Video : મહિલા વર્લ્ડ કપમાં વિકેટકીપરના ગ્લવ્સમાં ચીપકી ગયો બોલ, રનઆઉટ થતાં બચી ગઇ બેટ્સમેન
આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી. આ મેચ દરમ્યાન કિવીની વિકેટકીપર સાથે એક રસપ્રદ ઘટના બની હતી.
ક્રિકેટની રમત દરમ્યાન ઘણીવાર અજીબોગરીબ ઘટના બની જાય છે. આ ઘટનાને પગલે ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ પહોંચી જાય છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં (ICC Women’s World Cup 2022) ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ સમયે એક રસપ્રદ ઘટના બની હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડની વિકેટકીપરના ગ્લવ્સમાં ફસાઇ ગયો હતો.
આ ઘટના બાંગ્લાદેશ (Bangladesh Cricket) ની ઇનિંગ દરમ્યાન બની હતી. ઇનિંગની 26 મી ઓવરમાં આ ઘટના થઇ હતી. બાંગ્લાદેશની બેટ્સમેન લતા મોંડલે બોલને ફટકારીને ત્રણ રન લેવાનો પ્રયાસ કર્યો હતો. નોન સ્ટ્રાઇકર બેટ્સમેન જહાંઆરા આલમ ત્રીજો રન લેવાના ચક્કરમાં લગભગ રન-આઉટ થઇ ગઇ હતી. પણ કિસ્મતની રમતમાં તે બચી ગઇ હતી. ન્યુઝીલેન્ડની વિકેટકીપર કેટી માર્ટિને (Katey Martin) બોલ હાથમાં લીધો પણ બોલ તેના ગ્લવ્સમાં ફસાઇ ગયો હતો અને બોલ સ્ટંપ્સમાં લાગ્યો ન હતો. બોલ ગ્લવ્સમાં એવી રીતે ફસાઇ ગયો હતો કે ગ્લવ્સને હાથમાંથી કાઢ્યા બાદ બોલને ગ્લવ્સમાંથી કાઢવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. જેને ICC એ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
View this post on Instagram
આવી રહી ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ
મેચની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં પહેલી મેચમાં પહેલી જીત મેળવી હતી. વરસાદના કારણે મેચ થોડી મોડી શરૂ થઇ હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશ ટીમે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર ફરગાના હક (52 રન) અને શમીમા સુલ્તાના (33 રન) ની સાથે પહેલી વિકેટ માટે 59 રનની ભાગીદારી નોંધાવી હતી. આમ પુરી ટીમ 27 ઓવરમાં 8 વિકેટના ભોગે 140 રન કરી શકી હતી.
જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમે પણ સારી શરૂઆત કરી હતી. ટીમના ખેલાડી સુજી બેટ્સ (79* રન) અને એમેલિયા કેર (47* રન) ની વચ્ચે 108 રનની ભાગીદારી નોંધાવી હતી અને મેચમાં 42 બોલ બાકી રહેતા જીતનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.
આ પણ વાંચો : Shane Warne Death: શેન વોર્નનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, પોલીસે પણ આપ્યું નિવેદન