IND vs ENG: ભારતીય બોલરોના આક્રમણ સામે ઇંગ્લેન્ડ 184 પર સમેટાયુ, જો રુટની ફીફટી, બુમરાહની 4 વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ મેચનો પ્રથમ દિવસ જાણે ભારતીય બોલરોને નામ રહ્યો હતો. ભારતીય બોલરો એ પ્રથમ ઓવર થી વિકેટ મેળવવાનુ અભિયાન શરુ કર્યુ હતુ. જે સફળ રહ્યુ હતુ.

IND vs ENG: ભારતીય બોલરોના આક્રમણ સામે ઇંગ્લેન્ડ 184 પર સમેટાયુ, જો રુટની ફીફટી, બુમરાહની 4 વિકેટ
India vs Engand
Follow Us:
| Updated on: Aug 04, 2021 | 10:28 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે આજે નોટિંગહામમાં પાંચ ટેસ્ટ મેચોની પ્રથમ મેચ રમવાની શરુઆત થઇ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ મોટો સ્કોર ખડકી શકી નહોતી. આમ ઇંગ્લેન્ડ 183 રનમાં સમેટાયુ હતુ. પ્રથમ દિવસની રમતની શરુઆત કરતા જ ઇંગ્લેન્ડે ઓપનર રોરી બર્ન્સ (Rory Burns) ની વિકેટ પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર ગુમાવી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનીંગ 183 રને સમેટાઇ હતી. જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) 4 અને શામીએ 3 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ બેટીંગ ઇનીંગ

ટોસ જીતીને પ્રથમ દાવ લેવાની ગણતરી ભારતીય બોલરોએ ઇંગ્લીશ ટીમની ખોટી ઠેરવી દીધી હતી. ભારતીય બોલરોએ શરુઆતમાં ઓપનર રોરી બર્ન્સની વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે શૂન્યના સ્કોર પર જ બર્ન્સની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ વિકેટ બચાવીને રમત રમવાનો પ્રયાસ સીબલી અને ક્રાઉલી એ કર્યો હતો. પરંતુ ક્રાઉલી ની વિકેટ 42 રનના સ્કોર પર ગુમાવી હતી. તેણે 68 બોલમાં 27 રન કર્યા હતા. સિબલીએ 70 બોલમાં 18 રનની ઇનીંગ રમી હતી.

કેપ્ટન જો રુટ અને જોની બેયરસ્ટોએ 50 રન થી વધુની ભાગીદારી રમત રમી હતી. બંને એ સ્કોર બોર્ડને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે બેયરિસ્ટો 71 બોલમાં 29 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. તુરત જ ડેનિયલ લોયરન્સ અને જોસ બટલર બંને શૂન્ય-શૂન્ય રન સાથે પેવિલિયન પરત ફરતા 138 ના સ્કોર પર ઇંગ્લેન્ડ 6 વિકેટ પર આવી ચુક્યુ હતુ. જો રુટ પણ સાતમી વિકેટના રુપે 108 બોલમાં 64 રન કરીને આઉટ થયો હતો. 155 ના સ્કોર પર 8મી વિકેટ ઓલી રોબિન્સન અને 160 ના સ્કોર પર સ્ટુઅર્ટ બ્રોડની વિકેટ ગુમાવી હતી. આમ એક સમયે મજબૂત સ્થિતીમાં ઇંગ્લીશ ટીમ નબળી સ્થીતીમાં આવી ગયુ હતુ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારત બોલીંગ ઇનીંગ

જસપ્રિત બુમરાહ, મહંમદ શામી અને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલીંગ કરી હતી. બુમરાહે ઓપનર જોડી તોડી હતી. જ્યારે શામીએ જો રુટ અને બેયરિસ્ટોની જામી ચુકેલી જોડીને તોડી ને ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી દીધી હતી. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને શૂન્ય પર પરત મોકલ્યા હતા. બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શામીએ 3 વિકેટ મેળવી હતી. શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને મંહમદ સિરાજે 1 વિકેટ મેળવી હતી.

 આ પણ વાંચોઃ Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

આ પણ વાંચોઃ Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે

g clip-path="url(#clip0_868_265)">