IND vs ENG: પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, દિવસના અંતે ભારતના 21 રન, ઈંગ્લેન્ડ 183 રનમાં ઓલઆઉટ
પ્રથમ દિવસની રમત ભારતને નામે રહી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય ટીમ (Team India)ના બોલરોએ ઈંગ્લીશ ટીમને 200ના આંકડે પહોંચવાથી દુર રાખ્યુ હતુ, જ્યારે બેટીંગ ઈનીંગમાં ભારતે વિકટ ગુમાવ્યા વિના દિવસનો અંત કરવામાં સફળ રહ્યુ હતુ.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમે 21 રનનો સ્કોર કર્યો હતો. ભારતે હજુ 162 રનના સ્કોરને પાર કરવાનો છે. જોકે પ્રથમ દિવસ ભારતના પક્ષમાં રહ્યો હતો. રોહિત શર્મા (Rohi Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) બંને પ્રથમ દિવસના અંતે રમતમાં રહ્યા હતા. બંને એ 9-9 રન કરી ભારતનો સ્કોર 21 રન કર્યો હતો.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય બોલરો સામે ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગ મોટો સ્કોર ખડકી શકી નહોતી. આમ ઈંગ્લેન્ડ 183 રનમાં સમેટાયુ હતુ. પ્રથમ દિવસની રમતની શરુઆત કરતા જ ઈંગ્લેન્ડે ઓપનર રોરી બર્ન્સ (Rory Burns)ની વિકેટ પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર ગુમાવી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનીંગ 183 રને સમેટાઈ હતી. જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) 4 અને શામીએ 3 વિકેટ ઝડપી હતી.
ભારતની બેટીંગ ઈનીંગ
પ્રથમ દિવસે જ ભારતને બેટીંગ ઈનીંગનો મોકો મળ્યો હતો. ભારતીય બોલરોના આક્રમણે ભારતને આ મોકો અપાવ્યો હતો. ભારતે પ્રથમ દિવસના અંતિમ સેશન દરમ્યાન બેટીંગ કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. રોહિતે 40 બોલ રમીને 9 રન કર્યા હતા. જ્યારે કેએલ રાહુલે 39 બોલમાં 9 રન કર્યા હતા. આમ બંને દિવસના અંતે રમતમાં રહી ભારતો સ્કોર 21 રન પર પહોંચાડ્યો હતો. ભારતે પ્રથમ દિવસે 13 ઓવરની રમત રમી હતી. ગુરુવારે ભારતીય ઓપનીંગ જોડી ભાગીદારી રમત મોટી રમે એવી આશા સેવાઈ રહી છે.
ઈંગ્લેન્ડની બોલીંગ
પ્રથમ દિવસે બોલીંગ ઈનીંગ કરવાનો વારો આવતા ઈંગ્લીશ બોલરોએ ભારતીય ઓપનીંગ જોડીને તોડવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નહોતા. ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લીશ બોલરો સામે શાંત ચિત્તે બેટીંગ કરી હતી. જેનાથી ઈંગ્લીશ બોલરો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન અને સેમ કરને પ્રથમ દિવસની રમતમાં બોલીંગ કરી હતી.