ICC Women’s World Cup: વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડને હરાવીને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને આપી મોટી પ્રતિક્રિયા

વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમે ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડને 7 રને માત આપી હતી. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલીવાર ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

ICC Women's World Cup: વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડને હરાવીને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને આપી મોટી પ્રતિક્રિયા
West Indies Women's Cricket Team (PC : ICC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 10:41 PM

મહિલા વર્લ્ડ કપ (ICC Women’s World Cup 2022)માં વેસ્ટ ઈન્ડિઝે (West Indies Cricket) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને (England Cricket) હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝની આ સતત બીજી જીત છે. આ જીત બાદ વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર ઘણી ખુશ જોવા મળી હતી અને તેણે આ જીતનો શ્રેય આખી ટીમને આપ્યો છે. સુકાની ટેલરે કહ્યું કે તે તેના માટે અદ્ભુત લાગણી હતી અને જીત બાદ થોડી સેકન્ડ માટે તેનો શ્વાસ રોકાઈ ગયો હતો.

જીત બાદ સુકાની ટેલરે કહ્યું કે “જ્યારે અમે આ મેદાન પરના આંકડા જોયા તો અમને ખબર પડી કે અમે સરેરાશ સ્કોરથી 10 રન પાછળ છીએ. અમે જાણતા હતા કે અમારે બોલિંગ અને ફિલ્ડિંગ સારી રીતે કરવાની છે. જ્યારે ટોપ ઓર્ડર કામ કરતું નથી, ત્યારે નીચલા ક્રમના ખેલાડીઓએ જાળવીને રમવાનું જરૂરી બને છે. ડોટિને લીધેલા કેચને જોઈને અમે દંગ રહી ગયા. તેણી ખૂબ જ ઝડપી હતી. અમે જ્યારે પણ મેદાન પર જઈએ છીએ ત્યારે અમે અમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ અને અમે હરીફ ટીમ પર વધુ ધ્યાન આપતા નથી.”

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ 7 રનથી જીત્યું

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 225/6નો સ્કોર બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેમેન કેમ્પબેલે સૌથી વધુ 66 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માટે સ્પિનર ​​સોફી એકેલ્સટનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, તેણે 10 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 26મી ઓવરમાં 94 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી.

અંતમાં એકેલસ્ટન (33*) અને કેટ ક્રોસ (27)એ મેચને રોમાંચક સ્થિતિમાં મૂકી દીધી, પરંતુ શામિલિયા કોનેલે ત્રણ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને સાત રનથી રોમાંચત વિજય અપાવ્યો હતો. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝ ટીમની આ પ્રથમ જીત છે. અગાઉ, વેસ્ટ ઈન્ડિઝે પણ ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ રનથી નજીકની જીત મેળવી હતી.

આ પણ વાંચો : આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ અશ્વિન અને હરભજનમાંથી મુશ્કેલ બોલરનું નામ જણાવ્યું

આ પણ વાંચો : ICC Women’s World Cup: રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી જીત મેળવી, ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">