IND vs ENG: વિરાટ કોહલીએ રનના મામલામાં નોંધાવ્યો વધુ એક રેકોર્ડ, સચિન તેંડુલકર સહિતના દિગ્ગજોને રાખી દીધા પાછળ

વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ફોર્મ મેળવવા માટે સંઘર્ષની સ્થિતીમાં છે. આ દરમ્યાન જ તેણે ઓવલ ટેસ્ટની પ્રથમ ઈનીંગમાં રનના મામલામાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે પ્રથમ ઈનીંગ દરમ્યાન શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 6:04 PM
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ભલે અત્યારે સારા ફોર્મમાં ચાલી રહ્યો ન હોય, પરંતુ તેમના બેટમાંથી બહાર આવતા રન તેના ખાતામાં કેટલાક રેકોર્ડ નોંધાવતા જઈ રહ્યા છે. આવો જ એક રેકોર્ડ ઓવલ ટેસ્ટ (Oval Test) ના પહેલા દિવસે કોહલીએ બનાવ્યો હતો. વિરાટે આ ઈનિંગમાં ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું અને આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 23000 રન પણ પૂરા કર્યા.

1 / 8
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 490 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું અને સૌથી ઝડપી 23000 રન બનાવનાર બેટ્સમેન બન્યો. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ખાસ બેટ ચલાવી શક્યો નથી, જેથી તેણે સિરીઝમાં સાત ઇનીંગ સુધી આ રેકોર્ડ કરવામાં રાહ જોવી પડી હતી.

2 / 8
વિરાટે આ મામલે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવતા તેંડુલકરે 522 ઇનિંગ્સમાં 23000 રન પૂરા કર્યા હતા. સચિન ઓવરઓલ 34 હજારથી વધુ રન ધરાવે છે.

3 / 8
કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન ઓવલ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત દરમ્યાન પોતાની ઇનીંગ રમતા અર્ધશતક લગાવ્યુ હતુ. તે 50 રન પુરા કરીને રોબિન્સનનો શિકાર બન્યો હતો. તેણે આ માટે 96 બોલનો સામનો કર્યો હતો.

4 / 8
સચિન ઉપરાંત મહાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું પણ આ યાદીમાં નામ છે. પોન્ટિંગે 544 ઇનિંગ્સમાં 23000 રન બનાવ્યા. પોન્ટિંગ પાસે 27 હજારથી વધુ રન છે.

5 / 8
વિતેલા દાયકાનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર જેક કાલિસ પણ ટોચના 5 બેટ્સમેનોમાં સામેલ છે. દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજે 551 ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેણે પોતાની લાંબી કારકિર્દીમાં 25 હજારથી વધુ રન બનાવ્યા છે.

6 / 8
આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા એકમાત્ર ડાબા હાથનો બેટ્સમેન છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટને 23000 રન સુધી પહોંચવા માટે 568 ઇનિંગ્સ લીધી અને પછી તેની કારકિર્દીના અંત સુધી 28 હજારથી વધુ રન બનાવ્યા હતા.

7 / 8
રાહુલ દ્રાવિડ 605 ઇનીંગ રમીને 24 હજાર થી વધારે રન ધરાવે છે. જ્યારે દિગ્ગજ બ્રાયન લારા 521 ઇનીંગ રમીને 22,358 રન ધરાવે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">