AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી મોટી ભૂલ, કેપ્ટન રોહિત શર્મા થયો ગુસ્સે

ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 6 રન બનાવ્યા બાદ વિરાટ કોહલી બીજી ઈનિંગમાં પણ માત્ર 17 રન જ બનાવી શક્યો હતો. તે પોતાની ભૂલને કારણે બીજી ઈનિંગ્સમાં આઉટ થયો હતો. વિરાટ કોહલી તરફથી એક મોટી ભૂલ થઈ હતી, જેના કારણે તેણે વિકેટ ગુમાવી હતી. આ ભૂલ વિશે જાણ થતા જ ફેન્સની સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને કેપ્ટન રોહિત શર્મા પણ ચોંકી ગયો હતો.

IND vs BAN:  ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી મોટી ભૂલ, કેપ્ટન રોહિત શર્મા થયો ગુસ્સે
Virat Kohli
| Updated on: Sep 20, 2024 | 6:37 PM
Share

લાંબા વિરામ બાદ ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈ ટેસ્ટ કંઈ ખાસ ન રહી. પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં પણ તે લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. પરંતુ બીજી ઈનિંગમાં વિરાટ કોહલી તરફથી મોટી ભૂલ જોવા મળી હતી. આ ઈનિંગમાં આઉટ ન હોવા છતાં તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કોહલીએ એવી ભૂલ કરી છે જે તેના તરફથી ભાગ્યે જ જોવા મળે છે. તેની ભૂલ જોઈને કેપ્ટનથી લઈને ખેલાડીઓ સુધી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

LBW આઉટ પર DRS લીધું નહીં

ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી માત્ર 6 રન બનાવી શક્યો હતો. તે બીજા દાવમાં સારા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ તેણે 37 બોલમાં 17 રન બનાવ્યા બાદ તેની વિકેટ ગુમાવી દીધી હતી. વાસ્તવમાં તે મેહદી હસનના બોલ પર LBW આઉટ થયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે તે LBW આઉટ ન હતો, અને તેની પાસે રિવ્યુ લેવાનો મોકો હતો છતાં તેણે DRS લીધું નહીં. આ પછી જ્યારે તેની વિકેટનો રિપ્લે બતાવવામાં આવ્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો

વિરાટ કોહલી LBW આઉટ ન હતો, કારણ કે બોલ તેના બેટ સાથે અથડાયા બાદ પેડ સાથે અથડાયો હતો. પરંતુ વિરાટ કોહલીને ખ્યાલ ન હતો કે બોલ તેના બેટ સાથે અથડાયો હતો. અમ્પાયરે આઉટ આપ્યા બાદ, તેણે સાથી ખેલાડી શુભમન ગિલ સાથે વાત કરી, અને પછી તે DRS લીધા વિના પેવેલિયન પરત ફર્યો. રિપ્લે બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં વિરાટ અને ગિલના આ નિર્ણયથી ગુસ્સામાં જોવા મળ્યો હતો.

આ બીજા દિવસની રમત હતી

ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની ઈનિંગને 339 રન સુધી લંબાવી હતી. ટીમ ઈન્ડિયાના હાથમાં 4 વિકેટ હતી, પરંતુ 376 રન સુધી પહોંચતા તમામ વિકેટ ગુમાવી દીધી. આ પછી ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી અને બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટી દીધો. બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી. જ્યારે સિરાજ, જાડેજા અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 3 વિકેટના નુકસાન પર 81 રન બનાવી લીધા હતા અને લીડ વધારીને 308 રન કરી લીધી હતી. હવે રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની નજર મોટા સ્કોર પર રહેશે.

આ પણ વાંચો: IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન તેંડુલકર બાદ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">