AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warne Death: શેન વોર્નનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, પોલીસે પણ આપ્યું નિવેદન

થાઈલેન્ડ પોલીસ દ્વારા સોમવારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નની મૃત્યુને લઇને નિવેદન આપ્યું છે. 4 માર્ચના રોજ શેન વોર્નનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે.

Shane Warne Death: શેન વોર્નનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, પોલીસે પણ આપ્યું નિવેદન
Shane Warne (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 5:22 PM
Share

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન (Shane Warne)નું થાઈલેન્ડમાં નિધન થયું હતું. તેને લઈને પોલીસ તપાસ ચાલુ છે. સોમવારે થાઈલેન્ડ પોલીસ (Thailand Police)એ શેન વોર્નનું પોસ્ટમોર્ટમ રીપોર્ટ સોંપી દીધો છે. પોલીસનું કહેવું છે કે શેન વોર્નનું મોત કુદરતી થયું છે. તેમાં અત્યાર સુધી અન્ય કોઈ કારણ સામે નથી આવ્યું. થાઈલેન્ડ પોલીસ તરફથી નિવેદન જાહેર કર્યું છે. સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ગયો છે, જેમાં મેડિકલ ઓપિનિયન એજ છે કે શેન વોર્નનું મોત કુદરતી થયું છે. પોલીસ જલ્દીથી આ ઘટનાને લઇને વકીલો સાથે વાત કરશે.

52 વર્ષના શેન વોર્ન થાઈલેન્ડમાં રજા ગાળવા ગયો હતો. 4 માર્ચની સાંજે તેના મોતના સમાચાર આવ્યા આવ્યા હતા. શેન વોર્ન એક વિલામાં રોકાયો હતો. જ્યા વિલામાં એક રૂમમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. શેન વોર્નને એમ્બુલેન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ તેનું મોત થઈ ગયું હતું. થાઈલેન્ડ પોલીસે શરૂઆતમાં જ કોઈ પણ પ્રકારની ગડબડ હોવાનો ઈનકાર કર્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાનું કહ્યું હતું. પોલીસે શેન વોર્નના ત્રણ મિત્રો સાથે પુછપરછ કરી હતી.

મેનેજરે શેન વોર્નને લઈને આપી હતી જાણકારી

તમને જણાવી દઈએ કે શેન વોર્નના મેનેજરનું પણ મોતને લઈને નિવેદન સામે આવ્યું હતું. શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સકિને ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર રજા પર જતા પહેલા બે સપ્તાહ સુધી આહારમાં માત્ર પ્રવાહી લઈ રહ્યા હતા. તેને છાતીમાં દુખાવો અને પરસેવો આવવાની ફરીયાદ કરી હતી.

એર્સકિને ‘નાઇન નેટવર્ક’ સાથે વાત કરતા કહ્યું કે તે અજીબોગરીબ ડાયટ કરતા હતા. હાલમાં જ આ પ્રકારની ડાયટમાં પ્રવાહી આહાર 14 દિવસ સુધી લઈ રહ્યા હતા. એવું તે ત્રણ-ચાર વાર કરી ચુક્યા છે.’ તેણે કહ્યું કે, “તેમાં તે કાળા અને લિલા કલરના જ્યુસ જ લઈ રહ્યા હતા. તે લાંબા સમય સુધી સિગારેટનું વ્યસન કરી રહ્યા હતા. મને લાગે છે કે તેને હાર્ટ એટેક જ આવ્યો હતો.”

મોતના થોડા દિવસ પહેલા જ શેન વોર્ને ઈન્ટાગ્રામમાં પોતાની જુની ફોટો શેર કરીને કહ્યું હતું કે તે વજન ઘટાડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. તેણે પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઓપરેશન દુબળું થવાનું શરૂ થઈ ગયું છે અને લક્ષ્યાંક જુલાઈ સુધી શરીરને દુબળું કરવાનો છે.” શેન વોર્નના પરિવારે પણ થાઈલેન્ડ પોલિસને જણાવ્યું કે તેને હ્દય સાથે જોડાયેલ તકલીફો અને અસ્થમા હતો.

આ પણ વાંચો : Shane Warneની ડેડ બોડી સાથે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ સુધી એકલી રહી મહિલા, ઉઠ્યા સવાલો

આ પણ વાંચો : Shane Warne: શેન વોર્નને યાદ કરીને રડી પડ્યો રિકી પોન્ટીંગ, કહ્યુ દોસ્ત ના રહ્યો, સ્વિકાર કરવો મુશ્કેલ

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">