Virat Kohli 48th Century : વિરાટ કોહલીની 8 વર્ષ લાંબી રાહનો અંત, વર્લ્ડકપમાં પહેલીવાર ફટકારી ખાસ સદી
વિરાટ કોહલીએ 2011માં બાંગ્લાદેશ સામે પોતાના વર્લ્ડ કપમાં ડેબ્યૂમાં સદી ફટકારી હતી અને ત્યારબાદ 2015માં પાકિસ્તાન સામે પણ સદી ફટકારી હતી. ત્યારથી, તેણે ઘણી અડધી સદી ફટકારી હતી પરંતુ તેમાંથી એક પણ સદીમાં ફેરવી શક્યો ન હતો. આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પણ તે સદી ચૂકી ગયો હતો. 4 વર્લ્ડ કપમાં કોહલીની આ માત્ર ત્રીજી સદી છે, જેમાંથી તેણે બીજી વખત બાંગ્લાદેશ સામે સદી ફટકારી છે.
આખરે 8 વર્ષની લાંબી રાહ બાદ વિરાટ કોહલી (Virat Kohli) એ વર્લ્ડ કપમાં સદી ફટકારી છે. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે કોહલીએ 97 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ 2015થી ચાલી રહેલા વર્લ્ડ કપ (World Cup 2023) માં સદીઓનો દુષ્કાળ ખતમ કર્યો. 43મી ઓવરમાં સિક્સર ફટકારી સદી પૂરી કરી ટીમ ઈન્ડિયા (Team India) ને 7 વિકેટે જીત અપાવી હતી.
ચોથા વર્લ્ડ કપમાં કોહલીની બીજી સદી
સદીઓના બાદશાહ બની ગયેલા વિરાટ કોહલી માટે વિશ્વકપ આ બાબતમાં વધુ સફળતા લાવ્યો નથી. ચોથો વર્લ્ડ કપ રમી રહેલા કોહલીએ માત્ર 2 સદી ફટકારી હતી, જેમાંથી પહેલી સદી તેણે 2011માં પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂમાં ફટકારી હતી. આ પછી તેણે 2015માં પાકિસ્તાન સામે પણ સદી ફટકારી હતી. 2019 વર્લ્ડ કપમાં 5 અડધી સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં તેની પાસેથી આની અપેક્ષા હતી.
!
Number 4⃣8⃣ in ODIs Number 7⃣8⃣ in international cricket
Take a bow King Kohli #CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/YN8XOrdETH
— BCCI (@BCCI) October 19, 2023
વિરાટે 48 બોલમાં અડધી સદી પૂરી કરી
આવી સ્થિતિમાં કોહલી માટે પુણેના એમસીએ સ્ટેડિયમથી વધુ સારો વિકલ્પ કયો હોઈ શકે. કોહલી આ મેદાન પર વનડે ક્રિકેટમાં 2 સદી ફટકારી ચૂક્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ મેદાન કોહલી માટે ખાસ સાબિત થયું છે. રોહિત શર્માની વિસ્ફોટક શરૂઆત બાદ કોહલી 13મી ઓવરમાં ક્રિઝ પર આવ્યો અને તેણે પોતાની સ્ટાઈલમાં બેટિંગ શરૂ કરી. કોહલીએ 48 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
કોહલીએ 97 બોલમાં 103 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયાને જીતવા માટે 30 રનની જરૂર હતી અને વિરાટ પણ પોતાની સદીથી એટલા જ રન દૂર હતો. રાહુલે કોહલીને તેની સદી પૂરી કરવામાં મદદ કરી એક રન લેવાની ના પાડી. આખરે 43મી ઓવરમાં જ્યારે જીત માટે માત્ર 2 રનની જરૂર હતી ત્યારે કોહલી પણ 3 રન દૂર હતો અને તેણે સિક્સર ફટકારી સદી પૂર્ણ કરી. તે 97 બોલમાં 103 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
The chase master was at it again in Pune #INDvBAN #CWC23 pic.twitter.com/nYDmomIl4E
— ICC (@ICC) October 19, 2023
આ પણ વાંચો : World Cup 2023 Breaking News : વિરાટ કોહલીની 48મી વનડે સેન્ચુરી, બાંગ્લાદેશ સામે ભારતની 7 વિકેટથી રોમાંચક જીત
આ સદી શા માટે ખાસ છે?
વિરાટ કોહલીની આ સદી તેના માટે ઘણી રીતે ખાસ છે. આ સદી એ જ શૈલીમાં આવી છે જે વિશ્વ ક્રિકેટમાં તેની ઓળખ છે – ચેઝ માસ્ટર. હકીકતમાં, વર્લ્ડ કપમાં કોહલીએ પ્રથમ વખત લક્ષ્યનો પીછો કરતા સદી ફટકારી છે. આ પહેલા તેની બંને સદી પ્રથમ બેટિંગ કરતી વખતે આવી હતી. આ સિવાય કોહલીએ આ ઈનિંગ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 26000 રન પણ પૂરા કર્યા હતા.