WTC Points Table: પોર્ટ ઓફ સ્પેનમાં વરસાદે પાકિસ્તાનને કરાવ્યો ફાયદો, ભારતને થયુ મોટુ નુક્શાન, નંબર-1 સ્થાન ગુમાવ્યુ!
ICC World Test Championship Points Table: બીજી ટેસ્ટ મેચ ડ્રો જવાને લઈ ટીમ ઈન્ડિયાને મોટા નુક્શાનનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ નવા ચક્રના પોઈન્ટ્સ ટેબલમાં નુક્શાન વેઠવુ પડ્યુ છે. પોર્ટ ઓફ સ્પેનમાં મેચના અંતિમ દિવસે ધોધમાર વરસાદ વરસતા પાંચમા દિવસની રમત ધોવાઈ ગઈ હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચને ભારતીય ટીમે એક ઈનીંગથી વિજય મેળવીને પોતાને નામ કરી લીધી હતી. બીજી ટેસ્ટમાં પણ ભારતની જીતની સંભાવનાઓ વચ્ચે વરસાદે મેચનો ખેલ બગાડી દીધો હતો. અંતિમ દિવસે ધોધમાર વરસાદ વરસતા પાંચમા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. આમ ભારતીય ટીમે ડ્રો થી સંતોષ માનવો પડ્યો હતો. જોકે મેચ ડ્રો જવાને લઈ ટીમ ઈન્ડિયાને મોટા નુક્શાનનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ નવા ચક્રના પોઈન્ટ્સ ટેબલમાં નુક્શાન વેઠવુ પડ્યુ છે.
ભારતીય ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રીજા સંસ્કરણ માટે પ્રથમ સિરીઝ રમતા તેને પોતાને નામે કરી લીધી છે. જોકે આમ છતાં ભારતીય ટીમના ચાહકોને નિરાશા રહી છે. એક તો અંતિમ દિવસે જીતની સંભાવનાઓ પર પાણી ફરી ગયુ અને બીજુ પોઈન્ટ્સ ટેબલમાં જીતના બદલે ડ્રોને લઈ મોટુ નુક્શાન વેઠવુ પડ્યુ છે. ભારતીય ટીમ પ્રથમ સ્થાન પરથી સરકીને બીજા સ્થાન પર પહોંચી છે.
પાકિસ્તાન 1 મેચ રમીને નંબર-1 પર પહોંચ્યુ
પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહેવાને લઈ ભારતીય ટીમને પોઈન્ટ્સનુ નુક્શાન પહોંચ્યુ હતુ. વરસાદને લઈ આ નુક્શાન ભારતે વેઠવાનો વારો આવ્યો હતો. સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે વરસાદ વરસતા તેનો સીધો ફાયદો પાકિસ્તાનને થયો હતો. ભારતે બીજી ટેસ્ટ જીતી લીધી હોત તો, ભારતીય ટીમનુ સ્થાન પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 રહેવા સાથે જ પાકિસ્તાન માટે શ્રીલંકા સામેની ચાલી રહેલી તેની ટેસ્ટ સિરીઝમાં બીજી મેચમાં જીત જરુરી બની ગઈ હોત. નહીંતર પાકિસ્તાન માટે નુક્શાનની શરુઆત થતી.
આમ હવે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી ટેસ્ટ મેચ વરસાદે ખેલ બગાડતા ડ્રો રહેતા ભારતીય ટીમ બીજા સ્થાન પર પહોંચી છે. ભારતે 2 માંથી એક ટેસ્ટ મેચમાં જીત મેળવતા 66.67 પર્સન્ટેઝ આંક છે. પોઈન્ટ્સ જોવામાં આવે તો ભારતના ખાતામાં 16 છે અને પાકિસ્તાન પાસે 12 છે. ઓસ્ટ્રેલિયા 2 જીત, 1 હાર અને 1 ડ્રો મેચ મળીને ત્રીજા સ્થાને છે. તેની પાસે 26 કુલ પોઈન્ટ્સ છે. જ્યારે પર્સન્ટેઝ આંક 54.17 છે. પાકિસ્તાન માત્ર એક જ ટેસ્ટ મેચ જીતીને 100 પર્સન્ટેઝ સાથે પ્રથમ સ્થાન પર પહોંચ્યુ છે.