AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ટેસ્ટ બાદ હવે ODI સિરીઝ શરુ થશે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીનુ સંપૂર્ણ શેડ્યૂલ જાણો!

India vs West Indies ODI Series Schedule 2023: ગુરુવારથી જ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની શરુઆત થઈ જશે. એટલે કે 27 જુલાઈએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા હવે વ્હાઈટ બોલ સિરીઝમાં મેદાને ઉતરીને વિશ્વકપ માટે તૈયારીઓ શરુ કરશે.

IND vs WI: ટેસ્ટ બાદ હવે ODI સિરીઝ શરુ થશે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીનુ સંપૂર્ણ શેડ્યૂલ જાણો!
WI vs IND ODI Series Schedule 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 9:16 AM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝ સોમવારે સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે સિરીઝને 1-0 થી પોતાને નામ કરી લીધી છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે વરસાદે રમતનો ખેલ બગાડી દેતા ભારતીય ચાહકોને માટે નિરાશા રહી હતી. ટીમ ઈન્ડિયા જીત મેળવશે એવી આશાઓ વચ્ચે વરસાદનુ વિઘ્ન થતા અંતે મેત ડ્રો રહી હતી. ટેસ્ટ સિરીઝ સમાપ્ત થતા જ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનુ ફોકસ વનડે સિરીઝ પર રહેશે.

વનડે સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની છે. આગામી વનડે વિશ્વ કપ ભારતમાં રમાનારો છે. આ માટે ભારતીય ટીમ વિશ્વકપ માટે પ્રબળ દાવેદાર છે. આવામાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે કેરેબિયન પિચ પર વનડેની તૈયારીઓ કરવા રુપ સિરીઝમાં પ્રદર્શન કરશે. ભારતીય ટીમને પોતાની ખામીઓને દૂર કરવા માટે આ સિરીઝ મહત્વની રહેશે.

ગુરુવારથી શરુ થશે વનડે સિરીઝ

આગામી ગુરુવારથી જ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની શરુઆત થઈ જશે. એટલે કે 27 જુલાઈએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા હવે રેડ બોલને બદલે વ્હાઈટ બોલ સિરીઝમાં મેદાને ઉતરીને વિશ્વકપ માટે તૈયારીઓ શરુ કરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ જોકે વિશ્વકપ 2023 થી બહાર થઈ ચુકી છે. આમ કેરેબિયન ટીમ ભારતમાં વિશ્વકપનો હિસ્સો નથી.

બંને ટીમો વચ્ચે ગુરુવારથી શરુ થનારી વનડે શ્રેણી 3 મેચોની રહેશે. જેની પ્રથમ મેચ બાર્બાડોઝમાં રમાનારી છે. બીજી મેચ પણ આ જ મેદાનમાં રમાશે અને અંતિમ મેચ ત્રિનિદાદમાં રમાશે. આમ ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ 1 ઓગ્ષ્ટ રમાશે. ત્યારબાદ તુરત 3 ઓગષ્ટથી T20 સિરીઝ શરુ થશે. 5 મેચની સિરીઝ 13 ઓગષ્ટ સુધી ચાલશે. જેની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાશે.

વનડે સિરીઝનુ શેડ્યૂલ

  • પ્રથમ વનડે મેચઃ 27, જુલાઈ 2023, બાર્બાડોઝ
  • બીજી વનડે મેચઃ 29, જુલાઈ 2023, બાર્બાડોઝ
  • ત્રીજી વનડે મેચઃ 1, ઓગષ્ટ 2023, ત્રિનિદાદ

વિરાટ કોહલીએ સદી નોંધાવી

વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં શાનદાર સદી નોંધાવી હતી. કોહલીએ 206 બોલનો સામનો કરીને 121 રન નોંધાવ્યા હતા. કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી નોંધાવી હતી. કોહલીએ આ સાથે જ રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ ઈનીંગ રમતા 438 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બીજી ઈનીંગમાં 2 વિકેટના નુક્શાને 181 રન નોંધાવી દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં રોહિત શર્માએ બંને ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી. યશસ્વી જયસ્વાલે પ્રથમ ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી. રવિચંદ્રન અશ્વિને પણ અડધી સદી પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.

આ પણ વાંચો :  WTC Points Table: પોર્ટ ઓફ સ્પેનમાં વરસાદે પાકિસ્તાનને કરાવ્યો ફાયદો, ભારતને થયુ મોટુ નુક્શાન, નંબર-1 સ્થાન ગુમાવ્યુ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">