IPL 2022: ગુજરાત ટાઇટન્સ જેસન રોયના સ્થાને આ ચાર T20 નિષ્ણાત ખેલાડીઓને લઇ શકે છે, મેગા ઓક્શનમાં વેચાયા વગર રહી ગયા હતા

જેસન રૉયે IPL 2022 માં પોતાનું નામ પરત લીધા બાદ ગુજરાત ટાઇટન્સની પાસે તેની જગ્યાએ અન્ય કોઇ અનસોલ્ડ ખેલાડીને ટીમમાં લેશે.

IPL 2022: ગુજરાત ટાઇટન્સ જેસન રોયના સ્થાને આ ચાર T20 નિષ્ણાત ખેલાડીઓને લઇ શકે છે, મેગા ઓક્શનમાં વેચાયા વગર રહી ગયા હતા
Jason Roy (PC: ICC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:22 PM

ઇંગ્લિશ બેટ્સમેન જેસન રોયે (Jason Roy) IPL 2022 માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં તેની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પાસે ટીમમાં એવા ખેલાડીને લેવાની તક છે કે જે મેગા ઓક્શનમાં વેચાયા ન હોય. જેસન રોય જેવા વિસ્ફોટક બેટ્સમેનની જગ્યા ભરવા માટે ગુજરાત ટાઇટન્સ  ટીમ એવા ખેલાડીની પસંદગી કરવા માંગશે જે સારી બેટિંગ કરે. આવી સ્થિતિમાં, આ ગુજરાતની આ ટીમ પાસે આ 4 વિકલ્પો સામે આવ્યા છે.

મહત્વનું છે કે જેસન રોયના લીગમાંથી નીકળ્યા બાદ તેના સ્થાને સુરેશ રૈનાને લેવા માટે સોશિયલ મીડિયામાં મોટા પાયે માંગ ઉભી થઇ હતી. જોકે હજુ સુધી ગુજરાત ટાઇટન્સ ટીમ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. પણ હાલ ગુજરાતની ટીમ જોરશોરથી નવા ખેલાડીની શોધખોળ કરી રહ્યું છે.

1) એરોન ફિંચઃ

ઓસ્ટ્રેલિયના આ દિગ્ગજ બેટ્સમેન ટી20 સ્પેશિયાલિસ્ટ છે. પણ આઈપીએલના મેગા ઓક્શનમાં તેને કોઇ ખરીદાર મળ્યો ન હતો. એરોન ફિન્ચે 88 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં તેણે 34.43 ની એવરેજથી 145.42 ની દમદાર સ્ટ્રાઇક રેટથી 2686 રન બનાવ્યા છે. અલગ-અલગ ફ્રેન્ચાઇઝીઓ સાથે રમતા તેનો રેકોર્ડ દમદાર રહ્યો છે. એરોન ફિંચ અલગ-અલગ લીગમાં 347 ટી20 મેચમાં 10 હજારથી વધુ રન બનાવી ચુક્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

2) માર્ટન ગપ્ટિલઃ

ન્યુઝિલેન્ડના આ ખેલાડી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3299 રન બનાવીને બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તો તે છગ્ગા ફટકારવામાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા સ્થાને છે. એવામાં ગપ્ટિલ જેસન રોયના સ્થાને શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય છે.

3) ડેવિડ મલાનઃ

ઇંગ્લેન્ડના વિસ્ફોટર બેટ્સમેન ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી હજાર રન પુરા કરનાર બેટ્સમેન છે. આ લાંબા સમય સુધી ICC ની ટી20 રેન્કિંગમાં પહેલા સ્થાન પર રહ્યો છે.

4) સુરેશ રૈનાઃ

ટીમ ઇન્ડિયાના પુર્વ ખેલાડી IPL માં ચોથો સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. સુરેશ રૈનાએ 205 મેચમાં 5528 રન બનાવ્યા છે. IPL માં તેની સ્ટ્રાઇક રેટ પણ 136 ની છે. IPL માં સૌથી પહેલા પાંચ હજાર રન સુધી પહોંચનાર તે પહેલો ખેલાડી હતો. તેવામાં તે ગુજરાત ટીમમાં જેસન રોયના સ્થાને ઉત્તમ વિકલ્પ માની શકાય છે.

આ પણ વાંચો : Shane Warne Death: શેન વોર્નનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, પોલીસે પણ આપ્યું નિવેદન

આ પણ વાંચો : IPL 2022 Schedule: કઇ ટીમ ક્યારે, કોની સાથે અને ક્યાં ટકરાશે, જાણો તમામ મેચોનુ પુરુ શિડ્યૂલ

g clip-path="url(#clip0_868_265)">