IND vs ENG: ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 290 રન પર 99 રનની લીડ સાથે સમેટાયો, પોપ અને વોક્સની રમત ભારે પડી, ઉમેશની 3 વિકેટ

ભારતીય બોલરોએ શરુઆતમાં ઈંગ્લેન્ડ પર મુશ્કેલીઓ સર્જી દીધી હતી. પરંતુ ત્યારબાદ ઓલી પોપ (Olli Pope)ની રમતે ભારતીય ટીમ (Team India)ની લીડ મેળવવાની આશાઓ પર પાણી ફેરવ્યુુ હતુ, ઉલ્ટાનું ઈંગ્લેન્ડે લીડ મેળવતી રમત રમી હતી.

IND vs ENG: ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 290 રન પર 99 રનની લીડ સાથે સમેટાયો, પોપ અને વોક્સની રમત ભારે પડી, ઉમેશની 3 વિકેટ
Olli Pope
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:01 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ (Oval Test) ખાતે રમાઈ રહી છે. બીજા દિવસની રમતની શરુઆત ભારત માટે સારી રહી હતી. ઈંગ્લેન્ડ ભારતીય બોલરો અને ખાસ કરીને ઉમેશ યાદવ (Umesh Yadav) સામે મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ. પરંતુ ઓલી પોપે (Olli Pope) ઈંગ્લેન્ડને મુશ્કેલીમાંથી ઉગારતી રમત રમી હતી.

આમ ભારતીય ટીમ (Team India)ના હાથમાં આવેલી બાજી સરકવા લાગી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 290 રન પર સમાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડે 99 રનની લીડ ભારત પર મેળવી હતી. આમ ભારતના બીજા દાવમાં બેટ્સમેનોની જવાબદારી મોટો સ્કોર ખડકવાની રહેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભારતીય બોલર ઉમેશ યાદવે ઈંગ્લેન્ડની આજે બીજા દિવસની રમતને આગળ વધતી બ્રેક લગાવતી બે મહત્વની વિકેટ મેળવી હતી. બીજા દિવસની રમતની શરુઆત ઈંગ્લન્ડે 3 વિકેટે 53 રનથી આગળ વધારી હતી. ક્રેગ ઓવર્ટન અને ડેવિડ મલાને રમતની શરુઆતે જ વિકેટ ગુમાવી દીધી હતી. ઓવર્ટન 1 રન અને 31 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. આમ એક સમયે 62 રનના ઈંગ્લેન્ડના સ્કોર પર જ 5 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લાગી રહ્યુ હતુ કે ભારત લીડ સાથે બીજા દાવ માટે મેદાને ઉતરી શકે છે.

પરંતુ આ પરિસ્થિતીને ઓલી પોપે બદલી દેતી રમત રમી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. ઓલી પોપે 159 બોલનો સામનો કરીને 81 રન કર્યા હતા. શાર્દૂલ ઠાકુરના ઓફ સાઈડ બોલને છંછેડવાના પ્રયાસમાં બેટને સ્પર્શી બોલે સ્ટંમ્પ ઉખેડી દેતા ક્લીન બોલ્ડ થયો હતો. પહેલા બેયરિસ્ટો (33) સાથે ભાગીદારી રમત આક્રમક રીતે રમી હતી. બાદમાં મોઈન અલી (35) સાથે ભાગીદારી રમત રમી ઈંગ્લેન્ડને લીડ સુધી દોરી જવામાં સફળ રહ્યો હતો.

ઓલી રોબિન્સનને 5 રન કરીને વિકેટ ગુમાવી હતી, જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. અંતમાં ક્રિસ વોક્સે જબરદસ્ત રમત રમી હતી. તેણે ભારતીય બોલરો પર ફટકા લગાવી મેદાનમાં ચારે તરફ 11 ચોગ્ગા લગાવી ફીફટી કરી હતી. એન્ડરસન 1 રન સાથે અણનમ રહ્યો હતો. વોક્સ ઈનીંગને પોતાની પાસે રાખવાના પ્રયાસમાં રન લેવા જતા રન આઉટ થયો હતો. તેણે 60 બોલમાં 50 રન કર્યા હતા.

ઉમેશ યાદવ રહ્યો સફળ

ઉમેશ યાદવ ભારત તરફથી સફળ બોલર રહ્યો છે, તેણે પ્રથમ દિવસે જો રુટની શાનદાર વિકેટ મેળવી હતી. ત્યારબાદ તેણે ઓવર્ટન અને મલાનને પણ આઉટ કરીને 3 વિકેટ મેળવી હતી. જોકે તે ખર્ચાળ બોલરો આજે રહ્યો હતો. જસપ્રિત બુમરાહે 2 વિકેટ મેળવી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. રવિન્દ્ર જાડાજાએ 2 વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. શાર્દૂલ ઠાકુર અને મોંહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી હતી.

પ્રથમ દિવસ ઈંગ્લેન્ડનો રહ્યો

ભારતીય ટીમ ટોસ હારીને 191 રન પર પ્રથમ દિવસે જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને 53 રન કર્યા હતા. પ્રથમ બંને સેશન ઈંગ્લેન્ડના નામે રહ્યા બાદ અંતિમ સેશન ભારતના નામે રહ્યું હતુ. બેટથી શાર્દૂલ ઠાકુરે તોફાની અર્ધશતક લગાવ્યુ હતુ. બાદમાં બુમરાહે 2 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડના બંને ઓપનરોને ઝડપથી આઉટ કર્યા હતા. હસિબ હમિદ શૂન્ય રને અને રોરી બર્ન્સ 5 રન કરીને આઉટ થયો હતો.

જ્યારે જબરદસ્ત ફોર્મમાં રહેલા ઈંગ્લેન્ડને કેપ્ટનની વિકેટ પણ ઝડપથી મેળવી શકાઈ હતી. રુટે 25 બોલમાં 21 રન કર્યા હતા. તેને ઉમેશ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેવિડ મલાન 26 રન અને ક્રેગ ઓવર્ટન 1 રન સાથે રમતમાં છે.

 આ પણ વાંચોઃ IND vs ENG: ઉમેશ યાદવને 8 મહિના બાદ લાલ બોલથી રમવાનો મોકો મળ્યો, ઈંગ્લેન્ડને પરેશાન કરી દિગ્ગજોની યાદીમાં સામેલ થયો

 આ પણ વાંચોઃ IND vs ENG: વિરાટ કોહલીએ રનના મામલામાં નોંધાવ્યો વધુ એક રેકોર્ડ, સચિન તેંડુલકર સહિતના દિગ્ગજોને રાખી દીધા પાછળ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">