Happy Birthday Virender Sehwag : પિતા વીરેન્દ્ર સેહવાગની જેમ જ વિસ્ફોટક બેટિંગ કરે છે તેનો પુત્ર ‘આર્યવીર’ જુઓ Video
વીરેન્દ્ર સેહવાગ એવો બેટ્સમેન હતો જેની સામે બોલરો બોલિંગ કરવા પહેલા ડરતા હતા. તેની તોફાની બેટિંગ સામે દરેક બોલર બોલ ફેંકા પહેલા બે વાર વિચાર કરતાં હતા કારણકે તે કોઈ પણ બોલરના બેસ્ટ બોલને પણ બાઉન્ડ્રી પાર કરાવવાની ક્ષમતા ધરાવતો હતો. તેનો પુત્ર પણ કંઈક એવો જ બની રહ્યો છે. આર્યવીર પણ તેના પિતાની જેયમ જ આક્રમક બેટિંગ કરે છે અને પિતાના રસ્તે જ આગળ વધી રહ્યો છે.
ક્રિકેટ (Cricket) માં કહેવાય છે કે સારી ટેક્નિક ધરાવતો બેટ્સમેન જ સફળ થાય છે. જેઓ પગ બહાર રાખીને રમે. પરંતુ એક એવો બેટ્સમેન (Batsman) છે જેણે ક્રિકેટના પુસ્તકી જ્ઞાનથી અંતર જાળવી રાખ્યું છતાં તેની ગણતરી ક્રિકેટના સૌથી મુશ્કેલ ફોર્મેટમાં સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) છે.
આજે વીરેન્દ્ર સેહવાગનો જન્મદિવસ છે. આ જમણા હાથના તોફાની બેટ્સમેનનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ થયો હતો. સેહવાગ જેટલો ખતરનાક હતો તેટલો જ તેનો પુત્ર આર્યવીર પણ તેના રસ્તે ચાલી રહ્યો છે.
આક્રમક બેટ્સમેન બની રહ્યો છે ‘આર્યવીર’
સેહવાગ એવો બેટ્સમેન હતો જેની હાજરીમાં બોલરો ડરી જતા હતા. તેની તોફાની બેટિંગ સામે દરેક બોલર ડરતો હતો. તેનો પુત્ર પણ કંઈક એવો જ બની રહ્યો છે. આર્યવીર પણ એક આક્રમક બેટ્સમેન બની રહ્યો છે અને તેના પિતા પાસેથી ક્રિકેટની ટિપ્સ શીખી રહ્યો છે. તકનીકી રીતે, તે તેના પિતા કરતા વધુ મજબૂત અને વધુ ખતરનાક લાગી રહ્યો છે.
View this post on Instagram
IPLમાં રમવાની ઈચ્છા
આર્યવીરે ટીમ ઈન્ડિયા તરફ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. ગત વર્ષે તેને દિલ્હીની અંડર-16 ટીમમાં જગ્યા મળી હતી. સેહવાગ ઈચ્છે છે કે તેનો પુત્ર IPLમાં રમે. તેનો પુત્ર પણ એવું જ ઈચ્છે છે. સેહવાગે આ વર્ષે 16 ફેબ્રુઆરીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પુત્ર 15 વર્ષનો છે અને IPLમાં રમવા માટે સખત મહેનત કરી રહ્યો છે.
આ પણ વાંચો : ભારતના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ નોંધાયો ભ્રષ્ટાચારનો કેસ, એસોસિએશનના નાણાંનો દુરુપયોગ કરવાનો લાગ્યો આરોપ
વીરેન્દ્ર સેહવાગનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાજવાબ રેકોર્ડ
સેહવાગની ગણતરી ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. તે ભારત માટે ટેસ્ટમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે. તેણે મુલતાન સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ત્રેવડી સદી ફટકારી હતી. એટલું જ નહીં, તે ટેસ્ટમાં બે ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે. તેણે દક્ષિણ આફ્રિકામાં ચેન્નાઈ સામે તેની બીજી ત્રેવડી સદી ફટકારી હતી. આર્યવીર પણ તેના પિતાની જેમ આવી રમવા માંગશે.