AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 માર્ચે ICC કરશે કરોડો રૂપિયાનો વરસાદ, T20 વર્લ્ડ કપ જીતનારી અને રનર-અપ ટીમને કેટલા મળશે !

T20 વર્લ્ડ કપ તેના અંતિમ તબક્કામાં છે, જ્યાં ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકાએ સ્થાન મેળવ્યું છે, જ્યારે ચોથી ટીમ જલ્દી નક્કી થશે.

8 માર્ચે ICC કરશે કરોડો રૂપિયાનો વરસાદ, T20 વર્લ્ડ કપ જીતનારી અને રનર-અપ ટીમને કેટલા મળશે !
| Updated on: Mar 04, 2026 | 4:31 PM
Share

T20 વર્લ્ડ કપ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. કુલ 20 ટીમોમાંથી હવે ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે. ટાઇટલ કોણ જીતશે તે અંગે ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. સાથે જ, વિજેતા અને રનર-અપ ટીમોને મળનારી ઇનામી રકમ વિશે પણ ચર્ચા તેજ બની છે.

ટૂર્નામેન્ટની ફાઇનલ 8 માર્ચે રમાશે

સેમિફાઇનલ માટે અત્યાર સુધી ત્રણ ટીમોએ સ્થાન પક્કું કર્યું છે. ગ્રુપ 2 માંથી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આગળ વધ્યા છે, જ્યારે ગ્રુપ 1 માંથી દક્ષિણ આફ્રિકાએ સ્થાન મેળવ્યું છે. ચોથી ટીમનો નિર્ણય ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ પછી થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 8 માર્ચે રમાશે.

આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી 12 ટીમો ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ. ત્યારબાદ સુપર-8 રાઉન્ડમાં ચાર ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ. હવે બાકી રહેલી ચાર ટીમોમાંથી બે ફાઇનલમાં પહોંચશે અને બે ટીમોને સેમિફાઇનલમાં હાર માનવી પડશે. ફાઇનલમાં હારનારી ટીમ રનર-અપ તરીકે સમાપ્ત કરશે.

2024માં વિજેતા ટીમને ₹20 કરોડ મળ્યા હતા

ઇનામી રકમ અંગે વાત કરીએ તો ICC એ કુલ 13.5 મિલિયન ડોલર (આશરે ₹120.37 કરોડ)ની પ્રાઇઝ મની જાહેર કરી છે. આ મોટી રકમમાંથી વિજેતા ટીમને આશરે ₹27.48 કરોડ મળશે. નોંધનીય છે કે 2024માં વિજેતા ટીમને ₹20 કરોડ મળ્યા હતા, જ્યારે આ વખતમાં ઇનામી રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

ફાઇનલમાં હારનારી રનર-અપ ટીમને અંદાજે ₹14.65 કરોડ મળશે. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમોને આશરે ₹7.24 કરોડ મળશે. પાંચમા થી બારમા ક્રમે રહેનારી ટીમોને આશરે ₹3.48 કરોડ અને તેરમા થી વીસમા ક્રમે રહેનારી ટીમોને અંદાજે ₹2.29 કરોડ આપવામાં આવશે.

આ ઉપરાંત, ટૂર્નામેન્ટ દરમિયાન દરેક જીત માટે પણ અલગથી નક્કી કરાયેલ ઇનામી રકમ આપવામાં આવશે. કુલ મળીને, T20 વર્લ્ડ કપ માત્ર પ્રતિષ્ઠા જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ટીમો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.

T20 WC Breaking : ભારત માટે ગૌરવશાળી ક્ષણ, T20 વર્લ્ડકપમાં વ્યુઅરશીપે બનાવ્યો વર્લ્ડરેકોર્ડ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">