ICC Test Rankings: ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ પહેલા વિરાટ કોહલી માટે રાહતના સમાચાર, વિલિયમસનને ઝટકો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ રેન્કિંગમાં હવે ચોથા સ્થાન પર પહોંચ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયસમ (Kane Williamson) ને ટોચના ક્રમેથી બીજા સ્થાન પર આવી જવું પડ્યું છે. વિરાટ કોહલી અને વિલિયસનનો આમનો સામનો શુક્રવારે સાઉથમ્પ્ટનમાં થનારો છે.

ICC Test Rankings: ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ પહેલા વિરાટ કોહલી માટે રાહતના સમાચાર, વિલિયમસનને ઝટકો
Kane Williamson-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 16, 2021 | 7:36 PM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ રેન્કિંગમાં હવે ચોથા સ્થાન પર પહોંચ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયસમ (Kane Williamson) ને ટોચના ક્રમેથી બીજા સ્થાન પર આવી જવુ પડ્યુ છે. વિરાટ કોહલી અને વિલિયસનનો આમનો સામનો શુક્રવારે સાઉથમ્પ્ટનમાં થનારો છે. જ્યાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાનારી છે. આ પહેલા જ કોહલીને રેન્કિંગમાં સુધાર થવાના સારા સમાચાર મળ્યા છે.

શુક્રવારે ફાઇનલમાં મેદાને ઉતરનારા વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં 814 પોઇન્ટ ધરાવે છે. જ્યારે ટોપ ટેનમાં કોહલી સાથે સામેલ ઋષભ પંત 747 પોઇન્ટ ધરાવે છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા પણ 747 પોઇન્ટ ધરાવે છે. આમ પંત અને શર્મા બંને સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાન પર છે.

ઓસ્ટ્રેલીયાના સ્ટીવ સ્મિથે ગત વર્ષે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ બાદ પ્રથમ વખત રેન્કિંગમાં ટોચમનો ક્રમ હાંસલ કર્યો છે. તેણે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પાછળ રાખી દીધો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ પહેલા જ વિલિયમસનને ઝટકો આપ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિલિયમસન ઇંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઇજાને લઇને બહાર રહ્યો હતો. જેને લઇને સ્મિથના પાંચ પોઇન્ટ સરકી ગયા હતા. આમ તે સીધો જ બીજા સ્થાને ખસક્યો હતો. સ્ટીવ સ્મિથ 891 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે પહોંચ્યો છે.

ટોપ ટેન બોલર્સમાં અશ્વિન એકમાત્ર ભારતીય

બોલીંગ વિભાગમાં ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય સ્ટાર સ્પિનર અશ્વિન બીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલીયાનો પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. અશ્વિન 850 પોઇન્ટ ધરાવે છે. અશ્વિન એક માત્ર ભારતીય બોલર છે, જે આઇસીસી રેન્કિંગમાં ટોચના દશ બોલરની યાદીમાં સામેલ છે.

ઓલરાઉન્ડર જાડેજા બીજા ક્રમે

ઓલરાઉન્ડર ખેલાડીઓમાં વેસ્ટઇન્ડીઝનો જેસન હોલ્ડર ટેસ્ટ રેન્કિંગમાં નંબર છે. જે 412 પોઇન્ટ ધરાવે છે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 386 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. અશ્વિન 353 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંક પર છે. ન્યુઝીલેન્ડનો મેટ હેનરી પોતાના કરિયરના શ્રેષ્ઠ 307 પોઇન્ટ સાથે 64 મુ સથાન હાંસલ કર્યુ છે. ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારનાર ડેવોન કોન્વે 61માં સ્થાન પર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">