, હોકી ઉપરાંત શુ કરો છો ? જવાબમાં ધ્યાન ચંદે કહ્યુ, હું ભારતીય સેનામાં લાંન્સ નાયક છુ. જેને લઇ હિટલરે પ્રસ્તાવ રાખ્યો હતો કે, મારા ત્યાં આવી જોઓ હું તમને ફીલ્ડ માર્શલના પદે બિરાજમાન કરીશ. ખૂબ વિનમ્રતા સાથે મેજર ધ્યાને તેમના પ્રસ્તાવનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ IND vs ENG: ઓવલ ટેસ્ટમાં બેસ્ટ સાબિત થઇ શકે છે અશ્વિન, જાણો ઓવલમાં કેમ અશ્વિન પર નજર કેન્દ્રીત થઇ રહી છે

આ પણ વાંચોઃ Tokyo Paralympics માં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">