IPL 2021: ધોની હેડ થી તો શ્રેયસ ઐયરે પગે થી કર્યા શાનદાર ગોલ, ખૂબ રમી રહ્યા છે ફુટબોલ, જુઓ VIDEO

ક્વોરન્ટાઇન સમય સમાપ્ત થતા જ હવે IPL ટીમો તેમની ટ્રેનિંગ શરુ કરી ચુકી છે. આ દરમ્યાન ખેલાડીઓ તેમની રમતની ભરપૂર મજાને માણી રહ્યા છે. જેમાં ફુટબોલ રમતનો પણ ખૂબ આનંદ લુંટી રહ્યા છે.

IPL 2021: ધોની હેડ થી તો શ્રેયસ ઐયરે પગે થી કર્યા શાનદાર ગોલ, ખૂબ રમી રહ્યા છે ફુટબોલ, જુઓ VIDEO
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:33 PM

IPL 2021 ટૂર્નામેન્ટ UAE માં યોજાઇ રહી છે. લગભગ મોટાભાગની ટીમો ત્યાં પહોંચી ગઈ છે. મોટાભાગની ટીમોના ખેલાડીઓ પણ તેમની સાથે જોડાવા લાગ્યા છે. જે ખેલાડીઓ હજુ જોડાયા નથી તેઓ પણ, તેમનુ અસાઇન્મેન્ટ પૂર્ણ કર્યા પછી તરત જ તેમની સંબંધિત ટીમોમાં જોડાશે. કેટલીક ટીમોનો ક્વોરન્ટાઇન સમય પૂરો થઈ ગયો છે. CSK, મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)અને દિલ્હી કેપિટલ્સ આવી ટીમો જેમાં સામેલ છે.

જ્યારે ક્વોરન્ટાઇ સમાપ્ત થયુ, તો હવે તેમની તાલીમ પણ શરૂ થઈ ગઇ છે. આ તાલીમ દરમ્યાન, ખેલાડીઓએ અન્ય ઘણી રમતોનો પણ આનંદ માણ્યો છે. જેમાંથી ફૂટબોલ પણ એક રમત છે. CSK અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ખેલાડીઓએ તેમના ટ્રેનિંગ બેઝ પર ખૂબ ફૂટબોલ રમત રમી હતી.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ એકબીજાની વચ્ચે ફૂટબોલની મજા માણતી જોવા મળી હતી. આ દરમિયાન, તેમના લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન જોવા મળ્યા હતા. જો કે, આ દરમ્યાન એમએસ ધોની (MS Dhoni) ની એક ખાસ તસવીર સામે આવી છે, જેમાં તે હેડર દ્વારા ગોલ પોસ્ટમાં બોલને મોકલતો જોવા મળી રહ્યો છે. આપણે બધા ધોનીની ફૂટબોલ સ્કિલ્સથી વાકેફ છીએ. આવી સ્થિતિમાં તેના માટે આ કરવું કોઈ મોટી વાત પણ નહોતી.

બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર, જે ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા પછી હાલમાં તાલીમ માટે ફિલ્ડમાં ઉતર્યો છે. તે પણ જબરદસ્ત ફૂટબોલ સ્કિલ્સ દર્શાવતા જોવા મળ્યો હતો. તેણે શાનદાર ગોલ કર્યો હતો. પરંતુ તેણે આ ગોલ પોસ્ટમાં નહીં પરંતુ, બોલને બાસ્કેટમાં તેના પગ વડે મૂકીને કર્યો હતો.

કોણ રહેશે દિલ્હીનો કેપ્ટન?

શ્રેયસ ઐયર ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો. IPL 2021 ના ​​પહેલા તબક્કામાં રમ્યો ન હતો. પરંતુ બીજા તબક્કા માટે તે પોતાની ટીમ સાથે રંગ જમાવવા UAE પહોંચી ગયો છે. ઐયર ની ગેરહાજરીમાં, ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો. તેની કેપ્ટન્સી હેઠળ ટીમ પ્રથમ તબક્કા પછી પોઈન્ટ ટેબલના ટોચ પર પહોંચી હતી. હવે જોવાનું રહેશે કે, બીજા તબક્કામાં દિલ્હીની કેપ્ટનશીપ કોણ કરે છે. ઐયર જ રહેશે કે પછી પંત કેપ્ટન તરીકે ચાલુ રહેશે?

આ પણ વાંચોઃ IND vs ENG: ઓવલ ટેસ્ટમાં બેસ્ટ સાબિત થઇ શકે છે અશ્વિન, જાણો ઓવલમાં કેમ અશ્વિન પર નજર કેન્દ્રીત થઇ રહી છે

આ પણ વાંચોઃ National Sports Day : આજે છે ‘રાષ્ટ્રીય રમત દિવસ’, જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">